________________
ધમ્મિલકુમાર રાસ
શ્રીદત્ત વચન અમૃત ઘડો; સુણ. સા ચિંતે વળગ્યો ઝાંપો; સુણ, ગુરુપ્રેમ વચન શિક્ષા કહે; સુણ. કુશિષ્ય વિરેચન ઘા લહે. સુણ.॥૧૧॥ અણબોલી પતિ નિદ્રા વી; સુણ. તવ ઉઠી ચાલી જયસિ૨ી; સુણ, સખીઘર જાવા મારગ ચડી; સુણ. એક ચોર તણી નજરે પડી. સુણ. ।।૧૨।। તે ચાલ્યો પૂંઠે સજ થઈ; સુણ. સા ચહુટામાં પરવે ગઈ; સુણ, જે નરશું તિહાં મેળો હતો; સુણ. ઘણીવાર થઈ તે ઘર જતો. સુણ.॥૧૩॥ એક રાજપુરુષ કોઈ સ્ત્રી હણ્યો, તિહાં તે દિન તેણે મેળો કર્યો; સુણ, કોટવાળ હણે તસ તીરથી; સુણ પરદેશી. ચોર ભ્રાંતે ગયો તે જીવથી; સુણ પરદેશી સુણ. ।।૧૪।। દેખી પણ સા કામાતુરી; સુણ પરદેશી. કરે આલિંગન ઉપર પરી, સુણ પરદેશી, ગળે વળગી મુખ ચુંબન કરે, સુણ પરદેશી. જુઓ ચોર એ કુલટા શું કરે સુણ પરદેશી. ।।૧૫।। તિહાં તરૂ ઉપર એક ભૂતડું; સુણ પરદેશી. ચિંતે એહને વળગી પડું. સુણ પરદેશી, કુલટાની હોંશ પુરી કરું, સુણ પરદેશી. ચિંતી મુડદમાં સંચર્યું. સુણ પરદેશી. ।।૧૬।। કરે ભોગ પ્રિયા અનુકૂલથી, સુણ પરદેશી. નાક કરતી ખાધુ મૂલથી; સુણ પરદેશી, ચિંતે બુચ્ચી આ શું થયું ? સુણ પરદેશી. તે મૃતકશું ભૂત ઊડી ગયું; સુણ પરદેશી. ।।૧૭। રૂધિરે ચૂતી સખી ઘર ગઈ, સુણ પરદેશી. સખીને જણવી જેહની થઈ; સુણ પરદેશી, ઘર આવી પતિશું સોવતી; સુણ પરદેશી. ઉઠી પોકારી રોવતી. સુણ પરદેશી.॥૧૮॥ તસ્કર જોઈ પાછો વળ્યો, સુણ પરદેશી. સવિ લોક તિહાં ભેગો મલ્યો, સુણ પરદેશી, ષિર્ પાપી કેણે શિખાવિયો, સુણ પરદેશી. જઈ રાજવારે જણાવીયો સુણ પરદેશી. ।।૧૯।। શ્રીદત્તને કલંક દીયો અતિ; સુણ પરદેશી. અમ બેટી જગમાં મહાસતી સુણ પરદેશી, નૃપને મન વાત ખરી વશી, સુણ પરદેશી. શ્રીદત્તને બાંધ્યો તિહાં કશી. સુણ પરદેશી. ।।૨ના તવ ચોર તિહાં પાસે રહી. સુણ પરદેશી. જેહવી દીઠી તેહવી કહી; સુણ પરદેશી, સાચે સવિ જૂઠ નસાવિયો, સુણ પરદેશી. સરપાવ શ્રીદત્તને નૃપ દીયો સુણ પરદેશી. ।।૨૧।। ગર્દભે બેસારી કુસતી; સુણ પરદેશી. ઘર ઘર ફેરવતો ભૂપતિ; સુણ પરદેશી, જે રમણી સંગે રાચિયા, સુણ પરદેશી. ધન આપી તે જગ નાસિયા; સુણ પરદેશી. I૨૨।। એમ સાંભળીને પાંચે જણા, સુણ પરદેશી. સંસાર થકી ઉભગ્ગા ઘણા; સુણ પરદેશી, તે કંચનપુરથી નીકળ્યા, સુણ પરદેશી. જઈ સાથ મનોહરમાં ભળ્યા; સુણ પરદેશી. ૨૩ ત્રીજે ખંડે ચોથી કહી, સુણ પરદેશી. એ ઢાળ ગુણી ચિત્તમાં ગ્રહી; સુણ પરદેશી, શુભવીર કહે તે નિર્મળા સુણ પરદેશી. વનિતાથી વસિયા વેગળા. સુણ પરદેશી. ।।૨૪। શ્રીદત્તની કથા ઃરે પરદેશીઓ ! અમારા આ નગરમાં સાગરદત્ત નામે ધનવાન એક વ્યવહારિયો શ્રેષ્ઠી રહે છે. તે શ્રેષ્ઠીને શ્રીદત્ત નામે એક પુત્ર હતો. ધીમે ધીમે યૌવનવય પામ્યો, ને ભણીને તૈયાર થયેલો
૧૫૦