________________
ધર્મિલકુમાર રાસ
શકાય તે વ્યવહારની જાણકારી હોતી નથી. ૧૯॥ જે માતપિતાના ધન ઉપર તાગડધિન્ના કરતો હોય; વળી, કોઈપણ પ્રકારની વિદ્યા મેળવી ન હોય, વિદ્યા ન હોય એટલે વિવેક તો ક્યાંથી આવે ? તે જનો (માણસો) આ જગતમાં પશુ સરખા છે. I૨૦ના
સવૈયો ઃ
૩૩૮
રાજકુંવર અને મંત્રીપુત્ર બંને ઘણું ભણ્યા. પણ ગણ્યા નહોતા. તે બંને એકવા૨ ૨થમાં બેસીને બાજુના કોઈ નગ૨ ત૨ફ ફરવાને માટે નીકળ્યા. રસ્તામાં થાકી ગયા. તર્કશાસ્ત્ર ઘણું ભણ્યા હતા. રસ્તામાં રથ છોડીને બંને કોઈ વૃક્ષ નીચે બેઠા. રથના ઘોડા પણ બાજુમાં લીલુ ઘાસ ચરી રહ્યા હતા. ત્યાં થોડેક દૂર એક ઊંટ વૃક્ષના છાંયડામાં બેઠું હતું. ત્યાં એક ગધેડો તાપથી ખેદ પામેલો ઊંટના ગળા ઉપર પોતાની ડોક નાંખીને ઊભો હતો. આ રીતે બંનેને જોતાં, રાજપુત્ર ને મંત્રીપુત્ર વિચારે છે કે આ બંનેને ઘણો પ્રેમ થઈ ગયો લાગે છે. આપણે તેમનાં લગ્ન કરાવી આપીએ. હવે જમણવારમાં શું રાખશું ? કેમ કે વાલ વાયડા પડે. ભીંડો ભૂંડું કરે. ચણા તો પેટમાં દુઃખે આ રીતે બંને જણા બધામાંથી કંઈ કંઈ દોષ દેખાડવા લાગ્યા. સૌથી સારો લીંબડો. જે નીરોગી, તેમાં કોઈ દોષ દેખાતો નથી. બંને જણાએ લીંબડાનાં પાંદડાં ભેગાં કર્યાં. તેને વઘારવા ઘી તો જોઈએ. નગરમાં જઈ ઘી લઈ આવ્યા. હવે બંને વિચારે છે કે ઘીના આધારે આ ભાજન છે કે ભાજનના આધારે ઘી છે એમ આધાર આધેયભાવ વિચારતાં પાત્ર ઊંધુ કર્યું. શું થાય ? બધું ઘી ઢોળાઇ ગયું. આટલી વારમાં તેમની નજીક આજુબાજુ ઘણાં લોકો ભેગા થઈ ગયા હતા અને આ રીતે પાત્ર જોતાં ઘી ઢોળાતાં, જોઈ લોક હસવા લાગ્યા. અને કહેવા પણ લાગ્યા કે “ઘી ઢોળાય તે સારું ન કહેવાય. અપશુકન થાય.” આ સાંભળી તે બે મૂર્ખા લોકોની સામે ધૂળ ઉડાડે છે. લોકો ઠપકો આપવા લાગ્યા રે ! ગધેડાઓ આ શું કરો છો ! તમે ઘણું ભણ્યા પણ નીતિશાસ્ત્રના માર્ગને તો જાણતાં નથી. તેથી ગધેડા જેવા છો. હે સાગરદત્ત તું પણ આવો મૂર્ખ છે.
પૂર્વઢાળ :- ચાલુ ઃ
વળી જેવી રીતે કોઈ ભિલ્લ મલયાચલ પર્વત ઉપર જઈ ચઢે અને ત્યાં આગળ ચંદનનાં વૃક્ષો જોઈને લાકડાં કાપીને લાવે અને તેનું ઇંધન કરીને બાળે, તેવી રીતે કોમળ સુકુમાળ આ કન્યાઓ મૂર્ખના સંગરૂપી દાવાનળમાં ચંદનના બળતણ સરખી થાય છે. ચંદન કિંમતી છે તેવું જ્ઞાન ભિલ્લને હોતું નથી. માટે બળતણમાં વાપરે છે. મૂર્ખની સંગત પણ તેવી જ છે. તેની સંગતે કન્યા જીવે ત્યાં સુધી બળવાનું જ રહે. ।।૨૧।। વળી કપિલરાજા બોલ્યા હે સાગર ! આ કન્યાદાનનો અધિકાર તેનાં માતા-પિતાનો છે પણ આ ચતુર કન્યાઓ હમણાં મને જ પિતા તરીકે માને છે અને તે કારણે મેં પણ તેમને પુત્રી કરીને રાખી છે. માટે કહું છું કે તેની આશા તું છોડી દે અને અહીંથી ચાલ્યો જા. ।।૨૨।। રાજાની આવા પ્રકારની વાણી સાંભળીને સાગરદત્ત ઘણો ખિજાઈ ગયો. ને બોલ્યો. હે લંબકર્ણ ગધેડા ! એના બાપરાજા ! તમે સૌ તેને પરણી જાઓ. એમ બોલી ભયભીત થઈને નાઠો. વળી તે નગરમાં પણ સાગર મૂર્ખ તરીકે પ્રખ્યાત થયો. ૨ા
ધમ્મિલની સાથે આઠે કન્યાઓના લગ્ન ઃ- રાજાએ ધમ્મિલકુમારને રાજદરબારે તેડાવ્યો. રાજદરબારે તોરણ બંધાવ્યાં. મંડપ રચાવ્યો. વાજિંત્રના નાદ ગાજવા લાગ્યા. ઠાઠમાઠપૂર્વક ઓચ્છવ સાથે આઠે કન્યાનાં ધમ્મિલકુમાર સાથે લગ્ન કરાવ્યાં. ॥૨૪॥ આઠે કન્યાનાં માતાપિતાએ પણ જમાઈરાજાને કન્યાદાન અવસરે ઘણું દ્રવ્ય આપ્યું. અઢળક સંપત્તિ ધમ્મિલને કન્યાઓ સાથે પ્રાપ્ત થઈ.