________________
ખંડ - ૫ : ઢાળ - ૫
૩૨૭
પંચવિષય અનુકૂળ સુખ ભોગવે છે. સમય જવા લાગ્યો. “પુણ્યવંત પ્રાણીઓ જ્યાં જ્યા જાય ત્યાં ત્યાં તેમના પગલે નિધાન પ્રાપ્ત થાય છે.” ।।૨૧।। સંસારના સુખ ભોગવતાં ઘણો સમય થયો. એક દિવસ રાજા અને જમાઈ ધમ્મિલ બેઠા છે. આનંદ વિનોદ કરતાં હતાં. મીઠી મીઠી વાતો ચાલી રહી છે. ।।૨૨।। પાંચમા ખંડને વિષે ચિત્તને આનંદ આપનારી ચોથી ઢાળ પૂરી થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે ધર્મથી જ દુઃખ દૂર જાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. ૨૩ના ૫ ની ઢાળ : ૪ સમાપ્ત
ખંડ
:
~: દોહા રાય કહે ચંપાપતિ, વૃદ્ધ સહોદર મુજ, પણ બેહુને વરતે સદા, માંહોમાંહી ઝુજ્જ ॥૧॥ ક૨વું અનુચિત કર્મનું પ્રમદાજન વિશ્વાસ, સજ્જન વિરોધ સબલ રિપુ, કદીયક હોય વિનાશ ॥૨॥ જંબુક શિવરાત્રિ રહ્યું, કાપિ ન નાડી તાર, બાંધવથી બેડુ થયું, બંધે પડીય કુઠાર III મિત્ર જગત ઘણા મળે, પણ નહીં બાંધવ જોડ, બાંધવ બાંહી સમા ગણે, સાધે વાંછિત કોડ ||૪|| તેણે જગ એહવો કો નહીં, જે મુઝ બાંધવ સાથે, મેળ કરાવે તો સહિ, થાઉં જગત સનાથ ॥૫॥ કુંવર કહે કશું અમે, કામ તુમારૂં એહ, જેમ બેહુ બંધવને હુએ, સાચો અવિહડ નેહ ॥૬॥ નૃપ નિસુણી બીડુ દીએ, કુંવર વિસર્જ્યો તામ, ગામગામ વાસો વસી, પોહોતો ચંપા ઠામ. III દરવાજે આવ્યા કુંવર, સાથે સુભટ વિતાન,
નયર કોલાહલ દેખીને, પૂછત કહે દરવાન. ॥૮॥
બાંધવપ્રેમ :- સુદત્ત રાજાએ વાર્તાલાપ કરતાં ધમ્મિલને કહે છે કે “હે ઉત્તમ ! ચંપાનગરીના રાજા કપિલ તે મારા વડીલ બાંધવ છે. અમારા બંને ભાઈ વચ્ચે વર્ષોથી ક્લેશ ચાલ્યા કરે છે. IIII કહેવાય છે કે “અનુચિત કામ (કર્મ), સ્ત્રીજાતિ ઉપરનો વિશ્વાસ, સજ્જનનો વિરોધ અને બળવાન શત્રુ એ ક્યારેક વિનાશનું કારણ બને છે.” ॥૨॥
જેમ કે શિયાળિયાનું ટોળું એક અજવાળી રાત્રે એક વાડી પાસેથી નીકળ્યું. વાડીનું વાવેતર જે હતુ તે તૈયાર થઈ ગયું હતું. ખાવાની લાલચે એક શિયાળ કહે આપણે આ વાડીમાં ઘૂસીએ. તો બીજા બધા શિયાળોએ ના પાડી. આવા અજવાળામાં વાડીમાં કદી ન ઘુસાય. વાડીનો માલિક જોઈ જાય. આપણા કરતાં મનુષ્યજાતિ ઘણી બળવાન કહેવાય. વગર વાંકે માર ખાઈ બેસીએ. તેથી જવું નથી.