________________
ધર્મિલકુમાર રાસ
રડતાં વઢતાં પડતાં રજભર્યાં, માયને ખોલે રે બાલ સ. હૃદય મુખે કંઠે વળગ્યાં રહે, જનક જુએ ઉજમાલ //સ./૧૨ ભોજનવેલા ભેળા રસવતી, જમતાં રમતાં તે જાય સે. ઓચ્છવ નાતિજમણ જન શિંસતાં, પુણ્ય પનોતી રે માય /સ./૧૩ એમ ચિંતવતાં દોય દંપતી, કુલદેવીને પુછાય સ. દેવી કહે જિનધર્મ પસાયથી, પુત્રાદિક સુખ થાય //સ.૧૪ સદ્ગુરુ સંગે ધર્મને સેવતાં, જનમ્યો નંદન એક સ. વિદ્યાવંત પુરુષને હૃદયમાં, જિમ વર પ્રગટે રે વિવેક સ./૧૫ ધમિલ નામ ઠવ્યું ઓચ્છવ કરી, ભોજન સાજન સાર સ. જેમ ગિરિકંદરમાં સુખભર વધે, નિર્ભય કેશરી બાલ સ./૧૬ પંચ ધાવશું ધમિલકુમાર તે, તેમ વૃદ્ધિવંતો રે નિત્ય સ. માતા મુખ જોતી હુલરાવતી, ગાવતી મંગલ ગીત llસ.ll૧૭ આઠ વરસનો કુંવર હુઓ યદા, જનકે મુક્યો નિશાલ સ. પુરુષકળા બહોંતેર નિપુણ ભણ્યો, સુંદર રૂપ રસાલ સ./૧૮ વિદ્યામંત્ર વિજ્ઞાન કુશલ હુઓ, સદ્ગુરુ વિનયે ઉપદેશ સ. માતપિતા ભૂપતિ મન રંજતો, પામ્યો યૌવન વેષ સ.ll૧૯ નવતત્ત્વાદિક ભાવ સકલ ભયો, જૈન મુનિની રે પાસ સ. ભાવવિશુદ્ધ જિનપૂજા કરે, શ્રદ્ધા સંયુત વાસ. સ.૨૦ રાસ ભલો શ્રી ધમ્પિલકુમરનો, તેની પહેલી રે ઢાલ સ.
શ્રી શુભવીર રસિક શ્રોતાજનો, સુણજો થઈ ઉજમાલ સારવ જંબુદ્વીપની શોભા :
ભાવાર્થઃ હે સલૂણા ! તમે પ્રેમથી જિનવચનામૃતનું પાન કરો. રાજાના મસ્તકે મુગટ શોભે તેમ મેરૂ ઉપર ચાલીશ યોજનની ચૂલિકા શોભે છે. તે મેરૂ પૈર્ય ધરીને ઊભો છે. તે જાણે ચારે ભાઈઓના (હિમવંત, મહા હિમવંત, રૂકખી, શિખરી... પર્વતરૂપી ચાર ભાઈનાં) રાજયને જોતો ન હોય તેવો મેરૂપર્વત શોભે છે.
સર્વદ્વીપ સાગરથી હંમેશાં સેવાયેલ, સુવર્ણના થાલ જેવો ગોળાકાર જંબુદ્વીપ નામના મનોહર દ્વિીપમાં વચમાં મોટો મેરૂપર્વત આવેલો છે. જેના કારણે બેની આગળ નિષધ પર્વત લાલ રંગનો છે. તે જાણે ક્રોધથી ધમધમતો ન હોય. અને બીજા બેની આગળ નીલવંત પર્વત લીલા રંગનો, જાણે મદિરા પીવાથી છકી જઈને નીલ વર્ણ ધારણ કર્યો હોય તેમ ઊભા છે. પરંતુ મેરૂપર્વતની મર્યાદા વચ્ચે આવવાથી તે પિતરાઈ ભાઈઓ હોવા છતાં યુદ્ધ કરતા નથી. (અર્થાત્ મેરૂની એક બાજુ હિમવંત મહાહિમવંત