________________
339
ધમ્મિલકુમાર રાસ
પૂર્વઢાલ :
મલયાચલ ભિલ્લ નિહાળેજી, ચ. ચંદન ઇંધન કરી બાળેજી,
કન્યા કદલી સુકુમાલજી, ચ. મૂરખ સંગત દવ ઝાલજી..અવસર...॥૨૧॥ કન્યાદાને અધિકારજી, ચ. તસ માતપિતા હશિયારજી,
તે કરતાં અમ ઘર આવીજી, ચ. અમે પુત્રી પણે કરી ભાવીજી...અવસર...॥૨૨॥ સાગર બોલ્યો લંબક૨ણોજી, ચ. એના બાપ રાય સહુ પરણોજી,
કહી નાઠો થઈ ભયભીતજી, ચ. થયો નગરે મૂર્ખ વિદિતજી...અવસર...I॥૨૩॥ તોરણ બાંધી દરબારજી, ચ. ઘર તેડી રાયે કુમારજી,
કરી ઉત્સવ મહોત્સવ ઠાઠજી, ચ. પરણાવી કન્યા આઠજી..અવસર...૨૪ તસ જનકાદિક તેણી વારજી, ચ. દીએ કુંવર ઋદ્ધિ અપારજી,
ભરતાંમાં સર્વ ભરાયજી ચ. જલધિમાં નદીયો સમાયજી..અવસર...॥૨૫॥ વરકન્યાને વોલાવેજી ચ. ધમ્મિલ વિમલા ઘર આવેજી, સુખ વિલસે સર્ગ સમાણાજી, ચ. નિત નિત ઉત્સવ ટાણાજી...અવસર...॥૨૬॥ ખંડ પાંચમે છઠ્ઠી ઢાળજી, ચ. શુભવી વચન સુરસાલ;
જો ચાહો લક્ષ્મી કમાણીજી, ચ. કરો પુણ્ય જગતના પ્રાણીજી;..અવસર...||૨ની સાગરદત્ત રાજસભામાં :- સાગરદત્ત શ્રેષ્ઠીપુત્રે કપિલ રાજા પાસે ફરિયાદ કરી. તે ફરિયાદ સાંભળી, રાજાએ તે આઠેય કન્યાઓને રાજસભામાં બોલાવી. કન્યાઓ તો ચતુર અને હોંશિયાર હતી. રાજસભામાં આવીને રાજાને હાથ જોડી પ્રણામ કર્યા. અને રાજા સામે આવી ઊભી રહી. અવસર વિનાનું આમંત્રણ મળ્યું છે. આઠે કન્યાઓ એકીસાથે એક અવાજે રાજાને કહેવા લાગી. હે પિતાતુલ્ય રાજન્ ! આપ તો દીનદયાળ છો. સાંભળો, દેવલોકમાં રક્ષણ કરનાર ચાર લોકપાલ છે. છતાં મનુષ્યનું રક્ષણ કરી શકતા નથી. ।।૧।। પણ આપ તો અમારે માટે પાંચમા લોકપાલ છો અને અમારા રક્ષણહાર છો. મારવાડની ભૂમિમાં જો એકપણ આંબાનું વૃક્ષ મળી જાય તો, તે નજીકના નગ૨જનો માટે અને મુસાફરો માટે ઘણું ઉપકારી થાય છે. ।।૨।।
કારણ કે ! આંબો ફળ આપે અને છાંયડો પણ આપે. પણ મેરુપર્વત ઉપર ઇચ્છિતને આપનારું છે કલ્પવૃક્ષ. પણ તે ત્યાં ઉપર હોવાથી અમારા માટે નકામું છે. તો તે નિર્ગુણ કલ્પવૃક્ષનાં વખાણ શાં કરવાં ।। વળી જે કંગાલ-નિર્બળ-અનાથ-બાળ-વૃદ્ધ-તપસ્વી-દીન અને અન્યાય થકી પરાભવ પામેલા, તે બધા જીવોના આશ્રયદાતા માત્ર ને માત્ર રાજા હોય છે. તેમ અમે પણ તમારે આશ્રયે છીએ. II૪।। હે રાજન્ ! અમે પણ આજ નગરના નાગર (પ્રજાજન) છીએ. અમે પણ આ સાગરદત્તથી ભય પામેલાં છીએ. હે મહારાજ ! અમે તમારે શરણે આવ્યાં છીએ. અમે આવવાનાં હતાં. ત્યાં તો આપે જ અમને બોલાવ્યાં. “ભાવતું હતું ને વૈધે બતાવ્યું.” આ સાગરદત્ત તો અમને યમરાજને સોંપીને પોતાનો જીવ લઈને ભાગી ગયો હતો. ॥૫॥ જંગલમાં આગ લાગી હોય, ત્યારે વૃક્ષ ઉપર રહેલાં પંખી પણ પોતાની પત્નીને છોડીને નાસી જતા નથી. અર્થાત્ પોતાની સ્ત્રીને સાથે લઈને જાય છે. હે રાજન્