________________
૧૫૪
ધમ્મિલકુમાર રાસ
નાટક શું દીઠું તમે, પંચ કહે લહી લાગ; મૂળ થકી સુણી પામીયો, ચિત્તમાં તે વૈરાગ. ॥લા ષટ્ બાંધવા ષટ્ કાયના, ભાવે થયા રખવાલ; વ્રત ઇચ્છાએ બેસીયા, સુણવા ધર્મ રસાલ. ॥૧॥ ગુરુ કહે પૂછ્યું તે કહ્યું, ભિલ્લ વૈરાગનું ગુઝ;
કુંવર કહે ગુરુને તદા, એહ કથાનક મુઝ. ||૧૧||
પાંચભાઈનું પરદેશગમન ઃ- સ્ત્રીના નિમિત્તે સંસારથી ભય પામેલાં પાંચેય બાંધવો ત્યાંથી નીકળી સાર્થમાં જોડાયા. કંચનપુર છોડી દઈને ચાલ્યા જાય છે. માર્ગમાં ચાલતાં પાંચેય અંદરોઅંદર વાત કરે છે. રે ! ઘેર રહેલા ભાઈને મળવા જવું નથી. મળવામાં કોઈ સાર દેખાતો નથી. ॥૧॥ જો ભાઈને મળવા જઈશું તો મોટું નુકસાન. ઘરે રહેલી આપણી ઘરવાળી રાક્ષસી જેવી છે. ઘેરથી નીકળી શકાશે નહીં. ને રાક્ષસી જેવી સ્ત્રીઓ ક્યારેક આપણો ઘાત કરી દે. કંઈ કહેવાય નહીં. તેના હાથે મરવું તે કરતાં તો આપણે કોઈ પર્વત ઉપર ચઢીને ઝંપાપાત કરવો તે વધારે સારું. ॥૨॥
આ પ્રમાણે નિશ્ચય કરીને સાથે ચાલ્યાં જતાં તેઓને ભૂખ લાગી. રસ્તામાં નજીકમાં ગામ દેખાયું. તેઓ તે ગામમાં ગયા. બજારમાંથી ખાવાનું લીધું. પાદરે જઈને ભૂખને દૂર કરી. જમ્યા. થાકેલા તેઓ ત્યાં જ વૃક્ષ નીચે વિશ્રામ કરવા, ઘડીવાર સૂઈ ગયા. ત્યાં ઠંડો પવન આવતો હોવાથી, તે સૌ નિદ્રામાં પોઢી ગયા. IIII જંગલમાં રહેલો સાર્થ સમય થતાં તે સૌ આગળ નીકળી ગયા. પાંચે બંધુ જાગીને જ્યાં સાર્થ રોકાયેલો ત્યાં પહોંચ્યા. કોઈ જ જોવામાં આવ્યું નહીં. પાછળ ચાલવા લાગ્યા. આગળ ભેગા થઈ જવાશે. પણ માર્ગની આગળ ખબર નહીં હોવાથી ભૂલા પડ્યા. દિશા ભૂલ્યા અને રણ ઊતરીને અહીંયાં અમારી પાસે આવી બેઠા છે. I૪l
અગડદત્ત કુમારની આગળ સાહસગતિસૂરીશ્વરજી મહારાજ આ પ્રમાણે સાથે રહેલા ૬ મુનિની વાત કરી રહ્યા છે. વળી આગળ કહી રહ્યા છે ભાઈ ! ઝંપાપાત કરીને, આપઘાત કરવાનો તેમનો આશય મેં જાણ્યો.
ભાઈઓનો વૈરાગ્ય :- તેથી અમે તેઓને મનુષ્યજીવન અને ભવની દુર્લભતા બતાવી. વૈરાગ્યભાવ જાગે, ઝંપાપાત કરતાં અટકે તે રીતે ઉપદેશ આપ્યો. તેઓ હળુકર્મી હોવાથી, ઉપદેશની અસર ત્વરિત થઈ. સર્વ સંક્લેશોને દૂર કર્યા. વૈરાગ્યભાવ જાગ્યો. સંસાર છોડી સંયમગ્રહણ કરવા તૈયાર થયા. IIII જ્યારે આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો. તેવામાં વળી કોઈ એક ભિલ્લ આવી ચડ્યો. જેના હાથમાં તીર અને કામઠાં રહેલાં છે. તે ભિલ્લને જોઈને, પાંચેય બાંધવો બોલવા લાગ્યા. રે ! આ તો અમારો ભાઈ છે. અને ત્વરિત પાંચેય તેને મળવા માટે ઊભા થયા. તેની પાસે પહોંચી ગયા. વાતો કરવા લાગ્યા. II૬॥ વળી પૂછવા લાગ્યા. “ભાઈ ! તું અહીંયાં આ જંગલમાં ક્યાંથી ?” ભિલ્લ કહેલા લાગ્યો. “ભાઈઓ ! તમારી ઘરે ઘણી રાહ જોઈ. તમે કોઈ ન આવ્યા. એટલે તમને શોધવા હું ઘરેથી નીકળી ગયો. ઘણી જગ્યાએ તપાસ કરી. પણ ક્યાંયે તમારી ભાળ ન મળી. રસ્તામાં કોઈ એક નૈમિત્તક મળ્યો. તેમને પૂછવાથી, તેણે કહ્યા વચનને અનુસારે આ દિશામાં આવ્યો અને અહીં આજે તમારો ભેટો થયો. IIII હે બંધુઓ ! ચાલો ! ઊભા થાવ ! ઘર ભણી જઈએ. સહુ સ્વજનો તમારી વાટ જોઈ રહ્યાં છે.”