________________
૩૨૬
ધર્મિલકુમાર રાસ
પીડા જોઈ રાજા-રાણી ઘણી ચિંતામાં ડૂબેલાં રહે છે. હવે પુરોહિત પણ પરદેશીની વાત પ્રમાણે પોતાની . કન્યાને શણગારીને રાજા પાસે લઈ ગયો. કન્યા રાજાને ચરણે પડી. પુરોહિતે પણ જે પરદેશીએ પોતાની દીકરી ઉપર પ્રયોગ કર્યો. અને સાજી થઈ તે સઘળી હકીકત રાજાને કહી, તે જાણી રાજા કંઈક હર્ષ પામ્યો. ૧રી
ત્યાર પછી રાજાએ તરત જ પ્રધાનને બોલાવ્યા અને સર્વવાત જણાવી. પ્રધાનને જ માલણને ઘેર મોકલ્યા. તમે જાઓ અને એ પરદેશીને સુખાસન પાલખીમાં બેસાડી-બહુમાન આદર સાથે લઈ આવો. અને પ્રધાન માલણને ઘેર પહોંચ્યો. તરત જ કુમાર પાલખીમાં બેસીને રાજાની પાસે હાજર થયો. /૧૩ી રાજાએ પણ કુમારનો ઘણો આદર સત્કાર કર્યો અને પોતાની પાસે બેસાડ્યો. અને કહે છે કે હે પરદેશી ! અમારા ભાગ્ય થકી તમે આવ્યા છો. મરૂધર (મારવાડ) ભૂમિએ કલ્પતરુ મળે. તેમ તમે અમને સાંપડ્યા છો. 7/૧૪ો.
આ પ્રમાણે રાજાએ કહીને પોતાની પુત્રી પદ્માવતી. જે રોગોથી ઘેરાયેલી હતી. તે સુદત્તરાજાએ બતાવી. પછી કુંવરને કહે આ મારી દીકરી સામે નજર કરો. અને તેના શરીરમાં જે રોગો છે તે દૂર કરો. તમે તો પરોપકારી સજજન છો. ૧પ ધમ્મિલ પણ રાજાની વાત સાંભળી કહે છે કે હે રાજનું ! શ્રી જિનધર્મનાં પ્રભાવે હવે તમારી ચિંતા દૂર થઈ જશે. પુરોહિતને બોલાવો. શુભ દિવસે આપણે તેનો ઉપાય કરીએ. તરત જ પુરોહિતને બોલાવવામાં આવ્યા. તિથિ એટલે શુભ દિવસ ઘડી જોઈ લીધી, અને તે વિધિ કરવા માટે જે જરૂરિયાતની વસ્તુ મંગાવીને મેળવી લીધી. //૧૬ll
શુભદિન આવતાં શુભ ઘડીએ વિધિ ચાલુ કરી. ધમ્મિલે સુગંધી ધૂપથી મહેલ અને કુંવરીનો આવાસ ભરી દીધો. વળી તે જ કમરામાં ઘીના દીવા કર્યા. મધ્યમાં (મહેલના મુખ્ય કમરાના મધ્યમાં) આડંબરપૂર્વક ધમ્મિલે એક માંડલાની રચના કરી. બરાબર મધ્યમાં જાદુઈ ચમત્કારિક પંખાને મૂકવામાં આવ્યો. કુમાર હાથમાં જપમાળા લઈને શુદ્ધ ઉચ્ચારપૂર્વક મંત્રાક્ષરનો જાપ કરવા લાગ્યો. વચ્ચે વચ્ચે હવનમાં નાંખવાની વસ્તુ હોમતો ગયો. ૧ણા મનમાં તો ધમ્મિલ પંચપરમેષ્ઠીનો જ જાપ કરે છે. પંખા ઉપર તીર્થજળનો અભિષેક કરે છે. જયારે પંખો જળથી બરાબર ભીંજાઈ ગયો. ત્યાર પછી તે પંખો કુંવરીના મસ્તક ઉપર સ્થાપન કર્યો. વળી પંખા ઉપર પંચ પરમેષ્ઠી જાપ કરતો અભિષેક કરે છે. જેથી પંખાનું તે જળ કુંવરીના મસ્તક ઉપર જાય છે. તે જ વખતે કુંવરી મોટે મોટેથી બરાડા પાડવા લાગી. ઘણા ઘણા પોકાર કરવા લાગી. તેના શરીરમાંથી રોગો ધીરે ધીરે દૂર થવા લાગ્યા. સંપૂર્ણ રોગો ચાલ્યા ગયા. પદ્માવતી ભૂમિ ઉપર ઢળી પડી. ૧૮l
તે વખતે આકાશવાણી થઈ. વ્યંતરે અદશ્ય રહી વાણી ઉચ્ચારી. હે ગુણવાનો ! સાવધાન થઈને સાંભળો. આજથી પૂર્વે (પૂર્વભવના) સાતમા ભવે આ કુંવરીએ મુનિભગવંતની ઘણી અવહેલના કરી હતી. તે અમે વ્યંતર નિકાયમાં ઉત્પન્ન થયાં અને અહીં બદલો લેવા આવ્યા. રોગરૂપે કુંવરીના શરીરમાં અમે આવી વસ્યા. ૧૯ો મહાપુણ્યશાળી ધમ્મિલકુમારે મોટા અવાજો કરીને, વળી ધૂપદીપ કરીને, તર્જન કરીને અમને છોડાવ્યા છે. આ રીતે વ્યંતર બોલતો ત્યાંથી નાશવા લાગ્યો. જેવો ભાગી ગયો કે તરત જ સુવર્ણથી ઘડાયેલી પૂતળીની સરખી કુંવરી આળસ મરડીને લજ્જા ધરીને બેઠી થઈ.. રિવા
રાજારાણી - રાજપરિવાર - નગરજનો આ આશ્ચર્ય દેખી હર્ષ પામ્યા. સઘળોયે પરિવાર એકઠો. થયે રાજાએ ગુણિયલ કુંવરને પોતાની કુંવરી આપવાનો વિચાર કર્યો અને શુભ દિવસ જોઈ બંનેના ઉત્સવપૂર્વક વિવાહ કર્યો. રાજાએ આ યુગલને રહેવા વાસભુવન અલગ આપી દીધું. ધમ્મિલ-પદ્માવતી,