________________
૧૫૬
યદુક્ત
ધમ્મિલકુમાર રાસ
જોવનવયમાં જબ આવી; રીઝવતો કિન્નર વજાવી રે; તે રમતો ભોગ વિલાસ; અણવિશ્વાસે ૨હે પાસે રે..મ... III તસ નામ રૂપાવલી થાપે; જે જોઈએ તે આણી આપી રે; ભીખ માગે તસ શી ભૂખ; પણ માંગવું એટલું દુઃખ રે..મ... ।।૧૦ના ભીખ માંગતો ભવ ભીત્યો, તે જાણે મેં જગ જીત્યો રે; ધરે ભિક્ષુના ગુણ બાર; તસ દીએ જન સરસ આહાર રે..મ... I॥૧૧॥
:
ઉચ્ચરધ્યયનંચિરંતન કથાઃ સ્ત્રીભિઃ સહાલાપનું, તાસામર્ભકલાલનુંપતિરતિસ્તથૈવ મિથ્યાસ્તુતિઃ ॥ સંદેશશ્ન ક૨ાવલોકનમયોપાંડિત્યલેશઃ ક્વચિત્, હોરાગારૂડિમંત્રવાદ વિધયો; ભિક્ષોર્ગુણા દ્વાદશ ॥૧॥ -: પૂર્વઢાળ ઃ
રૂપાવલીશું લય લાગી, મિષ્ટાન જમાડે માંગી રે; ભિક્ષા સમે ઘર ઘર વદતી, અમ ઘર સતી રે, અમ ઘર સતી રે..મ... II૧૨॥ એમ ઘર ઘર નિત્ય જલપતે, એક વણિક સુણી મન ચિંતે રે, કોઈ નારી મલી છે રાગી, એ જોગીને તિહાં લય લાગી રે.મ... ॥૧૩॥ વૈદ્ય વણિક ને વાયસ વેશ્યા, એ ચારની નહિ શુભ લેશ્યા રે; ઘડ્યો ઘાતે વણિક બગ ધ્યાની, પરછિદ્ર ગવેષણ જ્ઞાની રે..મ... ।।૧૪। જગમાં સવિ વણિક તે ભૂંડા; ત્રણ વણિક છે તેહમાં રૂડા રે; વિણ જનમ્યો ગરભા-વાસે; ગયો બીજો મરણ નિરાશે રે..મ... ॥૧૫॥ ત્રીજો ચિત્રામણું ભાળ્યો, જઈ વણિકે ઠામ નિહાળ્યો રેં; બીજે દિન ભિક્ષા વેળા, ચલે શેઠજી કરવા મેળા રે..મ... I॥૧૬॥ જોગીને જાતો દીઠો, તવ વણિક ભુવિ ઘર પેઠો રે;
જઈ બેઠો રૂપાળી પાસે, દીએ આદર સ્વ ઉલ્લાસે રે..મ... ॥૧૭॥ સા દેખી નરવર રૂપે; મન ચિંતે પડી હું કૂપે રે; ધન્ય હું જો એ અંગ મિલાવે, સો જોગી ભસ્મ લગાવે રે..મ... ॥૧૮॥ જઈ બારણું બંધ તે કીધું, આવી નરને આલિંગન દીધું રે; નરનારી રાગ પ્રસંગે, રંગભોગ બન્યો ઉછરંગે રે..મ... ૧૯ જોગી તેણી વેળા આવી, મહાસતીય કહી બોલાવી રે, સુણી કોઠીએ નરને છપાવે, પછે જોગીને ઘર લાવે રે..મ... રા