________________
ખંડ - ૫ : ઢાળ - ૧૧
364
કામજવરયુક્ત દેહને આલિંગન આપીને શાંત કર. IIII સામંત-સેનાપતિ આદિ મારી રાહ જોતા હશે. પણ હમણાં તો તું મને આધીન થા. પછી પાછલી રાતે હું ત્યાં પહોંચી જઈશ. રાજાનું વચન સાંભળીને કાઉસ્સગ્ગ પૂરો થતાં પાળીને રત્નવતી બોલી. રાજન્ ! વ્રત ધારણ કરનાર તમે આ શું બોલો છો ? ક્ષત્રિય ક્યારેય લીધેલી ટેકને મૂકતા નથી. I॥૮॥ રાજન્ ! ગુરુમુખ વ્રતના પચ્ચકખાણ લીધાં છે અને આ રીતે બોલતાં તમને શરમ આવતી નથી ? અકાર્ય કરતાં નરક-તિર્યંચ ગતિનાં દુઃખ પ્રાપ્ત કરવાં છે ? લા
વળી આજે તમારે અને મારે સંબંધ શો ? પૌષધ વ્રતમાં રહેલી એવી મારે ધર્મનું જ સગપણ છે. અનેક દેવો આવે તો પણ આજે ચૌદશના પૌષધને હું ક્યારેય વિરાધીશ નહીં. આવ્યા છો તો ચાલ્યા જાવ. II૧૮ રત્નવતીનું મન-વચન-કાયાનું ધૈર્ય દેખીને રાજા કૃત્રિમ રીસ કરીને ચાલી ગયો. જ્યારે રાણીયે શેષરાત્રિ ધર્મધ્યાનની ઘટામાં આત્મારામને રમાડતાં વિતાવી. ૧૧॥
સવાર થતાં સૂર્યોદય થયા બાદ રાણીએ સુખપૂર્વક પૌષધ પાર્યો. જિનેશ્વર પરમાત્માની પૂજા આદિ ભક્તિ કરી. રાજા પણ પોતાનું કાર્ય પતાવીને આવી ગયા. રાત્રિ સંબંધી સઘળી વાત રાણીના મુખેથી રાજાએ સાંભળી ત્યારે રાજા આશ્ચર્ય પામ્યો. રાણી પણ વિચારમાં પડી ગઈ. ।।૧૨।। વળી એકદા આઠમને દિવસે રાજાએ અહોરાત્રિનો પૌષધ લીધો. તો રાત્રિ સમયે કોઈ દેવ પરીક્ષા માટે રત્નવતીનું રૂપ ધારણ કરીને રાજા પાસે આવ્યો. રત્નવતીના રૂપમાં રાજાને આલિંગન આપ્યું. ॥૧૩॥
રાજા એકદમ બોલી ઊઠ્યા. અરે ! અરે ! સતી ! તને આ ન ઘટે. આજે હું વ્રતધારી પૌષધમાં છું. આજે તો તાંરા માટે હું પરપુરુષ છું. ત્યારે રત્નવતી કહેવા લાગી. હે સ્વામી ! કોઈ મુનિ ભગવંતને જોઈશું. ત્યારે આલોચન લઈ લઈશું. પણ આજે મને દૂર ન કરો. I॥૧૪॥ હે રાજન્ ! આ ભવમાં તો તમે મારું વચન ક્યારેય ઉત્થાપ્યું નથી. અને આજે આમ કેમ ? સ્વામીનાથ ! પૌષધ છોડો. આજની રાત સુખભર રમીએ. ના કહેશો તો હું આપઘાત કરીશ. ॥૧૫॥
રાણીનાં વચન સાંભળી રાજા એકદમ વિમુખ (અવળો) ફરીને બેઠો અને મૌન ધારણ કરીને કાઉસ્સગ્ગમાં સ્થિર થયો. ત્યારે તેની સન્મુખ થઈ, રત્નવતી પરપુરુષનો સંગ કરતી જોવામાં આવી. ।।૧૬। છતાં પણ રત્નશેખ૨૨ાજા ધ્યાનથી જરાયે વિચલિત ન થયા. પરીક્ષા પૂરી થઈ હોય તેમ તરત જ દેવ પ્રત્યક્ષ થયો. મંત્રીનું રૂપ ધારણ કર્યું અને પૂછે છે. રાજન્ ! મને ઓળખો છો ? ।।૧૭। મંત્રીને જોતાં હર્ષ પામેલો રાજા બોલ્યો. તમે તો અમારા મંત્રી. હું ન ઓળખું ? આપ આજે ક્યાંથી આવ્યા ? મંત્રી કહે - પાંચમા દેવલોકથી આવ્યા છીએ. ત્યાંનાં સામ્રાજ્યનું સુખ અમે ભોગવીએ છીએ. ।।૧૮। રાજન્ ! એકવાર પરમાત્માની દેશના સાંભળવા અમે ગયા હતા. ત્યાં વ્રતધર્મની વાતો ચાલતી હતી. વ્રતમાં દૃઢતા રાખવા વિશે તેમાં પ્રભુએ જ તમારી દૃઢતાનાં વખાણ કર્યાં. જેવા વખાણ કર્યા હતાં, તેવા જ તમે મને જોવામાં આવ્યા. છતાં મેં પરીક્ષા કરી. પ્રથમ રત્નવતીની પરીક્ષા કરી. અને બીજી પરીક્ષા તમારી કરી. તમે તો પ્રભુના મુખે વસ્યા અને વખણાયા. ॥૧૯॥
રત્નશેખર રાજા આગળ મંત્રીદેવ વાતો કરે છે અને ત્યાં જ રત્નવતી સતી રાણીને બોલાવવામાં આવ્યાં. મંત્રીદેવે તે બંનેને નમસ્કાર કર્યા અને વસ્ત્રો, રત્નો તથા શ્રેષ્ઠ સુગંધીયુક્ત ફૂલોની વૃષ્ટિ કરી. મંત્રીદેવ પોતાના સ્થાનકે ગયા. ॥૨૦॥ હવે રાજા પોતાના ધર્મમાં વધુને વધુ રક્ત થયા. ધર્મની સુંદર આરાધના કરતાં પોતાનું આયુષ ક્ષય થયે છતે બારમા દેવલોકે સામાનિક ઇન્દ્ર થયા. અને તે પણ ઉત્કૃષ્ટ આયુષવાળા ઇન્દ્ર થયા. II૨૧॥ રત્નવતી પણ પોતાનું શેષ જીવન ધર્મ આરાધનામાં વ્યતીત કરી, આયુષ પૂર્ણ થયે ઈશાનદેવલોકે