________________
ખંડ -- ૨ : ઢાળ - ૯
જો ઉત્તર તું નવ દીયે રે, તો જીવિત ધિક્કાર રે; દીર્ઘ પંથે પ્રિયા ચાલીયાં રે, ફૂટે ન હઈઆ ગમાર રે.......ll૧૪॥ શી ચિંતા કરવી ઘણી રે, કરવો કાષ્ઠ પ્રવેશ રે; પ્રાણ પ્રિયા સહ પાવકે રે, બળતાં શમશે ક્લેશ .......૧૫૫ા એમ ચિંતી ખડકી ચિતા રે, માંહે સૂવા૨ી નાર રે; વનદેવને કહે પરભવે રે, હોજો સ્ત્રી ભરતાર રે......॥૧૬॥ એમ કહી હાથ અગ્નિ ગ્રહી રે, જવ પેસે ચય સોય રે; તવ આકાશથી ઉતરી રે,આવ્યા વિદ્યાધર દીય રે...રા...॥૧૭॥ તે કહે સાહસ મત કરો રે, સાંભળ અમ વિરતંત રે; વૈતાઢયે રથનૂપુરે રે, અમ વસતી સુણ સંત રે.......॥૧૮॥ સમેતશિખર યાત્રા કરી રે, વળતા આ વનવાસ રે; અગ્નિ ચિતા નર દેખીને રે, આવ્યાં અમે તુમ પાસ રે.......ll૧લી આચરણા અવિવેકની રે, કેમ કરો કહો સત્ય વાત રે; કુંવરે મૂલ થકી કહ્યો રે, સર્પાદિક અવદાત રે......રવા વાત સુણી વિદ્યાધરે રે, છાંટ્યું મંત્રી જલ અંગ રે,
નયનકમળ વિકસી તદા હૈ, ઉઠી બેઠી ખડંગ રે......||૨૧|| મદનમંજરી અવલોકતાં રે, વિસ્મય પામ્યો કુમાર રે, કહે ભલે પાઉધારીયા રે, કીધો અમ ઉપકાર રે........૨૨ તુમ સરિખા નરરત્નનાં રે, દર્શન દુર્લભ થાય રે; જેમ મેરૂધના લોકને રે, સુરતરૂ શીતલ છાંય રે.......॥૨૩॥ મેઘ નદીજલ તરૂ ફળ્યાં રે, રવિ શશી અંબર ઠામ રે; તુમ સરિખા વિધિયેં ધર્યા રે, રત્નગર્ભા ભુવિ નામ રે.......॥૨૪॥ ખેટ કહે અમે નવિ કીયો રે, તુમ ઉપકૃતિ લવલેશ રે; ખેતી બલ કરે કર્ષણી રે, નિજ આતમ ઉદેશ રે......॥૨૫॥ એમ કહી ખેટ ગગને ગયા રે, કુંવર પ્રિયા ગ્રહી બાંહી રે;
મંદ મંદ પગ ચાલતી હૈ, અંધકાર નિશિ માંહી રે...રા...॥૨૬॥ કામદેવ-દેહરે જઈ રે, હાથે વસ્ર બિછાય રે; શયન કરાવી સુંદરી રે, કહે તનુ શીતે ઠરાય રે.......રા તવ કુંવર વનમાં જઈ રે, અરણીમાંથી શિખી કીધ રે, જગતે હાથ હુતાશને રે, કાષ્ટની ભા૨ી લીધ રે.......॥૨૮॥
૧૧૫