________________
-: પંડિત શ્રી વીરવિજયજી વિરચિત :
: ધમ્મિલકુમાર રાસ :
II દ્વૈતવિલંબિત વૃત્તમ્ |
સકલશાસ્રમહોદધિપારગં, સમરસૈક્સધારસસાગર સુખકરું શુભવૈજયનામક, મનસિ મંત્રમિમં પ્રજપામ્યહમ્ । કમલભૂતનયામભિનમ્યતાં, કવિજનેષ્ટમનોરથદાયિની રસિક પ્રાકૃતબંધ કથામિમાં, વિરચયામિ વ્રતોદયહેતવે II -: દોહા :
શ્રી શંખેશ્વર પાસજી, જે જગમાં વિખ્યાત, સમરી અમરી પરવરી, સુરી પદ્માવતી માત. ॥૧॥ વિજયવતી વિજયાભિધા, માતથી અધિક સનેહ, નિત્ય રહે હૃદયાંતરે, વીર્યભૂત મુજ દેહ. ॥૨॥ નામ પકારાદિક સુણી, પૂરણ પ્રગટે પ્રીત, મુજ પદ્માવતી નામની, શંકાશંકિત ચિત્ત. ॥૩॥ તેહ તણા સુપસાયથી, રચના રચશું સાર, વસુદેવ હિંડે કહ્યો, સુંદર જે અધિકાર. ॥૪॥ વીરજિણંદ સમોસરણ્યા, ગુણશીલચૈત્ય મઝાર, બારે પરખદા આગલે, ભાખે વ્રત આચાર. ॥૫॥ સમકિતવંતને મુક્તિનો, મારગ દોય પ્રકાર, દેશવિરતિ શ્રાવક તણો, સર્વવિરતિ અણગાર. ॥૬॥ ચરણ૨થે ધોરી બેહુ, દોરી બહુશ્રુત હાથ, જ્ઞાની નર જો આણુઓ, તો સવિ સુખિયો સાથે. ા મારગ ગમન સાધન વિધિ, સદ્ગુરુ વચન પ્રમાણ, ઉત્સર્ગ ને અપવાદથી, બિહું ભેદે પચ્ચક્ખાણ. ॥૮॥ આનિરાશી ભાવથી, તપ કીધું ફલવંત, સ્યાદ્ાદ સિદ્ધાન્તમાં, સાચે નહિ એકાંત. ॥લા આશોભાવે તપ કર્યું, આંબેલનું ખટ્યાસ, આ ભવમાં ધમ્મિલકુંવર, પામ્યો ઋદ્ધિ વિલાસ. ૧૦ના પ્રેમે પૂછે પરખદા, કુણ ધમ્મિલકુમાર, જગતગુરુ કરુણાનિધિ, ઉપદેશે અધિકાર. ॥૧૧॥