________________
ખંડ - ૧ : ઢાળ - ૧
પર્વત છે અને બીજી બાજુ રૂકખી શિખરી પર્વત છે. સાથે નિષધ અને નીલવંત પર્વત = કુલ ૬ વર્ષધર પર્વતો છે.) IIII મેરૂની ચારે દિશા તથા વિદિશામાં દેવ અને મનુષ્યની વસતી પ્રખ્યાત છે. જેમ ધનનો વ્યય કરવા સાતક્ષેત્ર છે. (જિનમંદિર, જિનમૂર્તિ, જિનઆગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) તેમ રહેઠાણ માટે સાતક્ષેત્ર છે. (ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક્, હિરણ્યવંત, ઐરાવત = સાતક્ષેત્ર) ॥૪॥
૫
દક્ષિણ દિશાના લવણ સમુદ્રના કિનારા ઉપર જાણે ધનુષ્ય ચઢાવ્યું ન હોય ! તેવા આકારવાળું ભરતક્ષેત્ર છે. તેની અંદર ધર્મતીર્થ (જંગમ તીર્થ) સરખા (અણગાર) સાધુઓ વિચરી રહ્યા છે. તે મનોહર ભરતક્ષેત્રના પૂર્વ દેશમાં કુશાર્ત નામનું નગર છે. પણ (તેને જોઈને) ઇન્દ્રની નગરી પોતાની જાતને હલકી માનીને ઊંચી રહી. વળી તે નગરમાં વિશેષ જે વાત છે તે કહીએ છીએ. વાવડી (કિલ્લા), વપ્રવિહાર (આશ્રયસ્થાનો), ઘણા વર્ણ (જાતિ)ના લોકો, વાઘેશ્વરીના (સરસ્વતી) પ્રાસાદો, વાચેંયમ (પંડિત), વનિતા (સ્ત્રીઓ), વનવાટિકા (બગીચા), વિદ્યા વિબુધ નાં વાદ કરનારાં ના
વાદી, વિપ્ર (બ્રાહ્મણ) વણિક, વેશ્યા, વારણ (હાથી) વાજી (ઘોડા) અને વીરપુરુષો, વારિ (પાણી), વૈદ્ય, વિવેકી જનો, વિનયવાળાં લોકો ત્યાં વસે છે. વળી વાહિની(નદીઓ)ઓમાં ખળખળ નીર વહી રહ્યાં છે. વેસર (ઊંટ), વજ્ર, વિત્ત (પૈસો) અને વલ્લિકા (વેલડી) ‘વ’ થી શરૂ થતી આવી ઘણી વસ્તુઓ તે નગરમાં ઘણી શોભારૂપ હતી. અને ત્યાં ઘણા સુખી સજ્જન લોકો હતા. તે નગરમાં (કુશાર્ત નગરી) જિતશત્રુ નામનો રાજા હતો. તે રાજાને ધારણી નામે રાણી હતી.
તે નગરમાં ધનિક એવો સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી રહેતો હતો. સતીઓમાં શિરોમણિ અને પ્રિયતમ ઉ૫૨ અત્યંત પ્રીતિ રાખનારી એવી આ શ્રેષ્ઠીને સુભદ્રા નામે સ્ત્રી હતી. ।।૧૦। દોગુંદક દેવની જેમ તેઓ સુખપૂર્વક ગૃહવાસ પાળતાં હતાં. તેના ઘ૨માં ઘણા સજ્જન (સારા) નોકરો વગેરે હોવા છતાં પણ એક પુત્ર વિના ઘ૨ શોભા વિઠૂર્ણ હતું. ॥૧૧॥ રડતાં, ઝઘડતાં, પડતાં આખડતાં, ધૂળથી મેલાં થયેલા બાળકો આવીને, માના ખોળામાં પડતાં હોય તેવાં મેલાં બાળકને પણ મા હૈડે, મોઢે, કંઠે પ્રેમથી વળગાડતી હોય અને પિતા આ દશ્ય આનંદથી જોતા હોય. તેવી સ્ત્રીઓ આ જગતમાં ધન્યવાદને પાત્ર છે. ।।૧૨।। વળી ભોજન વખતે ભેળાં થઈને, રસોઈ જમતાં જમતાં, પાછા રમવા જતાં રહેતાં હોય છે. ઓચ્છવ - ન્યાતિજમણ વગેરે સમયે લોકો પ્રશંસા કરતાં હોય કે આનું બાળક કેવું છે ? વગેરે વગેરે બોલીને, લોકો પ્રશંસા કરતાં હોય. ખરેખર ! આવી પુણ્યશાળી માતાને ધન્ય છે. (હું અધન્ય છું કે મને હજુ પુત્રરત્નની પ્રાપ્તિ નથી થઈ.) ।૧૩।।
આવો વિચાર કરતાં દુ:ખી થયેલા એવા દંપતીએ પોતાની કુળદેવીને પૂછ્યું કે “અમને પુત્રની પ્રાપ્તિ કઈ રીતે થશે ? ત્યારે દેવીએ કહ્યું કે જૈનધર્મની આરાધનાથી અને તેના પસાયે પુત્રાદિક સુખ થાય છે.
ધર્મિલકુમારનો જન્મ ઃ
કુળદેવતાનાં વચનાનુસાર સદ્ગુરુની સંગે, ધર્મનું સેવન કરતાં, તેણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. જેમ વિદ્યાવંત પુરુષ હૃદયમાં સુંદર વિવેકને જન્મ આપે તેમ. II૧૫||
તે પુત્રજન્મ નિમિત્તે ઓચ્છવ કરી, સાજનને સુંદર ભોજન જમાડી પુત્રનું “મ્મિલ” એ પ્રમાણે