________________
(૧૪) આપ્યા છે. પણ... નવાઈ તો એ જ કે જન્મ આપી લાલન-પાલન કરી, સંયમ તો કોઈક વિરલ માતા જ અપાવે. આપ તો રત્નકુક્ષી માતાના સંતાન થયાં, ને તે જ ઉપકારી માતાનાં શિષ્યા થયાં. જે જીવનને ૬૩-૬૩ વર્ષ સુધી સંયમજીવનથી મહેંકતું કર્યું. પૂજ્યશ્રી ! આ નાશવંત દેહ કર્મના ઉદયે મળ્યો છે. સંયમના સંબંધ બંધાયેલા આપ અને અમે અહીં ગુરુકુળવાસમાં મળ્યાં. હવે પછીના ભવમાં આ દેહે આ જ સ્વરૂપે મળવાનાં નથી. કદાચ મળશું તો એકબીજાને ઓળખશું પણ નહીં. પૂજ્યશ્રી ! આત્મા અજર, અમર અને શાશ્વત છે. દેહ છૂટી જશે. આત્મા કાયમ સાથે જ રહેવાનો છે. નવા દેહને ધારણ કરવાનો છે. પણ જયારે સકલકર્મ છૂટી જશે ત્યારે માત્ર આત્મા મોક્ષમાં જશે. અસંખ્યાતપ્રદેશોમાંથી એક પણ પ્રદેશ ઓછો થવાનો નથી. આ મારા આત્માને શાશ્વત અને સાચું સ્વરૂપ છે. તે તો આપ જાણો છો. માત્ર આત્માનો વિચાર કરો. હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું. કર્મબંધ એકલો જ કરું છું. ભોગવવાનો પણ એકલો જ છું. પૂજ્યશ્રી ! આપણા નમિરાજર્ષિ એકત્વભાવનાથી વૈરાગ્ય પામ્યા. મરુદેવીમાતા પણ
એકત્વભાવમાં કેવલજ્ઞાન પામી ગયાં અને આત્મકલ્યાણ સાધી ગયાં. - પૂજ્યશ્રી ! આપણે પણ એ જ ભાવના ભાવતાં, આત્મસ્વરૂપમાં સ્થિર બનવાનું છે.
આત્માનું સ્વરૂપ વિચારીને, તેને પ્રગટ કરવાની વિચારધારામાં આત્મામાં ઊંડા ઊતરી જવાનું છે. આત્મા એ જ હું છું, હું એ જ આત્મા છે.” તે જ મારું સ્વરૂપ છે.
આમ આત્મસ્વરૂપની રમણતામાં પૂજયશ્રીના આત્મપ્રદેશો ખેંચાવા લાગ્યા. અણસાર આવી ગયો. છેલ્લી ઘડીઓ આવી ગઈ. સૌએ એકીસાથે “મહામંત્ર નવકાર”ની ધૂન લગાવી. સારી રાત ધૂન સાથે આરાધનામાં એકાગ્ર થયાં. તે રાત માગસર વદી ૧૨ની હતી. વહેલી પરોઢે માગસર વદી-૧૩ની સવારે ૫ વાગે અમારા શિરછત્ર મહામંત્રના ગુંજન-ટણ-મનનમાં છેલ્લો શ્વાસ લીધો. નશ્વરદેહને છોડી પૂજયશ્રીનો આત્મા અનંતની વાટે ચાલી ગયો. ચિરવિદાય લીધી. પરિવાર જોતો રહી ગયો. હંસલો ઊડી ગયો. પિંજર પડી રહ્યું. પરિવાર એકલો અટૂલો મૂકી દીધો. અનંત ઉપકારીની વિદાય કોઈ કાળે સહન ન થઈ શકે. “હવે અમારો આધાર કોનો?” પરિવાર પોશ પોશ આંસુએ રડવા લાગ્યો. હવે કોની પાસે જઈશું? હૈયાનો ભાર કોની પાસે હલકો કરશું ? વ્હાલપનો વરસાદ વરસાવનાર વસવસો મૂકીને વેગળા જઈ વસ્યા. શું બની ગયું? કાળનો કાળોતરો ડંખે છે. કાળની આળપંપાળ પાળ બાંધીને બેઠી હોય તો પણ તે ટકી