________________
ખંડ - ૩ : ઢાળ - ૫
૧૫૩
કહી. પછી ખાત્રી કરવા રાજાના માણસોએ પરબ પાસે પડેલા રાજપુરુષના મડદાના મુખમાં જોયું. તો કરડાયેલું નાક અંદરથી નીકળ્યું. ચોરની કહેલી બધી જ વાત સાચી ઠરતાં સ્ત્રીની વાત તદ્દન જુઠ્ઠી નીવડી. અને તે વખતે શ્રીદત્તનાં બંધન છોડી નાખ્યાં. અને એ જ (ચો૨) માણસને રાજાએ શિરપાવ ને ઇનામ આપ્યું. ।।૨૧।। વળી પેલી સ્ત્રીને રાજાએ હુકમ કર્યો. તેથી માથે મુંડન કરાવી, ગધેડા ઉપર બેસાડી ગલીએ ગલીએ રાજમાર્ગે-ચૌટામાં ફેરવી. દેશનિકાલ કરી. રે ! સજ્જનો ! આવી સ્ત્રીઓનો વિશ્વાસ કરવા જેવો નથી. જેઓ રમણીના રંગે રાચે છે, તેઓ પોતાનું ધન ખરચીને જગતના ચોકમાં નાચે છે. માટે સ્ત્રીનો ભરોસો રાખવો નહીં. ।।૨૨।।
નગરના માણસ પાસેથી આ કુલટા સ્ત્રીનું ચરિત્ર સાંભળીને પાંચેય બાંધવોને સંસાર પ્રત્યે ઘણો તિરસ્કાર જાગ્યો. તે જ નગ૨માં આગળ જતાં સમાચાર સાંભળ્યા. કોઈ સાર્થવાહ સાથે લઈને જઈ રહ્યો છે. તેઓની સાથે તે પાંચેય ભાઈઓ કંચનપુર નગરથી નીકળી ગયા. ॥૨૩॥ ત્રીજા ખંડની આ ચોથી ઢાળ સમાપ્ત કરતાં શ્રી શુભવીરવિજયજી મહારાજ કહી રહ્યા છે કે જે ભાગ્યશાળી સ્ત્રીના સંગથી વેગળા વસે છે, તેઓ જ નિર્મળ રહી શકે છે. હે ગુણીજનો ! આ રીતે તમે પણ આ ઢાળના સારને ચિત્તને વિશે ધારણ કરો. ૫૨૪નાં
૧૨
તૃતીય ખંડની ઢાળ : ૪ સમાપ્ત -: Elel :
પાંચ સહોદર પંથમાં, કરતા એમ વિચાર, છઠ્ઠો બાંધવ ઘર રહ્યો, તસ મલવું નવિ સાર. ॥૧॥ જઈશું તો સ્ત્રી રાક્ષસી, એક દિન કરશે ઘાત; તેણે ગિરિવર ઉપર ચઢી, કરશું ઝંપાપાત. ॥૨॥ એમ નિશ્ચય કરી ચાલતા, પાંચે અશનને હેત; મારગ ગામે જઈ જમી, સુખભર નિદ્રા લેત. ગ્રા સાથ સકલ કેઈ દિશ ગયો, મારગ ભૂલ્યા તેહ; પાંચે જણ રણ ઉતરી, આવી બેઠા એહ. ॥૪॥ ઝંપાપાત કુમરણથી, વાર્યા દેઈ ઉપદેશ; સંજમ લેવા સજ થયા, છંડી સર્વ ક્લેશ. ॥૫॥ એમ કેહેતાં એક આવીયો, ભિલ્લ ધરી ધનુ બાણ; તવ પાંચે ઉઠી મલ્યા; છઠ્ઠો બાંધવ જાણ. ॥૬॥ પૂછતાં તે એમ કહે; ભાઈ ગવેષણ કાજ; નીકળીયો પંથે નિમિત્તક, વચને મળ્યો તુમ આજ. III ચાલો જઈએ ઘર ભણી, જોવે છે સહુ વાટ; તે કહે કબહુ ન આવીએ, દેખી આ ભવ નાટ. ॥૮॥