________________
ખંડ - ૩: ઢાળ - ૪
૧૫૧
શ્રીદત્ત પિતાને વ્યાપારમાં સહાયક બન્યો. વેપાર અર્થે એક દિન શ્રીદત્ત શ્રીપુર નગરે ગયો છે. વેપારમાં કાબેલ હોવાથી પિતાએ જ પુત્રને મોકલ્યો છે. I/૧ી તે શ્રીપુરનગરમાં સોમદત્ત નામે વણિક વ્યાપારી રહેલો છે. આ શેઠને જયશ્રી નામની લાડકવાયી પુત્રી છે. ધંધાર્થે આ શેઠ શ્રીદત્ત તથા તેના પિતા વગેરેને ઓળખે છે. વ્યાપાર માટે આવેલ શ્રીદત્ત ને પુત્રી જયશ્રીનાં લગ્ન કર્યા. થોડા દિન રહેલો શ્રીદત્ત હવે તે જયશ્રીને કહેવા લાગ્યો. અહીંથી હજુ મારા વેપાર માટે આગળ જવાનું છે. તો તમે અહીં તમારા પિતાને ત્યાં રહો. તેમ કહી તેને ત્યાં મૂકીને શ્રીદત્ત આગળ વેપાર માટે ગયો. જરા
વેપારાર્થે પરદેશ :- શ્રી દત્તે કરિયાણા આદિ વહાણમાં ભરીને (વહાણ) તૈયાર કરાવ્યાં. ત્યાંથી તે સમુદ્રમાર્ગે આગળ વધ્યો. પાછળ મૂકેલી પોતાની સ્ત્રી, નવેનવી ને વળી યૌવનવતી. કામદેવથી પીડાઈ. મનમાં નવા નવા પુરુષની ઇચ્છા કરવા લાગી. સરખી સાહેલીઓ સાથે રમવા ખેલવા જાય છે. ૩ રમવા ગયેલી જયાં, ત્યાં જો કોઈ પુરુષ દેખાય તો, પોતાના વાળ છૂટા મૂકી જુદાં જુદાં નખરાં કરવા લાગી. હસતી હસતી તે પુરુષની સામે જાય અને પોતાની છાતી બતાવતી હતી. વળી સખીઓના ઘરે જઈને તેનાં બાર્બાબચ્ચાને ઊંચકીને રમાડતી, ઉછાળતી વગેરે ક્રીડા કરતી હતી. દૂરથી પુરુષને આવતા જોઈને પાન ખાવા લાગે. ને હોઠ લાલ કરીને બતાવતી હતી. //૪ll
વળી ઘર કે બહાર જયાં જાય ત્યાં ગરબા ગાવા જતી. વળી હાથે-પગે મેંદી લગાવીને ઘૂમતી. ગામ બહાર આવતા નાટકિયા વગેરે જોવા પહેલી દોડતી. ધણી નહિ કોણ વારે ? માબાપની લાડકી, તેથી પણ કંઈ ન કહે. જાનમાં જવાનું હોય તો પણ તે પહેલી. પુરુષોને જોઈ વળી આળસ મરડતી. : હાથ પગ ઊંચાનીચા કર્યા કરતી. પણ કહ્યું છે કે – જે સ્ત્રી ઘર ગણે, પુરુષોની સામે જોઈને હસ્યા જ કરે, નાટકચાળા કર્યા કરે તે કુલટા સ્ત્રીનાં લક્ષણ કહેવાય છે. ગમે તેવી કદરૂપી સ્ત્રી હોય, તો પણ યૌવનમાં ચેનચાળા કરતી ફરે છે ||દી
તો રૂપવતી એક ઘડી પણ કેમ રહી શકે. કડવા લીંબડાની લીંબોળી સમય આવે પાકે છે. ત્યારે તે મીઠી હોય છે. યૌવનવતી સ્ત્રીનું પણ આવું જ સમજવું. જયશ્રી એક દિન પોતાના મહેલની મેડીએ ચડી છે. ચારે કોર દૂર દૂર નજર નાખ્યા કરે છે. ત્યાં એક નર માર્ગેથી જતાં તેણીએ જોયો. તે પુરુષની નજર પણ તેણીની ઉપર પડી. બંનેની આંખો મળી. IIછી પોતાની સખી માલતીને તે પુરુષના ઘરે મોકલી. પોતે સંકેત આપીને તેને માલણને ત્યાં મળવાનું નક્કી કર્યું. તે દિનથી રોજે તે બંને જણા માલણને ત્યાં મળે છે. જયશ્રી મનની ઇચ્છા પૂરી કરે છે. દા. - શ્રી દત્ત વતનમાં - આ તરફ સમુદ્રમાર્ગે ગયેલ શ્રીદત્તે વેપાર ખેડીને, ઘણી લક્ષ્મી મેળવી, પોતાના ઘરે આવ્યો. તે પછી માતાપિતાએ તેને આગ્રહ કરીને સસરાને ઘેર મોકલ્યો. કહ્યું કે “તારી પત્નીને લઈ આવ.” શ્રીદત્ત હવે સાસરે આવ્યો. પતિને દેખી જયશ્રી મનમાં ઘણી દુઃખી થઈ. હા દુઃખી થયેલી જયશ્રી, પોતાની સખી માલતીને કહેવા લાગી. રે સખી ! હવે શું કરવું? ક્યાં જઈશ? જયશ્રીને ચિંતા રૂપી નાગણી ચિત્તની અંદર ડંખી, માયા કપટ કરીને પતિ સાથે હસે છે, બોલે છે. સારા અને મધુરાં વચનો કહે છે. રાત પડતાં પતિની સાથે શયામાં રહી છે. પણ ચેન પડતું નથી. ૧૦ના
- શ્રીદત્ત પણ પરદેશથી આવેલો છે. મીઠાં વચનોથી વાતો કરે છે. નવી નવી વાર્તા પણ કહે છે. શ્રીદત્તને મન જાણે અમૃતનો ઘડો. જયશ્રી વિચારે છે આ તો વળગ્યો ઝાંપડો. જેમ ગુરુ પ્રેમથી શિષ્યને હિતશિક્ષા આપે, - વાતો કરે પણ કુશિષ્યને કડવી ફાકી જેવી લાગે, તેવી રીતે જયશ્રીને તો જાણે પોતાને ભૂત વળગ્યું હોય તેવું