________________
ખંડ - ૨ : ઢાળ - ૫
૫
ભિક્ષુવેશ નૃપસુત ગણે, અવિશ્વાસનું ઠામ રે; ઘોડા શીધ્ર ચલાવતાં, આવ્યું ગોકુલ ગામ રે.વ...૧૧ દૂર વનાંતર ઉતર્યાં, જાણી ભોજન વેળા રે; નૃપનંદનને એમ કહે, જોગી જટિલ તેણી વેલા રે...વ.../૧ર/l આજ પરૂણા અમ ધરે; ભોજન સહુને કરાવું રે; ગોકુલ ગામ એ માહરૂં; દહીં દૂધ અશન તે લાવું રે..વ.../૧all ગયું ચોમાસુ બહાં કર્યું, તેણે આહિર મુજ રાગી રે, ગોરસ બહુલાં આણશે; એ મુજ શુભમતિ જાગી રે...વ...૧૪ હું જઈ આવું તિહાં લગે, જાવું નહિ મહારાજ રે; જન્મ સફળ માહરો થશે; જાણ વધારી લાજ રે....વ.../૧૫ એમ કહી તિહાં જઈ લાવીયો, ગોરસ મધુર બનાય રે; કહે કુંવરને આરોગીયે; ઉદ્યમ સફળ કરાય રે....વ.../૧૬ll ઋષિ ભોજન કર્ભે નહીં; વળી મસ્તક રસ જાત રે; તેણે ગોરસ ભોજન તણી, નવિ કરશો એ વાત રે...વ.../૧ણી કુંવર વચન સુણી સાથને; દહીં દૂધ તે જમાડે રે; વારે કુંવર નયને ગુરુ, કુશિષ્ય પરે નવિ છાંડે રે..........૧૮ તંબોલ દેઈ તે કહે; જમશું અમે હવે પુત્તા રે; વિષમિશ્રિત ભોજન કરી; તે તરૂતલે જઈ સૂતા રે....વ.../૧લા મદનમંજરી વચને કરી, ભોજન કુંવર કરાવે રે; રોષ ભર્યો જોગી તિહાં, ખેંચી ખગને ધાવે રે...વ...ારવા ચંદ્રમુખી લક્ષ્મી જિસી, નારી લેઈ કેણી કોર રે; જાઇશ કિહાં રે રાંકડા, હું દુર્યોધન ચોર રે....વ...રવા વિષ દેઈ પંથી હણ્યા, આવ્યો છે તુજ વારો રે; ખગ બળે ચૂરણ કરી, દેઉં જમ નૃપ ચારો રે....વ...રરી કુંવર સુણી વિસ્મિત અસિ, કુક્ષીઘાત દીએ વહેલો રે; હા હા કરી પડ્યો ભૂતલે; જે વહેલો તે પહેલો રે...વ...૨૩ દીનપણે તરસ્યો જુએ, કુંવર મુખ જલ ધ્યાવે રે; સુલસાસુત તવ તેહને, પાણી દયાએ પાવે રે....વ...૨૪ સ્વસ્થ થયો શીતલ જલે, કુંવર કીધ સમીરે રે; બીજે ખંડે પાંચમી, ઢાળ કહી શુભવીરે રે....વ..1રપા