________________
૧૫૨
મિલકુમાર રાસ
લાગવા માંડ્યું. [૧૧] હવે જયશ્રીએ તો બોલવાનું બંધ કર્યું. મૌન કર્યું. તો શ્રીદત્ત પણ નિદ્રા દેવીનું શરણું લીધું. જયશ્રીએ જાણ્યું કે સ્વામીનાથ ઉંઘી ગયા છે. તેથી શય્યા છોડીને સખી માલતીના ઘેર ચાલી. માર્ગમાં એકલી જતી આ સ્ત્રી અંધારામાં એક ચોરના જોવામાં આવી. II૧રા
હવે ચોર પણ આ સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ચૌટામાં પાણીની પરબ પાસે કોઈ પુરુષને મળવાનો સંકેત કર્યો હશે. તેથી તે પાણીની પરબે જઈ ઊભી. આ સ્ત્રીને આવતાં વાર લાગી, સમય કરતાં ઘણી વખત થઈ ગયો. તેથી તે સાંકેતિક પુરુષ રાહ જોઈને ચાલ્યો ગયો. II૧૩ી આ નગરનો એક રાજપુરુષ, કોઈ સ્ત્રી સાથે ફરતો હશે, તો તેણે પણ તે સ્ત્રીને મળવાનો સમય અને જગ્યા આજ આપેલાં. તો તે રાજપુરુષ તેના સંકેત અનુસાર ત્યાં આવી ચડ્યો. રાત્રિ સમયે છાનાં આવતાં આ પુરુષને કોટવાલે જોયો. ચોરની ભ્રાંતિથી કોટવાલે તીર માર્યું ને તે રાજપુરુષ બિચારો જીવથી ગયો. ત્યાં જ મૃત્યુ પામ્યો. /૧૪ll
સ્ત્રીનું દુષ્ટ ચરિત્ર - કામાતુર થયેલી આ જયશ્રી, એના જારપુરુષને મળવા આવી. પણ પોતે ઘણી મોડી આવી. તેથી તે તો ચાલ્યો ગયો અને આ રાજપુરુષ ત્યાં અંધારામાં પડેલો જોયો. (મરેલો છે તેવું ન જાણતી હોવી જોઈએ) તે સ્ત્રી કે પુરુષની ઉપર ચડીને આલિંગન દેવા લાગી. ગળે વળગી ચુંબન કરી રહી છે અને તેની સાથે ભોગ પણ જાતે ભોગવવા લાગી. પોતાની વાસનાને સંતોષે છે. પાછળ આવતો પેલો ચોર આ કુલટા સ્ત્રીના ચરિત્રને જોઈ રહ્યો છે. મનમાં તેને ધિક્કારે છે. //ઉપા
પાણીની પરબ પાસે એક વૃક્ષ હતું. ત્યાં કોઈ રખડેલ ભૂત રહેતું હતું. તેણે પણ આ ચરિત્ર જોયું. તે ભૂતે વિચાર્યું કે, કુલટાની હોંશ પૂરી કરવા હું મડદામાં પ્રવેશ કરું. તો કુલટાની હોંશ પૂરી થાય. ને તરત જ તે મડદામાં જઈને પેઠું અને તરત જ પેલું મડદું સળવળ્યું. [૧૬ll હવે આ કુલટા તેની સાથે અનુકૂળ ભોગ ભોગવી રહી છે. મડદામાં રહેલો ભૂત પણ મુખ ઉપર તે સ્ત્રીને ચુંબન કરવા લાગ્યો. ચુંબન કરતાં કરતાં તે ભૂતે, તે સ્ત્રીનું નાક કરડી ખાધું અને મડદામાંથી નીકળીને ઝાડ ઉપર ચાલ્યું હતું. નાકકટ્ટી સ્ત્રી વિચારે છે રે ! આ શું થયું? ૧૭
સ્ત્રી મડદા ઉપરથી ઊઠીને, લોહી નીતરતા નાકે પોતાની સખીને ત્યાં ગઈ. માલતી સખીને બધી જ વાત જણાવી. ચોરે પણ પૂરેપૂરો તેનો પીછો પકડ્યો હતો. સખીને ઘેરથી પોતાને ઘેર આવીને પતિની બાજુમાં સૂઈ ગઈ. જાણે ઊંઘમાંથી ઊઠી હોય તેમ મોટેથી પોક મૂકીને રોવા લાગી. /૧૮ આ સઘળું નાટક જોઈને ચોર ત્યાંથી ચાલ્યો ગયો. (રાત તો પૂરી થવા આવી હતી.) પોક મૂકીને રડતી સ્ત્રીનો અવાજ સાંભળી આજુબાજુ સૂતેલા લોક જાગી ગયા ને ત્યાં ભેગા થયાં. સ્ત્રીનું નાક જોઈને લોકો શ્રીદત્તને કહેવા લાગ્યા. “રે ! ધિક્કાર છે! પાપી તે આ શું કર્યું? આવું તને કોણે શીખવ્યું? શ્રીદત્ત તો આ જોઈને, સાંભળીને ડઘાઈ ગયો. જયશ્રીના સંબંધીઓએ રાજકારે જઈને રાજાને આ વાત કરી. ફરિયાદ કરી. ૧૯ો "
આરોપી શ્રીદત્ત :- હે રાજનું ! આ પરદેશી અને સોમદત્તના જમાઈ એવા આ શ્રીદત્તે પાપનાં કામ કર્યા છે. અમારી દીકરી તો મહાસતી છે. શ્રીદત્ત કલંકિત છે. આ અમારી દીકરીનું નાક આ પાપીએ કરડી ખાધું છે. નજરે દેખાતી વાત રાજાને સાચી લાગી અને સભામાં બધા લોકો ઘૂ ઘૂ કરવા લાગ્યાં. ત્યાં જ રાજાની આજ્ઞા થતાં શ્રીદત્તને બેડીઓ પહેરાવી દીધી. ૨૦ના
ચોરની સાક્ષી :- તે જ વખતે પેલો ચોર સભામાં હાજર હતો. તે ચોરે શ્રીદત્તના પક્ષે રાજાને પડકાર કર્યો. શ્રીદત્તની તરફેણમાં બધાની હાજરીમાં ચોર સાક્ષી થયો. સઘળી વાત સર્વને સાંભળતાં