________________
ખંડ - ૫ : ઢાળ - ૩
૩૧૯
દૂરથી આવી લીયો એક એક, ક્લેશ મટાવી ધરયો વિવેક; જોગી ચારે કીધું એમ, ભાગ લેઈ બહુ ધરતા પ્રેમ; ..ચિત્ત../૧ણા કુંવરને દીધી ઔષધિ ચાર, રોગહરણ રાજા વશિકાર; શત હસ્તીબલ શસ્ત્ર પ્રહાર, અંગ ન લાગે કોઈ પ્રકાર. ..ચિત્ત..ll૧૮. જોગી કહે સુણ ધર્મ કે મિત્ર, તોસે લગા હમકેરા ચિત્ત; તુમ જાવે હમ હોગા શોક, જોગી ગૃહી કા મિલનાં ફોક..ચિત્ત../૧લી તુમહી કીધો હમ ઉપકાર, ક્લેશ કરી દીયો ઉપશમ સાર, કોઈ દિન હમ પર બહુલે પ્યાર, ધરી યાદ કરના તુમ એકવાર ..ચિત્ત...રવા વાત કરતાં રયણી જાય, ઉદયની વેળા કુંવર સધાય; અટવી ઓલંઘીને જાય, શબ્દ શુકન તવ રૂડા થાય. ..ચિત્ત..ર૧il સંબોહનામે કર્બટ ગામ, દેખે દૂરથી લહે વિશરામ, સરોવર પેખી ઉભો તીર, સજન ચિત્ત યે નિર્મળ નીર. ..ચિત્ત..//રરા પાંચમે ખંડે ત્રીજી ઢાળ, ભાખી પૂરણ રાગ બંગાલ, વીર પુણ્યોદય પગ, એ મહંત, ખેત્ર વિપાકી ખેત્ર ફલંત ચિત્ત...૨૩
યોગીનો ઝઘડો - નિરાંતની પળ મળી યોગીને. કુમારની પાસે ચાર યોગી બેઠા છે. અતિથિનો યોગ્ય સત્કાર કર્યો. પછી પોતાની વાત કહેવાની શરૂઆત કરી. તે સજ્જન રાજકુમાર ! આ અસાર સંસારમાં સુખની ગણના કરવી મિથ્યા ખોટી છે. આ વાત સમજીને હે ભવ્ય ! ચિત્તમાં ખરેખર ! ચેતી જવા જેવું છે. આ રૂડી ને સત્ય વાત, જ્ઞાનીએ બતાવી છે. તન-ધન-ઘર કુટુંબ ઉપર જે રાગ છે. તે રાગ જો ધર્મ ઉપર લાગી જાય તો કામ થઈ જાય. પણ સંસાર કરતાં ધર્મ ઉપર લાખના અંશે પણ રાગ આ જીવને નથી. ||૧||
જેટલો રાગ સંસાર ઉપર છે. તે રાગ જો ધર્મ ઉપર આવી જાય તો જ્ઞાનનો સાચો પ્રકાશ અને તેની જયોતિ જીવનમાં ઝળહળી ઊઠે. જ્ઞાન વિના મિથ્યાત્વનો અંધકાર (તેનાં પડળો) આત્મા ઉપર વ્યાપેલાં છે. રે આ જગતના મૂઢ અને ગમાર જીવો સાચો માર્ગ ભૂલીને મિથ્યા માર્ગે ભમ્યા કરે છે. //રા “આ મારો કંત.” વળી કંત કહે, “આ મારી પ્રાણપ્યારી કાંતા” આવી ખોટી માયા સંસારની છે. યમરાજાનું તેડું આવે, કંત યમના દરબારે ચાલ્યો જાય છે. જયારે તેની સ્ત્રી, બિચારી એકલી અહીં રડતી રહી જાય છે. ૩. - ધૂમાડાના ગોટામાં હાથ નાંખતાં શું મળે? એક દમડી પણ મળતી નથી. સ્વાર્થના સંગી પરિવારને કનક એટલે સોનાની સાથે સગાઈ છે. સોનું એટલે ધન સાથે મતલબ. બાકી સ્નેહ પ્રેમની વાતો હોતી નથી. ll૪ સુંદર મહેલમાં સહેલ કરતાં (સુખ ભોગવતાં) દંપતીને પુત્રની પ્રાપ્તિ થાય ત્યારે જાણે ભૂત વળગ્યું હોય તેમ તેની પાછળ દંપતી દિવાનાં થઈને ગળે વળગાડે છે. પણ છેવટે તૃષ્ણારૂપી નદીના • પ્રવાહમાં તણાતો નાથ ખાલી હાથે એકલો ચાલ્યો જાય છે. //પી.