________________
ધમિલકુમાર રાસ
સા. બાવલને કરકંધુ વાવી જેહ ઉશ્કેરવી; હો લાલ સા. પીડાકારક તાસ, હવે કંટક ખેરવી. હો લાલ //શા. સ્વ. કુલપતિ કુર્ચ સમાન, વિષધર સરિખો હું થયો, હો લાલ સા. ચંદન સરિખા પુત્ર, ઘસે સુગંધે ફૂલ જયો. હો લાલ ll સા. માતને ક્લેશ ને હેત, જનમથી વાત સકલ થઈ, હો લાલ સા. ધાતે કયું શું કામ, પુત્રાભિધાન મુધામયી. હો લાલ ll સા. જનમથી વસતાં ગેહ, માતપિતા શોકે ભરૂયાં; હો લાલ સા. દેશાંતર રહ્યો તોહી, દુરાતમાએ દુઃખી કર્યાં. હો લાલ I૧વા. સા. એક અચંભો કેમ, અવિનિત હું સુખશ્રી વર્યો; હો લાલ સા. નહીં કૌતુક મા બાપ, સમરે મુજ તેણે સુખી કર્યો. હો લાલ II૧૧ સા. માછલી સમરણ જાત, મીનયુગલ જન જીવતાં; હો લાલ સા. ભુજંગી આલિંગિત બાલ, કુર્મી તથા અવલોકતાં. હો લાલ /૧રી સા. કહે સુવેગકુમાર; ખેદકરો નહિ અતિ ઘણો; હો લાલ સા. દુઃખદાયક નહી પુત્ર, જનકને દુઃખ અવગુણ તણો. હો લાલ /૧all સા. પિંડથી અધિકો દામ, દામ થકી વહાલી પ્રિયા; હો લાલ સા. તેહથી અધિક પુત્ર, પૂઠે અધિક ધરમ ક્રિયા. હો લાલ ૧૪ો. સા. તાતે દિયો પરદેશ, જેવા તુજ પુણ્ય તારણે; હો લાલ સા. ભાગ્ય ઉદય સુવિનીત, ગુણશ્રેણી લહી બારણે. હો લાલ ૧પો. સા. પ્રગટ્યો નૃપને પ્રમોદ, હૃદયાનંદના નંદને; હો લાલ સા. ન લહે કોણ આણંદ, પામી સુગંધિ ચંદને. હો લાલ //૧૬ll. સા વસ્ત્ર મલિન તજે લોક, રજકઘરે તડકે તપે; હો લાલ સા. ઉજજવલ નિર્મલ તેહ, દેવસેવાવસરે ખપે. હો લાલ /૧ સા. તુમ દર્શન શીત વાત, તાત હૃદયજવર વારણું; હો લાલ સા. દેખી તુમ મુખચંદ, નયન સુધારસ પારણું. હો લાલ ૧૮. સા. મલવા બહુ ઉતકંઠ, રહિયત શંખપુરી તણી; હો લાલ સા. ક્ષણ વરસાં સો થાય, વિનતિ શી કહિયે ઘણી. હો લાલ ૧૯ાા. સા. પિતૃમિલન ઉચ્છરંગ, એમ નિસુણીને કુંવર ધરે; હો લાલ; સા. દેશ ગામ લખ તાસ, નામાં લેખાં તસ કરે. હો લાલ રત્ન