________________
ધર્મિલકુમાર રાસ
આ પ્રમાણે કહી, સુંદર એવો મોતીનો હાર કુંવરના ગળામાં આરોપણ કર્યો. અહા ! શું આટલો બધો સ્નેહ મારી ઉપર ધરાવે છે ? હું દૂર છતાં રાત-દિવસ મારું જ રટણ કરે છે ? કુમાર આશ્ચર્ય પામતાં બોલ્યો. I॥૨૫॥ અરે કુંવરજી ! શું વાત કરું ? તમારા વિરહથી વ્યાકુળ થયેલી તે વિષ ઘોળીને પીવા બેઠી. મને ખબર પડતાં મેં તે ઢોળી નાખ્યું. વળી એકવાર ફાંસો ખાવા તૈયા૨ થઈ. ત્યારે પણ મેં ફાંસો કાપી નાંખ્યો. મેં ખૂબ સમજાવી. સાથે ધી૨જ પણ ઘણી આપી, કે જીવતી હોઇશ તો જરૂર તારો પ્રાણનાથ તને મળશે. તમારી આશામાં આશામાં તે જીવી રહી છે. અને ઘણા દિવસે તમને જોઈ, આ લેખ
લખ્યો છે. ।૨૬।।
૮૦
કુમારનો જવાબ ઃ- કુંવર કહેવા લાગ્યો - કે “શું પ્રાણવલ્લભાની આટલી બધી અધીરાઈ ! આટલી બધી શંકા ચિત્તમાં આવી ?” એ મારી પ્રિયાને કહેજો કે “થોડા દિવસમાં તમને તેડી જઈશું. અને કહેલું વચન કદી મિથ્યા નહીં થાય.” ।।૨૭।। આ પ્રમાણે કહીને કુંવરે વસ્ર-આભૂષણ-તંબોલ આદિ આપવા વડે કરીને દાસીને સત્કારી અને આનંદિત કરીને કહ્યું. આ મારી રત્નજડિત મુદ્રિકા લે અને એ મારી પટ્ટરાણીને આપજે. ।।૨૮।।
“મારી પ્રાણપ્રિયા અને તારી સ્વામિનીની આંગળીની અંદર આ મુદ્રિકા (વીંટી)ને પહેરાવજે.” આ પ્રમાણે કહીને દાસીને વિદાય કરી અને આપેલો પ્રેમપત્ર કુંવર પોતાની પાસે હંમેશને માટે રાખે છે. ।૨૯।। બીજા ખંડની અંદર સુંદર એવા પ્રેમને જણાવતી પ્રથમ ઢાળ કહી. વીરનાં વચનને જેણે ગ્રહણ કર્યાં છે તે સંસારમાં રહેવા છતાં પણ ધર્મના નિયમમાં દૃઢ ટેકવાળા હોય છે. કુંવર દૂર છતાં મદનમંજરી પ્રેમથી તેને વળગી રહી છે. તેવી રીતે સંસારમાં રહેલા જીવો પણ ધર્મની અંદર દૃઢ ટેકવાળા હોય છે. II૩૦ના
દ્વિતીય ખંડની ઢાળ : ૧ સમાપ્ત -: Elei :
સખી વિસર્જી તેણે સમે, બેઠા રાજકુમાર;
કર જોડીને એમ કહે, આવી નમી પ્રતિહાર. ॥૧॥ સ્વામી શંખપુરી થકી, કરભી સ્થિત નર દોય; આવી ખડા તુમ દેખવા, શ્યો તસ હુકમ જ હોય. ॥૨॥ દેઇ હુકમને તેડિયા, આવ્યા જામ હજુર; તામ કુમારે ઓળખ્યા, દેખી આણંદપુર. ॥૩॥ સુવેગ વાયુવેગ એ, પિતૃવલ્લભ તસનામ; હર્ષિત કુમરને દેખીને કરતા દોય પ્રણામ. ॥૪॥ ઉઠી કુમરેં આલિંગિયા, બેસાર્યા નિજ પાસ; સ્નેહે માતપિતા તણા, પૂછે કુશળ વિલાસ. ॥૫॥