________________
ખંડ - ૨ : ઢાળ - ૨
મદનમંજરીની સખીનું બહુમાન કરીને, વળી લેખ (પત્ર)ના જવાબમાં મુદ્રિકા (વીંટી) આપીને રવાના કરી. મદનમંજરીએ મોકલેલ લેખને પોતાની પાસે સંભાળીને રાખતો રાજકુમાર અગડદત્ત જમી કરી પરવારીને પોતાના આવાસમાં નિરાંતે આરામ કરતો બેઠો હતો. તે સમયે ત્યાં એક પ્રતિહારીએ આવી નમન કરીને આ પ્રમાણે કહ્યું. ॥૧॥
૮૧
શંખપુરીથી સંદેશ ઃ- સ્વામી ! શંખપુરીથી ઊંટડી ઉપર બે ઉત્તમ માણસો આવ્યા છે, અને તે સજ્જનો આપનાં દર્શન ક૨વાને ઇચ્છે છે, તો તેઓને માટે આપનો હુકમ શો છે ? ||૨|| શંખપુરીનું નામ સાંભળતાં કુમાર એકદમ ચમક્યો. દીર્ઘ સમયે (લાંબા સમયે) પોતાનું વતન યાદ આવ્યું. પ્રતિહારીને આજ્ઞા કરી કે “જાવો, જલ્દી તેઓને તેડી લાવો.” જ્યારે તે બંને પુરુષો અંદર આવી કુમારની સન્મુખ ઊભા રહ્યા, ત્યારે તેઓને જોતાં જ કુંવરે ઓળખી લીધા. અને જોતાં જ પોતે આનંદિત 44ì. 11311
ઓહ ! આ તો સુવેગ અને વાયુવેગ ! પિતાજીના પ્રિય પ્રધાનો છે. તેઓ બંનેએ પણ રાજકુમારને ઓળખી લીધા. આનંદ થયો. બંને જણાએ કુમારને પ્રણામ કર્યા. કુંવરે પણ બંનેના પ્રણામનો સ્વીકાર કર્યો. II૪II કુંવર પણ ત્વરિત ઊઠ્યો. બંનેને આલિંગન કર્યું અને પોતાની પાસે બેસાડ્યા. સ્નેહવશે માતાપિતાનાં સમાચાર પૂછવા લાગ્યા. “મારાં પૂજ્ય માતાજી-પિતાજી સર્વ કુશળ છે ને ? તેમની કુશળતાના સમાચાર વિસ્તારથી જણાવો.” ।।૫।।
ઢાળ બીજી
(સાહેલાની - એ દેશી)
સાહેલા હૈ, કુંવરને મધુરે બોલ, સુવેગ કહે વલતું તદા; હો લાલ સાહેલા છે, માતપિતા તુમ દોય, વરતે છે કુશલી સદા. હો લાલ IIII સા. તુમ વિરહાનલ દાહ, દેહ દહે દિન નિર્ગમે; હો લાલ સા. નયન રૂદન ઘર ની૨, તાપ હૃદયનો નવિ શમે. હો લાલ ॥૨॥ સા. પુત્રવિયોગ ત્રિકાળ, કાળ દશા ઇચ્છે ઘણી; હો લાલ સા. ગંગાવાસી લોક, જીવે તસ વયણાં સુણી. હો લાલ III સા. ગજવશી ચોરનો ઘાત, રાજસુતા વરી સાંભલી; હો લાલ સા. અમને મોકલ્યા આંહી, આજ વાત તે સવિ મલી. હો લાલ II૪॥ સા. સુવેગ મુખ સુણી વાત, નૃપસુત નયણે જલસિ૨ા; હો લાલ; સા. બોલે દુ:ખિત દેહ, પ્રસ્વેદ મેંદુરિયા ગિરા. હો લાલ IIII સા. ષિટ્ ધિશ્ મુજ અવતાર, અવિનીત દુર્જનથી સરે; હો લાલ સા. હું થયો શત્રુ સમાન, માતપિતા સુતઘી ધરે. હો લાલ IIદા