________________
ખંડ -૫ : ઢાળ - ૬
! હસ્તીની મસ્તી વખતે એક દાણો ચાંપી જોયો. તો ચરુની પરીક્ષા થઈ ગઈ છે. એટલે આ સાગરના પાણીથી કણેક કંઈ બંધાય તેમ નથી. ।।૬।। તે સમયે તો “મારે પરણવું નથી.” એમ કહીને નિર્લજ્જ નાશી ગયો. અને શિયાળની જેમ બોડમાં પેશી ગયો અને હવે અમને બચાવનાર શૂરવીર ને પરાક્રમી ભરતારને છોડીને, આ રાંકને અમે પરણીયે ખરાં ? અર્થાત્ અમને જેણે બચાવ્યાં, તેને છોડીને, અમે સાગરને પરણનાર નથી. III
336
રાજન્ ! ભરી બજારમાં ચોકમાં, ધોળા દિવસે, રોતો રોતો ચાલ્યો ગયો. અમે તેના અંગને સ્પર્માં પણ નથી. કોઈ લેવડદેવડ હાથ થકી પણ થઈ નથી. અમે આઠે અણીશુદ્ધ કુંવારી કન્યા છીએ. અમારાં માતા-પિતા તથા જ્ઞાની ભગવંતો સાક્ષી છે. ।।૮।।
વળી જગતનો નિયમ છે કે ચોરીમાં ફેરા ફરતી કન્યા, ત્રીજા ફેરામાં જો વ૨૨ાજા કારણવશાત્ મૃત્યુ પામે તો, તે કન્યા સતી કહેવાય છે અને બીજાની સાથે લગ્ન થાય છે. તેમ અમે કુંવારી કન્યાઓ છીએ એમાં કંઈ અજુગતું નથી. “કુંવારી કન્યાને સો વર ને સો ઘર.” આ અમારી વાત છે. તે રાંકડાને જે કરવું હોય તે કરે. કરી કરીને કરશે શું ? ।। રાજન્ ! વાગ્ધાન થયેલી રૂણિને કૃષ્ણરાજા પણ અપહરણ કરીને લઈ આવ્યા હતા. છતાં સતીમાં શિરોમણી મનાય છે. શિશુપાલ સાથે દેવાયેલી હોવાથી, શિશુપાલ યુદ્ધે ચડ્યો. કૃષ્ણએ તેને રણમાં રોળી નાખ્યો. ૧૦ના
વળી સત્યભામાનો દીકરો ભીરૂ જે ઘણો બીકણ હતો. તેને માટે નવાણું કન્યાઓ પરણાવવા તૈયાર કરી હતી. તે કન્યાઓને પણ જંબુવતીનો દીકરો શાંબકુમાર પરણી ગયો અને પોતાને ધામ દ્વારકામાં લઈ આવ્યો. ।।૧૧। જો જાર્દવકુળમાં આ પ્રમાણે થયું હોય તો બીજા કુળની વાત શી ? તેઓ જો અપહરણ કરેલી કન્યાઓને પરણ્યા છે. જ્યારે અમે તો અમારી ઇચ્છાએ વ૨ના૨ છીએ. ।૧૨।
રાજુલ (પોતાના) ઘરે કુંવારી કન્યા રહી તોય ત્રિભુવનનાથની રાણી કહેવાણી. વળી નવભવ સુધી ભેગી ગવાણી. આવી જોડી તો જગમાં બીજે જોવામાં આવી નથી. કુંવારા છતાં પરણેલાં ગવાય ।।૧૩।। જયારે અમે તો અમને જીવિત આપનારને પ્રેમથી વરવા તૈયાર થયાં છીએ. ધમ્મિલકુમા૨નો અમારી ઉ૫૨ ઘણો ઉપકાર છે. માટે આ ભવમાં એ જ અમારો ભરથાર છે. ।૧૪।
રે આ રાંકડા સાથે પરણીને ઘર માંડવું, એ તો જિંદગીપર્યંત હૈયાહોળી રહેવાની. કૃષ્ણ મહારાજે પોતાની કુંવરીને વીરા-શાલવી સાથે પરણાવી. અંતે કન્યા દુ:ખી થઈ. છેવટે દીક્ષા લીધી. હે રાજન્ ! તમે પણ અમારી ઉપર ફરજ પાડશો અને જો અમારું ધાર્યું ન થાય તો અમે આઠેય આપઘાત કરશું. ।।૧૫। પણ અમે આઠેય એ ખારા સાગરદત્તની સાથે લગ્ન નહીં કરીએ. આ સંકટમાંથી કે તાત ! અમને પાર ઉતારો. ।।૧૬।।
કન્યાઓની વાત સાંભળી કપિલરાજા સાગરદત્તને કહે છે. હે શ્રેષ્ઠીપુત્ર ! તું હવે આ તારી હઠ છોડી દે. તો સાગરદત્ત ભવાં ચડાવીને બોલ્યો. આ વિશ્વમાં કોણ છે એવો કે જે મારી સ્ત્રીઓ બીજાને આપે છે ? ।।૧૭।। સાગરની વાત સાંભળી વળી કપિલરાજા કહે છે. હે સાગર ! તારામાં લેશમાત્ર બુદ્ધિ લાગતી નથી. તે તારી વાત ઉ૫૨થી લાગે છે. તું મૂર્ખ એવા મિત્રોના ટોળામાં વસતો લાગે છે, જે મિત્રો પણ સદ્બુદ્ધિ આપતા નથી. ।।૧૮।।
હે સાગર ! તું કોઈ નીતિશાસ્ત્રના પાઠ પણ ભણ્યો નથી. તેથી જ ગધેડાની જેમ ગાંડો-ઘેલો થઈને, ફરતો લાગે છે. કેમકે નીતિશાસ્ત્રના પાઠની જાણકારી વિના આ સંસારનો વ્યવહાર છેં ચલાવી