________________
૩૨૦
ધર્મિલકુમાર રાસ
આવી આવી ઘણી વિટંબણાઓથી ભરેલા સંસારને જોઈ અમારા ગુરુજી અવધૂત યોગી થઈ ગયા. સંસારને છોડી દીધો. અલખના ધ્યાનમાં જંગલમાં તેઓ તેમના ગુરુ સાથે રહેતા. એકતાનથી ગુરુની સેવા કરતા. //૬ll
ચમત્કારી ચાર વસ્તુ :- વખત જતાં વાર લાગતી નથી. અમારા ગુરુજી ગુરુકૃપા મેળવી ચૂક્યા. ગરજી તેમના ગુરજીના હૈયે વસી ગયા. યોગ્યતા જાણી ગુરુજીએ શિષ્યને (અમારા ગુરુજીને) ચાર વસ્તુ જે અતિદુર્લભ છે તે ભેટ આપી. આયુષ પર થતાં વડીલ ગર પરલોકવાસી થયા. Iણા
ચાર વસ્તુ (૧) કંથા :- જે કંથા (કોથળી) દરરોજ ટાણસો દિનાર આપે. (૨) પવનપાવડી:- જે પવનપાવડી પહેરે તે ઇચ્છા પ્રમાણે વધારેમાં વધારે એક હજાર ગાઉ દૂર પહોંચાડે. (૩) દંડ:- જે દુશ્મન અને દુશ્મનના ટોળાને થંભાવી દેતા હતા. દંડ તેવો હતો. (૪) અખૂટપાત્ર :અખૂટ પાત્રમાંથી ભાવતું ભોજન જે જોઈએ તે માંગતાં મળી જતું હતું. અમારા ગુરુજી પવનપાવડી પહેરીને ઘર-ગામ છોડીને ગામોગામ ફરતા. જુદાં જુદાં તીર્થોની યાત્રા કરતા. Iટા , .
ચાર ધામની યાત્રા ક્યારેક કરતા. ભારતના ખૂણે ખૂણે નાનાં મોટાં જે તીર્થો હતાં. તે સર્વની યાત્રી તો થઈ ગઈ. પણ આ રીતે દરરોજ વિહાર કરતાં અમારા ગુરુજીને નિગ્રંથ જૈનમુનિનો ભેટો થયો. અમારા ગુરુજીને જુદા જુદા ધર્મના ધર્મગુરુઓને મળવું, ધર્મચર્ચા કરવી, જાણવાની જિજ્ઞાસા પણ ઘણી. જૈનમુનિના મિલનમાં પણ ધર્મચર્ચા કરવા લાગ્યા. જૈન મુનિએ અહિંસાત્મક જૈન ધર્મનો સુંદર માર્ગ બતાવ્યો. તેમના સંગથી મિથ્યાત્વ શલ્ય દૂર કરીને જૈન તત્વરૂપી અમૃતને આનંદથી મેળવ્યું. lલા
જૈન ધર્મના મત અનુસાર જે જીવો મોક્ષે જાય છે. તે સર્વજીવો પંદર પ્રકારે સિદ્ધ થાય છે. પંદરભેદમાંથી કોઈપણ એક ભેદે જીવ સિદ્ધ થાય છે. તે પંદર ભેદમાં મિથ્યાત્વ લેશે. (અન્યલિંગે) પણ સિદ્ધ થવાય છે. તે ગુરુજી જાણતા હતા. વેશ સંન્યાસી તાપસ કે યોગીનો હોય. પણ આચાર - વિચાર બધું જ જૈન ધર્મને અનુસારે હોય. પ્રરૂપણા પણ જૈન તત્ત્વની હોય તો તે આત્મા સિદ્ધ થઈ શકે છે. તેવી વાત જૈન ધર્મમાં આવે છે. તેથી ગુરુજીએ પોતાનો (તાપસવેશ) વેશ છોડ્યો નહીં. પણ પોતાની પાસે કોઈપણ યોગ્ય જીવ આવે તેને જૈન ધર્મનો ઉપદેશ આપતાં. /૧૦:
આપ અમને જે ચાર યોગીને જુઓ છો. તે અમે ચારેય તે મારા ગુરુના શિષ્યો છીએ. અમને જૈન ધર્મનો બોધ કરાવી અને પ્રતિબોધી અમારો ઉદ્ધાર કર્યો છે. ગુરુની કૃપાએ જૈન ધર્મમાં કહેવાતાં પાંચેય તીર્થો. તે પંચતીર્થની અમે ચારે જણાંએ યાત્રા કરીને સિદ્ધિ હાંસલ કરી છે. ૧૧૫
આયુષ પૂરું થતાં ગુરુજી સ્વર્ગે ગયા. તેમના ગુણગાતાં અમે પાછળ અહીં રહ્યા છીએ. પેલી ચાર વસ્તુ હતી જે ગુરુજીએ અમને વહેંચી ન આપી. અને તે ચાર વસ્તુ ગુરુ ઘરમાં (તાપસ આશ્રમમાં) એમ જ રહી. I૧૨ા.
રે નિઃસ્નેહી ગુરુજી ચાલ્યા ગયા. પણ ભાઈ ! અમે સમજીએ છીએ કે અમારે પણ એક દિન જવાનું છે. તો આ વસ્તુમાં ઝઘડા કરવાથી અમારી કોઈ શોભા નથી. પણ “લોભને થોભ હોય નહીં” જોગી તો જંગલનું સેવન કરે. જંગલમાં રહેવા છતાં અમારી પાસે કંઈક મિથ્યા સ્ત્રી પુરુષો આવતાં જ હોય. કંઈક આશાએ આવે. સેવા કરતાં કંઈક માંગે. (૧૩)
અવ્રતી ગૃહસ્થો જેને કોઈ પ્રકારનું વ્રત જ ન હોય તેવા પેટની અંદર પારકા માસને રાખનારા. હોય તેવા લોકોનો વિશ્વાસ યે રખાય? જો ભાઈ ! છો પરદેશી ! પણ અમે તો તમને અમારા ગણીને