________________
II શ્રી શત્રુંજય તીર્થાય નમઃ II ॥ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે ॥ ॥ નમો નમઃ શ્રી શાન્તિચંદ્રસૂરયે ॥
-: પંડિત શ્રી વીરવિજયજી વિરચિત :
: ધમ્મિલકુમાર રાસ :
(અનુવાદ) અથ પ્રથમ ખંડ પ્રારંભ
મંગલાચરણ :
ભાવાર્થ :- સમસ્ત શાસ્રરૂપી, સમુદ્રના પાર પામેલ, સમતારસના એક અમૃતસાગર જેવા, સુખને કરનારા એવા “શ્રી શુભવિજય” નામના (ગુરુ) મંત્રનો હું મનમાં જાપ કરું છું. ॥૧॥ કવિજનના ઇષ્ટ મનો૨થને પૂર્ણ ક૨ના૨ી એવી સરસ્વતી (કમલભૂ બ્રહ્મા તનયા પુત્રી, બ્રહ્માની પુત્રી સરસ્વતી) માતાને વિશેષ નમન કરીને સુંદર પ્રાકૃત ભાષામાં રચાયેલ આ કથાની રચના વ્રત (પચ્ચકખાણ)નો ઉત્સાહ વધે તે હેતુથી હું કરું છું. ॥૨॥ દેવ-ગુરુની સ્તવના :
જગતમાં જે પ્રસિદ્ધ છે એવા શ્રી શંખેશ્વર પાસજીનું અને દેવીઓથી પરિવરેલ માતા પદ્માવતી દેવીનું હું સ્મરણ કરું છું. ॥૩॥ વિજય પામેલી વિજયા નામની દેવી કે જૈની ઉપર મને માતાથી પણ અધિક સ્નેહ છે. હંમેશાં તે મારા હૃદયાંતરમાં રહેલી છે અને તેના પ્રભાવથી મારું શરીર આવા કાર્યમાં શક્તિમાન થયેલ છે. II૪॥
‘પ’ કારથી (એટલે પ્ થી શરૂ થતા નામના અક્ષરથી) શરૂ થતા નામને સાંભળતાં જ પૂર્ણ પ્રીત પ્રગટે છે. તેથી પદ્માવતી એવા નામમાં મારું ચિત્ત શંકા રહિત છે (કેમ કે પદ્માવતી એ નામ ‘પ્’ અક્ષરથી શરૂ થાય છે તેથી આ ગ્રંથ પૂર્ણ થશે તેવી શ્રદ્ધા છે.) અને તેની કૃપાદૃષ્ટિથી વસુદેવહિંડી ગ્રંથમાં જે સુંદર અધિકાર કહ્યો છે તેના આધારે સુંદર રચના રચીશ. IIII
એકવાર શ્રી વીર પરમાત્મા ‘ગુણશીલ’ નામના ચૈત્યમાં સમોસર્યા છે, અને બારે પર્ષદા આગળ વ્રત – આચારનો ઉપદેશ આપતાં કહે છે. IIIા સમ્યક્ત્વવાળા જીવને મોક્ષના બે માર્ગ છે. શ્રાવકનો માર્ગ તે દેશવિરતિ કહેવાય અને સાધુનો માર્ગ તે સર્વવિરતિ કહેવાય. ॥૮॥
ચારિત્રરૂપી રથને ખેંચવામાં બંને માર્ગ વૃષભ સમાન (મુખ્ય) છે અને તેની દોરી (સંચાલન) બહુશ્રુતના હાથમાં છે. જો જ્ઞાની પુરુષ આગળ હોય તો સાથે રહેલો સર્વ સાર્થ સુખ પામે છે જ. IIલો
મોક્ષમાર્ગમાં ગમન કરવા માટેની સાધનાની વિધિમાં સદ્ગુરુનું વચન પ્રમાણ છે. (એટલે સદ્ગુરુ બતાવે તે સાધના ફલવાન બને છે) અને તે પચ્ચકખાણ ઉત્સર્ગ અને અપવાદ બંને રૂપે હોય છે. ।।૧૦।। આશંસા રહિત તપ કર્યું હોય, તે ફળ આપનારું થાય છે. પણ સ્યાદ્વાદ સિદ્ધાન્તમાં આ વાત એકાંતે સત્ય નથી. કારણ કે ||૧૧||