________________
ધર્મિલકુમાર રાસ
નામ સ્થાપન કર્યું. પર્વતની ગુફામાં જેમ સિંહબાળ નિર્ભય રીતે સુખભર મોટું થાય, તેમ તે બાળ મોટો થવા લાગ્યો. ૧૬lી માતા મંગળગીત ગાતી, હાલરીયાં ગાતી, તેનું મુખ જોતી-જોતી હરખાતી ને હુલરાવતી હતી. આ રીતે તે ધમિલકુમાર પાંચ ધાવમાતાથી હંમેશાં વૃદ્ધિ પામતો હતો. ૧ણી.
હવે તે કુંવર જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે પિતાએ તેને નિશાળે ભણવા મૂક્યો. સુંદર રૂપથી શોભતો તે કુંવર, પુરુષની ૭૨ (બોતેર) કળામાં નિપુણ થયો. ૧૮ સદ્દગુરુના વિનય અને ઉપદેશથી વિદ્યામંત્રના વિધાનમાં કુશળ થયો. માતાપિતા અને રાજાના મનને આનંદિત કરતો તે બાળક યૌવનવયને પામ્યો. ૧૯ી જૈન મુનિની પાસે નવતત્ત્વ વગેરેના સકલ ભાવાર્થને ભણ્યો.અને શ્રદ્ધાથી યુક્ત મનવાળો તે ભાવવિશુદ્ધિથી જિનપૂજા કરવા લાગ્યો. રવા સુંદર એવા ધમ્પિલકુમારના રાસની પહેલી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજય કહે છે કે – “હે શ્રોતાજનો ! હવે આગળની વાત શુદ્ધ ચિત્તે સાંભળજો....ll ૨૧ી.
પ્રથમ ખંડની પહેલી ઢાળ સમાપ્ત
-: દોહા :લક્ષ્મી ગજાંત ઘરે વસે, ધનવસુ નામે એક, તેણે નગરે વ્યવહારીયો, ધર્મ ટેક અતિરેક વા. ધનદત્તા તસ,વલ્લભા, પુત્રી પાવન અંગ, નામે યશોમતી ગુણવતી, સુમતી સહેલી પ્રસંગ મેરી લાવણીમ રૂપ અલંકરી, ચોસઠકલા નિધાન, તેહિ જ ગુરુ પાસે ભણે, તત્ત્વજ્ઞાન વિજ્ઞાન 3 - ' ધમ્મિલકુમરને દેખીને, સા પામી વ્યામોહ, ભણવું ગણવું નવિ રૂચે, વેધકને વિચ્છોહ જા એક દીપકથી ગેહજો, સર્વ પ્રગટ નિધિ હોય, , નેહ છુપાયો નહિ પે, જિહાં દગદીપક હોય .પા. વાત લહી સખીયો કહે, શેઠની આગળ એમ,
ધમિલરંગી તુમ સુતા, બીજો વરવા નેમ llll. શ્રેષ્ઠી કન્યા ચશોમતીનો જન્મ :
ભાવાર્થ - અઢળક લક્ષ્મી જેના ઘરે વસે છે, તેવો તથા ધર્મની અંદર દઢ શ્રદ્ધાવાળો, તે નગરમાં ધનવસુ નામે મોટો વેપારી વસે છે. છેલા તે વેપારીશેઠને ધનદત્તા નામે પત્ની છે અને તેને પવિત્ર અંગવાળી, સારા ગુણવાળી, સુંદર બુદ્ધિરૂપી સખી જેની સાથે રહે છે એવી યશોમતી નામે પુત્રી છે. //રા રૂપ લાવણ્યથી શોભતી ચોસઠકળાના ભંડાર જેવી તે કુંવરી, જ્યાં ધમ્મિલકુમાર ભણે છે. તે જ પંડિત પાસે અભ્યાસ કરતી તત્ત્વજ્ઞાનને ભણે છે. all
બંને સાથે ભણતાં વય પામેલી તે યશોમતી, ધમ્મિલકુમારના સંપર્કમાં આવતાં વ્યાકુળ થવા