________________
ખંડ - ૫ : ઢાળ - ૩
૩૨૧
અમારી સઘળી વાત કહી. રે ! આપ કોણ છો ? આપની જાતિ-કુળ કયું? આપનાં દેવ કોણ ? આપના ગુરુ કોણ ? આપનો ધર્મ કયો? તે અમને જણાવશો? I૧૪
યોગીની સઘળીયે વાત શાંતચિત્તે ધમિલે સાંભળી. જયારે યોગીએ પૂછ્યું. ત્યારે ધમ્મિલ કહે છે. હે યોગીરાજ ! હું ઉત્તમ એવા જૈનકુળનો છું. મારા દેવ ગુરુ ધર્મ સિવાય બીજા કોઈ પણ દેવગુરુને પગે લાગતો નથી. તે સાંભળી યોગી બોલ્યો. “તો તો તમે અમારા સાધર્મિક બંધુ કહેવાઓ. આજ અમારા ઘરમાં સાધર્મિકની વૃદ્ધિ થઈ.” //પા
વસ્તુની વહેંચણી - હવે ચાર યોગી સંપ કરી એક થઈને કુમારને તે ચારે વસ્તુ બતાવી. અને કહ્યું. તે ઉત્તમ નર ! આ અમારી પ્રાણપ્યારી વસ્તુ છે. તમે વહેંચી આપો. ત્યારે કુંવરે કહ્યું. જુઓ ! હું વહેંચીને આપે પછી કજિયો કરશો નહીં ને ! યોગીએ ના પાડી. તમે જે રીતે અમને ચારેયને ચાર વસ્તુ આપશો. તે અમે સહર્ષ લઈ લઈશું. કુમારે ચાર ચિઠ્ઠી બનાવી વૃક્ષની ડાળીએ બાંધી. ૧૬ll. - પછી ચારે યોગીને કહ્યું કે ચાર દિશામાં ચારે જણા ચાલ્યા જાવ. થોડી વારે ચારેયે પાછા આવવું. એક એક ચિઠ્ઠી લઈ લેવી. જે ચિઠ્ઠીમાં જે લખ્યું હોય તે વસ્તુ તેણે લેવી. વિવેક ધારણ કરીને ક્લેશ દૂર કરીને ચારે યોગીએ કુમારના કહેવા પ્રમાણે કર્યું. ચારે દિશામાં જઈ પાછા આવી. ચિઠ્ઠી ઉપાડી. જેના ભાગ્યમાં જે હતું તે સૌએ પ્રેમપૂર્વક સ્વીકારી લીધું. સંપથી ચારે ભેગા રહેવા તૈયાર થયા. /૧૭
કુમારને ઔષધિની પ્રાપ્તિ - પુણ્યોદય જોરદાર કુમારનો. ચારેય યોગી કુમાર ઉપર ઘણા પ્રસન્ન થયા. અને ચારે યોગીએ ચાર પ્રકારની ઔષધિ કુંવરને આપી. (૧) રોગહરણ કરનારી (૨) રાજાને વશ કરનારી (૩) એકી સાથે સો હાથીનું બળ આપનારી. (૪) શસ્ત્ર હરણી. (કોઈ શસ્ત્ર મારે તો કુંવરને લાગે જ નહીં.) આ પ્રમાણે ચાર પ્રકારની ઔષધિ કુમારને આપી. કુમારે પણ પ્રેમથી ચાર ઔષધી લીધી. ./૧૮ ' વળી યોગી બોલ્યા. હે ધર્મબંધુ ! સાંભળ ! અમને તારા પ્રત્યે ઘણો સ્નેહ લાગ્યો છે. તારા પ્રત્યે હૈયે પ્રીતિ જાગી છે. તું અહીંથી જઈશ તો અમારું મન દુભાશે. અમને દુઃખ થશે. પણ યોગી અને સંસારી (ગૃહસ્થ) સાથે રહી ન શકે. સાથે રહેવું નિરર્થક છે. ૧૯ાા. • તેં અમારો ક્લેશ નિવાર્યો. અમને ઉપશમરસમાં રમતા કર્યા. કોઈક દિવસ અમારી ઉપર કૃપા કરીને, સ્નેહને ધારણ કરજો. ક્યારેય યાદ કરજો . l/૨૦ની
( સ્નેહનાં સંભારણાં - વાતો કરતાં રાત પૂરી થઈ ગઈ. સૂર્યોદય થતાં કુંવર તે યોગી પાસેથી રજા લઈને આગળ ચાલવા લાગ્યો. અટવી ઓળંગીને ખુલ્લા મેદાનમાં બહાર આવ્યો. ત્યારે કુમારના પુણ્યોદયે કુમારને શુકનવંતા શબ્દો સંભળાયા. ૨૧
નજીકમાં સંબાહ નામે એક કબૂટ ગામ હતું. કુંવરે દૂરથી તે ગામ જોયું. તે ગામની બહાર, નિર્મળ નીરથી ભરેલું સુંદર સરોવર હતું. ત્યાં જઈને તેને કાંઠે વિશ્રામ લેવા તે કોઈ વૃક્ષ નીચે આરામથી ઊભો છે. ૨૨
પાંચમાં ખંડની ત્રીજી ઢાળ, બંગાળી રાગમાં પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે પુણ્યોદયનો પગ જ મોટો હોય છે, કે જે ક્ષેત્રવિપાકી કર્મ હોય તે પણ તેને ફળવંત થાય છે. ૨૩
ખંડ - ૫ ની ઢાળ : ૩ સમાપ્ત