________________
(૧૫) શકતી નથી. જીવનની અસ્મિતા કાળની કોટડીમાં પુરાઈ જાય છે. ત્યારે સ્મિત કરતો કાળ માનવને કહે છે, “તારું અસ્તિત્વ ક્ષણવારમાં મારી સાથે મિલાવી દેવાની તાકાત હું ધરાવું છું. તું ગમે ત્યાં હોઈશ, ચાહે સમુદ્રના તળિયે, ચાહે આકાશમાં, ચાહે અંધારી ગુફામાં, કે પર્વતની ભીતરમાં... તો પણ તને ઉપાડી જતાં મને વાર લાગવાની નથી.”
આ જગતમાં જીવોની જીવનલીલાને સંકેલવામાં કાળરાજાએ મહાન કામ કર્યું છે. પૂજ્યશ્રી - જે વાટે ગુરુ ગયા તે ગયા જ. તે વાટેથી કદીયે પાછા ફરનાર નથી. મળવાના પણ નથી.
ગુણિયલ ગુરુ કેવાં હતાં ? પ્રભુના પંથે આવવા માટે ન તો કોઈની પ્રેરણા હતી. ન તો કોઈનું પ્રોત્સાહન હતું. ન તો કોઈ પ્રલોભન હતાં. પૂર્વની પુજાઈ અને માતાની મીઠી ટકોર. માત્ર માતાનું અનુકરણ અને અનુશરણ હતું. રજોહરણ-પ્રહણમાં ન તો કોઈ આચાર્યભગવંત હતા. ન તો કોઈ મુનિમહાત્મા હતા. આદીશ્વરદાદાની છત્રછાયા અને પૂ. દેવીશ્રીજી મ.સા.ની અનરાધાર કૃપા. સંસાર ફગાવી દીધો. ત્રિપુટીએ ગુરુજીના ચરણે જીવન-સમર્પણ કરી દીધું.
“ડગલું ભર્યું કે ના હટવું ના હટવું.” કવિની કવિતાની કડીને સાર્થક કરતાં સંયમજીવનમાં ઓતપ્રોત થઈને એક એક યોગને સાધતાં ગયાં. પૂ. ગુરુદેવના પડછાયા બનીને રહ્યાં. ગુરુજીના જમણે-ડાબે પડખે સૂર્ય-ચંદ્રની જેમ શોભતાં હતાં. કોઈ વાતે કે કોઈ કામે કમીના ન હતાં. બંને બેનો કલાકાર હતાં.
ગુરુકૃપૈવ કેવલં પરમ મંગલરૂપ છે.” ગુરુની કૃપા જ શિષ્યને પરમમંગલરૂપ છે. તો બીજા મંગલની શી જરૂર ? રત્નત્રયીની ઉત્કૃષ્ટ આરાધનાએ આત્માને કંચન જેવો શુદ્ધ અને પવિત્ર કરી લીધો હતો.
“ગુરુને હૈયે” વસાવે શિષ્ય, તે નવાઈ નથી. પણ ગુરુના હૈયામાં શિષ્યનો વાસ હોય તે આશ્ચર્યની વાત હતી. જે વાત આ ત્રિપુટીમાં સાક્ષાત્ જોવામાં આવી હતી.
- પૂજ્યશ્રીનું વદન ખીલતા કમળ જેવું હતું. ઉત્તમકોટિના ચારિત્રના બળે લલાટ સૂર્ય સમ દેદીપ્યમાન હતું. પ્રમાણોપેત દેહ, પ્રસન્નતામઢ્યો ગોળ ચહેરો, ચાલ ધીમી હતી. સાથે ચાલનારને અનાયાસે જ પૂજ્યશ્રીની અદબ જાળવવા પ્રેરે એવી તો પ્રબલ ચાલ હતી. તેજસ્વી તારલા સમાન જયારે પણ જુઓ, ત્યારે મુખ ઉપર મરક મરક હાસ્ય વેરાતું જ હોય. જ્યારે જુઓ ત્યારે પ્રવૃત્તિમાં પરોવાયેલાં જ જુઓ. “ગુરુ વીસર્યા નવિ વીસરાય !”
પાપ દૂર કરવા ગંગા પાસે જવું પડે. ગંગામાં સ્નાન કરવું પડે.” “તાપ દૂર કરવા ચંદ્રમા પાસે જવું પડે. ચાંદનીમાં બેસવું પડે.” “સંતાપ દૂર કરવા કલ્પવૃક્ષ પાસે હાથ લંબાવવો પડે.”