________________
ખંડ - ૩: ઢાળ - ૪
૧૪૯
જોવા મળી. જે કુલટા હતી તેનાં દુષ્ટ ચરિત્ર જોવા વળી પાંચેય ત્યાં ઊભા. //તે સ્ત્રીને માથે મૂંડો કરાવેલો છે. ગધેડા ઉપર બેસાડી છે, અને રાજાની આજ્ઞાથી રાજસેવકો તે ગધેડાને શેરીએ શેરીએ ફેરવીને નગર બહાર કાઢી મૂકવા જઈ રહ્યા છે. પાછળ લોકોનું ટોળું છે. જ્યારે રાજસભામાં તે રાજા એક પુરુષને સત્કાર કરીને શિરપાવ આપીને મોટુ ઇનામ આપી રહ્યો છે. રા
આવા પ્રકારનું દૃશ્ય જોઈને પાંચેય ભાઈઓએ નગરના લોકોમાંથી એકને પૂછ્યું. “ભાઈ ! આ શું કૌતુક છે? આ સ્ત્રીનો વરઘોડો...આ શું બધું?” ત્યારે તે ભાઈએ તે સ્ત્રીના દુગરિત્રનું વર્ણન કરતાં કહ્યું.... //૩
ઢાળ ચોથી. (જોઈ જોઈ રે જોગ તરી દશા...અલબેલાજી...એ દેશી) આ નગરે સાગરદત્ત ઈસ; સુણ પરદેશી;
એક વ્યવહારી રૂડો વસે. સુણ પરદેશી; તસ શ્રીદત્ત નામે સુત જ્યો, સુણ. એક દિન શ્રીપુર નગરે ગયો. સુણ. ૧. સોમદત્ત શેઠ છે તિહાં કને; સુણ. જયસિરિ પુત્રી છે તેમને; સુણ, શ્રીદત્ત પરણ્યો તે અભિનવી; સુણ. પરણીનેં પિયરીએ ઠવી; સુણ. રા. ભરી કરિયાણાં પ્રવહણ ચડ્યો; સુણ. પાછળ યૌવન વનિતા નડ્યો; સુણ, નવલા નરશું મન મેલતી; સુણ. સરખી સખી સાથે ખેલતી. સણ. Iકા નર દેખી બાલ હસાવતી; સુણ. હસતી હઈડું દેખાડતી; સુણ. સખીયો બાળક હલરાવતી; સુણ. નર નજરે બીડાં ચાવતી. સુણ, Iકા વળી ગરબા ઘર ઘર ગાવતી; સુણ. પગ હાથે મેંદી લગાવતી; સુણ. મેલે ખેલે જાને જતી; સુણ. નર નજરે આલસ મોડતી. સુણ. પી. ઘર ગણતી નર વેધાણીએ; સુણ. કુલટા લક્ષણ એ જાણીએ; સુણ, કદરૂપી સ્ત્રી જીવન સમે; સુણ. ચાલો ચેકટ કરતી ભમે. સુણ. દા તે રૂપવતી કેમ રહે ઘડી; સુણ. પાકકાલે લીંબોલી મીઠડી; સુણ, એક દિન મંદિર મેડી ચડી; સુણ. જોતાં એક નર નજરે પડી. સુણ. Iળા સખિ માલતી તસ ઘર મોકલી. સુણ. સંકેત કરી ચિત્ત સાંકલી; સુણ, સંજોગ બન્યો માલણ ઘરે, સુણ. પ્રતિદિન તસ ઘર એમ સંચરે. સુણ. IIટા. પરતટથી શ્રીદત્ત આવીયો, સુણ. નિજ ઘર લખમી બહુ લાવીઓ; સુણ, સસરા ઘર સ્ત્રી તેડણ ગયો; સુણ. પતિ દેખી જયસિરિ દુઃખ થયો સુણ. લા. કહે સખીને હવે કહાં જાઇશું; સુણ. ચિંતાપનગિયે ચિત્ત ડહ્યું; સુણ, કપટે મધુરે વચને હસી, સુણ નિશિ શયનપતિ પાસે વસી. સુણ. ૧૦ના
1.