________________
૩૦૪
ધમ્મિલકુમાર રાસ'
રત્નશેખર એમ ધર્મ આરાધી, ઈન્દ્ર સામાનિક થાયજી; બારમે સુરલોકે સુખ વિલસે, લહી ઉત્કૃષ્ટ આયજી...ધન્ય.॥૨૧॥ દેવી મહર્દિક રતનવતી થઈ, ત્રિવિષ્ટપ ઈશાનજી;
તિહાં પણ દંપતી ભેળાં વિલસે, તે સુખનું નહી માનજી. ..ધન્ય.॥૨૨॥ અનુક્રમે ત્રણ્ય જણા એણે ભરતે, પામી કેવલનાણજી; ભવ્યજીવ પ્રતિબોધી લેશે, અક્ષય સુખ નિર્વાણજી...ધન્ય.॥૨ા એણીપરે વ્રતપચ્ચકખાણ આરાધો, સાધો વંછિત કામજી;
વિરતિ ધરી ગુરૂભક્તિ કરતાં, તાવીખ શિવ વિશરામજી. ..ધન્ય. I॥૨૪॥ એમ મુનિમુખ પદ્મદ્રહ પસરી, સુરસરિતા તરંગજી;
શૌચ સભા તરૂપલ્લવ વિકસ્યાં, શીતલ નિર્મળ અંગજી. ..ધન્ય.॥૨૫॥ ધમ્મિલ કુંવરને વિમલા કમલા, સમક્તિ શું વ્રત બારજી;
ઉચ્ચરીને સહુ નિજ ઘર આવે, મુનિવર કરત વિહારજી. ..ધન્ય, ॥૨૬॥ પૂરણ પંચમ ખંડ એ રાસે, એહ અગીયારમી ઢાળજી;
શ્રી શુભવીર વચનરસ પીશે, તસ ઘર મંગલ માળજી. ..ધન્ય. ૨૭ા રત્નશેખર રાજા હવે દિનપ્રતિદિન ધર્મમાં લીન થતા જાય છે. એક દિવસ પોતાના મહેલમાં રહેલી પૌષધશાળાના ઓરડામાં પૌષહવ્રત લઈને બેઠા છે. સાથે સામંત-પટાવત આદિ રાજના કર્મચારીઓએ પણ ઉત્સાહ આનંદથી પોષહવ્રત લીધા છે. જગતમાં તે નરને ધન્ય છે. જે વ્રતધર્મમાં દઢતા રાખે છે. ।।૧।। આ અવસરે શત્રુરાજાને જાણ થતાં સૈન્ય લઈને નગરી ઉપર ચડાઈ કરી. નગરને લૂંટવા લાગ્યા. રાજા વ્રતમાંથી ક્યારે બહાર આવે નહીં. તેથી નિરાંતે શત્રુરાજાએ લૂંટ ચલાવી. નગ૨ લોકો બૂમબરાડા પાડવા લાગ્યા. જીવ બચાવવા સૌ દોડવા લાગ્યા. બૂમો સાંભળી સામંત આદિ સૌ પૌષધ છોડી ભાગવા લાગ્યા. હાથમાં હથિયાર લઈને શત્રુની સામે ધસ્યા. રાજા તો કાઉસ્સગમાં સ્થિર હતા. સર્વેજનો આવીને રાજાને વિનવી રહ્યા છે. હે રાજન્ ! આપ જલ્દી બહાર પધારો. શત્રુરાજા લૂંટ ચલાવી રહ્યો છે. હઠયજ્ઞ છોડી દો. અમને બચાવો. હાથી-ઘોડાયુક્ત શત્રુને હટાવો. I૨+૩॥
લોકોની વાત સાંભળતાં છતાં દૃઢમનવાળા રાજાએ પૌષધવ્રત ન પાર્યો. પોતાની આરાધનામાં અડગ રહ્યા. મૌન જ રહ્યા. ધર્મધ્યાનમાં લીન બનેલા હતા. ત્યાં તો સૈન્ય અને શત્રુરાજા પલાયન થઈ ગયા. બીજે દિવસે સેનાપતિ સામંતો સઘળાયે ભેગા થયા. તે દિવસ પારણાનો હતો. રાજાની આગળ સઘળી વાતો સંભળાવી આવી. વાત સાંભળીને રત્નશેખર રાજાને ધર્મમાં વધારે શ્રદ્ધા બેઠી. ધર્મપ્રભાવે સંકટ દૂર થયું. II૪।। વળી એકદા રત્નશેખર સૈન્ય લઈને શત્રુરાજાને જીતવા નગરથી નીકળીને જઈ રહ્યો છે. રાણી રત્નવતી ઘેર છે. પર્વનો દિન હતો. તેથી પૌષધશાળામાં પૌષધ વ્રત લઈને રાત્રિને વિષે રાણી કાઉસ્સગ્ગ ધરીને રહી છે. III
તે અવસરે રાણીની પરીક્ષા કરવા દેવ આવ્યા. રાજાનું રૂપ ધારણ કર્યું છે. રાત્રિને વિષે પૌષધશાળામાં રાણી પાસે આવ્યો. કહે છે. “હે પ્રિયા ! સાંભળ ! તું ચૂપચાપ પૌષધને છોડી દે. II૬) વળી સાંભળ ! હું નારા રાગથી, તારા વિરહને સહન ન કરતાં પાછો આવ્યો છું. માટે તું હૈયામાં હેત ધારણ કરીને, મારા