________________
ખંડ - ૧: ઢાળ - ૧
આશંસા સહિત આંબેલનો છ મહિના સુધી તપ કરનાર ધમ્પિલકુમાર આ ભવમાં ઋદ્ધિનો વિલાસ • પામ્યો અર્થાત્ અપાર ઋદ્ધિ મેળવી. /૧૨ા ત્યારે પર્ષદામાં બેઠેલ જિજ્ઞાસુઓ પ્રેમથી પૂછે છે. તે પરમાત્મા ! એ ધમિલકુમાર કોણ હતો ? ત્યારે જગતગુર કરુણાનિધિ વીરપ્રભુ એ અધિકાર જણાવે છે. ૧all.
-: ઢાળ પહેલી :
(રાગ :- દેશી-રસિયાની) સયલ દ્વીપસાગર સેવિત સદા, સમવૃત સોવન થાલ સલૂણા જંબુદ્વીપ મનોહર દ્વીપમાં, મોહોટો મેરૂ વિચાલ //સલૂણાll
જિનવચનામૃત પ્રેમે પીજીએ એ આંકણી/૧ ચાલીશ જોજન ઉપર ચૂલિકા, મહિપતિ મુકુટ વિધ્યાજ સ. ધરી પૈર્ય ઉભો રહી જોવતો, ચારે બાંધવનું રાજય સ.ll નૈષધ રોષ વશે રાતો રહે, મદભર છાક્યો નીલવંત સ. મેરૂ મહિધરની મરજાદથી, પિતરી પણ ના જાઝત //સ૩ ચાર દિશિ વિદિશિ મેરૂ થકી, સુરનરવસતિ વિખ્યાત સ. સાતે ક્ષેત્ર યથા સાધન તણા, તેમ વસતીનાં રે સાત સ.૪ દક્ષણ દિશિ જલધિ તટ લવણને, ધનુષ ચઢિત આકાર સ. પેટભરતમાં તીરથ ધરમનાં, વિચરતા અણગાર સ.//૫ પૂરવદેશ મનોહર તેહમાં, નામે નયર કુશાતે સ. હરી નગરી હલકી ઉંચી રહી, વલિય વિશેષે રે વાત llસ./૬ વાપી વપ્ર વિહાર વર્ણ ઘણા, વાઘેશ્વરીના પ્રાસાદ સ વાચંયમ વનિતા વનવાટિકા, વિદ્યા વિબુધના વાદ સિટll૭ વાદી વિપ્ર વણિક વેશ્યા વસે, વારણ વાજી ને વીર સ. વારી વૈદ્ય વિવેકી વિનયી છે, વાહિની વહેતાં રે નીર //સ./૮ વેસર વસ વિત્ત ને વલ્લિકા, સજજન સુખિયા રે ખાસ સ. રાજા જિતશત્રુ તે નયરનો, ધારિણી રાણી રે તાસ /સ.ll૯ નામે સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી વસે, તે નગરે ધનવંત સ. નારી સુભદ્રા સતી ય શિરોમણિ, પ્રીતમ પ્રીતિ અત્યંત સ./૧૦ સુખીયા દેવદુગંતુકની પેરે, પાલતા ઘરવાસ સ. પણ એક સુત વિણ ઘર શોભે નહિ, જો બહુ સજજનવાસ સ./૧૧