________________
૧૧૪
ધમ્મિલકુમાર રાસ
ઢાળ નવમી
(જીવ જીવન પ્રભુ કિહાં ગયા રે...એ દેશી) રાગે રંગાણી ચેતના રે, વસા વસી ગલી પાસ રે; વાસ ભુવન ધન તન તજી રે, રોરૂએ રૂદત નિરાશ રે.......IIII તપ જપ સુત દૂ વમે રે, રાગ નદી ધન પૂર રે; પડિયા નડિયા વિ જડે રે, પૂર્વે ભાનુદત્ત' સૂર રે....... દેશ ત્યાગ ગુણ એહ છે રે, ઘણ કુટ્ટણ દુઃખ દીઠ રે, રાગ તણો ગુણ એહ છે રે, જોયતી રાતી મજીઠ રે.......ગી પણ ચિત્રશાલી વન ગણે રે, યુવરાજ રમણી પાસ રે; એક પ્રહર રાત્રિ ગઈ રે, સુખભર નિંદ નિવાસ રે......ll મદનમંજરી નિદ્રા વશે રે, લટકંતો એક હાથ રે; ૨થ બાહેર કજનાલી જયું રે, રથનાભિની સાથ રે.......પા ભુર્જે ભુજંગમ ડંશીયો હૈ, દુષ્ટ ફણીધર જાત રે; ડશી ડશી મુજ પન્નગે રે, બોલી નિદ વિદ્યાત રે......મા જાગ્યો કુંવર નિદ્રા તજી રે, શીઘ્ર ઉતરીયો હેઠ. રે; તમશી નિશિ પણ જોવતાં રે, મૂર્ધમણિ ફણી દીઠ રે.......IIના સા મૂર્છિત વિષ વેગથી રે, તસ દુઃખ શોક વિભાગ રે; કુમરે પણ મૂર્છા લહી રે, જેમ વૃક દેખી છાગ રે.......IIII વન વાયુ શીતલ લહી રે, ચૈતન્ય પામ્યો કુમાર રે; પણ નવિ ઉઠી વલ્લભા રે, કીધા બહુ ઉપચાર રે.......લા મંત્ર તંત્રાદિક બહુ કીયા રે, પણ ન થયો ગુણ તાસ રે; થઈ અચેત મૃતક સમીરે, ન લહે નાકે નિશ્વાસ રે.......૧તા અંકે આરોપી તેહને રે, મોહિત સ્નેહ કુમાર રે,
કરુણ સ્વરે રોતો તિહાં રે, જેમ વિજોગી નાર રે.......॥૧૧॥ પ્રાણ પ્રિયા હા ક્યાં ગઈ રે, એકલો તજી મુજ રાણ રે; રાજ્ય ભોગ તુજ વિણ કિશ્યો રે, તુજ સાથે મુજ પ્રાણ રે......૧૨॥ લક્ષ્મીરૂપ શશીમુખકલા રે, વચન અમૃત કીહાં તુજ રે; દક્ષ કટાક્ષ નયન કિહાં રે, હંસગામિની કહો મુજ્જ રે.......ll૧૩
૧. વીરવિ. કૃત ચોસઠ પ્રકારી પૂજામાં - દર્શનાવરણીય પૂજામાં અક્ષતપૂજામાં આ નામ છે. દૃષ્ટાંત મળ્યું નથી.