________________
ખંડ- ૩: ઢાળ - ૫
૧૫૫
ભાઈની વાત સાંભળી, પાંચેય બંધુ બોલ્યા, “ભાઈ ! અમે તો ઘેર હવે ક્યારેય આવવાના નથી. અમે ઘણું બધું રખડ્યા. તેમાં આ ભવનાં જુદાં જુદાં ઘણાં નાટકો જોઈ લીધાં છે.” IIટll તેઓનાં મુખ ઉપર સંસારની ઉદાસીનતા, અને ઘેર નથી આવવાના એવી દઢતા જોઈને નાનો - છઠ્ઠો ભાઈ પૂછવા લાગ્યો. “રે ! તમે એવું તે શું જોયું ? મને પણ કહો તો ખરા !” ત્યારે મોટા પાંચેયમાંથી એક ભાઈએ મૂળ થકી જે કંઈ જોયું હતું તે સઘળું કહી સંભળાવ્યું. તે સાંભળી તે આવેલો છઠ્ઠો ભિલ્લ પણ ચિત્તમાં વૈરાગ્ય પામ્યો. તે પણ ભાઈઓની સાથે સંયમ લેવા તૈયાર થયો. તા.
હે કુમાર ! આ છએ ભાઈઓ, ભાવથી પકાયના રખવાળ થયા. વ્રતગ્રહણની ઇચ્છાએ, ધર્મથી રંજિત થયેલા, વળી પણ ધર્મ સાંભળવા બેઠા છે. ભાઈ ! તેં આમના વૈરાગ્યનું કારણ પૂછ્યું, તે મેં કહ્યું. ૧૦ના
ત્યારે કુમાર બોલ્યો..... હે ગુરુદેવ ! આપે મને, મારા પૂછવાથી વૈરાગ્યને પુષ્ટ કરનારું આ ભિલ્લનું કથાનક ઘણું સરસ કહ્યું. વળી નમસ્કાર કરીને ઉપકાર બુદ્ધિને ધારણ કરતો કુમાર કહે છે “હે
સૂરીજી ! વળી તે યક્ષના મંદિરનું કથાનક બીજા કોઈનું નહીં, પણ તે કથા મારી પોતાની જ ' હતી.” ||૧૧|| *
ઢાળ પાંચમી
(મનડું અડે રહ્યું મારૂજી..એ દેશી) કુંવર કહે સુણો સ્વામી, મેં હવે તમ શિક્ષા પામી રે; મનડું મોહી રહ્યાં તારૂજી, અન્ત સાહસ માયા;
લોભ મુર્ખનિર્દય જાયા રે....મનડું. લા. એ દુષ્ટાચારી નારી; મેં પ્રાણથી અધિક ધારી રે; હા હા એટલો કાળ, મુંઝાણો મોહની જાળ રે..મ... //રા જાત્ય રત્નમણી નારી, તજી કુલટાને ગણી સારી રે, કિંપાક તરૂતલ ઠાયા, તજી સુરતરૂની છાયા રે..મ... II પરનારીશું કીધ અકાજ, હરી ધર્મ પિત્તળકુળ લાજ રે; દીય ભિલ્લે જીવિતદાન; નિઃારણ બંધુ સમાન રે..મ... III વાઘ સર્પથી પાપી નારી; મેં સતીયથી અધિક ધારી રે; મુજ જીવિત તે હરનારી; જેમ ોગી હુઓ ઘરબારી રે..મ... પા. તવ પલ્લીશ કહે સુણો રાજા, કહે અમને જોગી અવાજ રે; કહે કુંવર નિસુણો ભાઈ; તુમ છો અમ ધર્મ સખાયી રે..મ... I૬ll એક ધનગિરિ નામે જોગી, જોગી પણ તનમન ભોગી રે; જોગી થઈ જોગ વિખેરી, એક બાળિકા બાલ ઉછેરી રે..મ... Ilal ચંદ્રાવતીપુર વનમાંહી, ભોંયરામાં રાખી ઉત્સાહી રે; ભીખવૃત્તિએ વસે આરામ; જિહાં કોઈ ન જાણે ઠામ રે..મ... IIટા.