________________
૩૦૬
ધમ્મિલકુમાર રસ (બીજા દેવલોકે) મહર્થિક દેવી થઈ. ત્યાં પણ દંપતી દેવલોક સંબંધી સુખો ભોગવે છે. બીજો અને બારમો દેવલોક - બંને જણાં આવજા કરી શકે. પ્રભુની ભક્તિ પણ સાથે કરે. તીર્થોની યાત્રા પણ દંપતી દેવ-દેવી સાથે કરવા લાગ્યાં. જે સુખનું વર્ણન કે પ્રભુ ભક્તિનું વર્ણન થઈ શકે તેમ નથી. ૨૨
અનુક્રમે રાજા-રાણી અને મંત્રી એમ ત્રણેય જણાં દેવલોકનું આયુષ પૂર્ણ થયે છતે આ ભરત ક્ષેત્રમાં અવતરશે. સંયમ ગ્રહણ કરશે અને કેવલજ્ઞાન પામશે. પૃથ્વીતળને વિષે વિચરી ભવ્યજીવોને પ્રતિબોધ કરીને આયુષ પૂર્ણ થયે શાશ્વતા સુખને મેળવશે. અક્ષય સુખને પ્રાપ્ત કરશે. ૨૩ી આ પ્રમાણે આ કથા શ્રી વિજયસેનસૂરિ મહારાજ ધમિલ-વિમળા વગેરે આગળ કહેતાં કહે છે. હે ભવ્યજીવો ! તમે પણ ધમ્મિલ અને રત્નશેખર રાજાની જેમ વ્રત-પચ્ચકખાણની આરાધના દઢ મને કરો અને ઇચ્છિત કાર્યને સાધો. વિરતિ (વ્રત-નિયમ-સંયમ)ને ધારણ કરી ગુરુદેવની ભક્તિ કરતાં જે સ્વર્ગ મળે છે, તે તો શિવપુરીમાં જવા માટેનું માત્ર વિશ્રામસ્થાન છે. ૨૪ો.
આ રીતે ગુરુ વિજયસેનસૂરિ ભગવંતના મુખરૂપી પધસરોવરમાંથી પ્રસરેલાં, સુરસરિતા-(ગંગાનદી) ના તરંગોથી પવિત્ર થયેલ સભા, તે સભારૂપી વૃક્ષનાં પલ્લવો (પાંદડાં ડાળી-શાખા-ફૂલ વગેરે) વિકસિત થતાં, અન્ય અંગો નિર્મળ થયાં. શીતળતા પામ્યાં. અર્થાત્ સભામાં બેઠેલા ભવ્યજીવોનો આત્મા નિર્મળ પવિત્ર થયો. અને ઠંડક અનુભવી. કપિલ રાજા ને નગરજનો પણ આનંદ પામ્યા. //પા ધમ્મિલરાજાવિમળારાણી, કમલા માતા આદિ પરિવારે સમકિત સહિત બાર વ્રતને ઉચ્ચર્યા. ગુરુને વાંદી સહુ પરિવાર પોતાના ઘેર આવ્યા. મુનિ ભગવતે અન્યત્ર વિહાર કર્યો. //ર૬ll આ પ્રમાણે પાંચમા ખંડને વિષે અગિયારમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજના વચનરસને જે ભાગ્યશાળી પીશે, તેના ઘરે હંમેશાં મંગલમાળા હશે. //રશા
ચોપાઈ ખંડ અખંડ પૂરણ રસ ઠર્યો, ચાર વેદ ઉપનિષદે ધર્યો,
શ્રી શુભવીર વચનરસ ઝર્યો, પંચમ ખંડએ પૂરણ ભર્યો. III ચારવેદ ઉપર પાંચમો ઉપનિષદ્ ગ્રંથ ધારણ કરે છે. તેમ આ ધમ્મિલકુમારના રાસના ચાર વેદ સમાન ચાર ખંડ ઉપર પાંચમો ખંડ ઉપનિષદ રૂપે પૂર્ણ થયો. શ્રી શુભવીરવિજયજી મહારાજના વચનનો રસ જે ખંડમાં ઝર્યો છે તે રસથી પૂર્ણ પાંચમો ખંડ પૂર્ણ થયો. '
ઈતિ શ્રી તપોગચ્છીય સંવિજ્ઞ પંડિત શ્રી શુભવિજયગણીશિષ્ય પંડિત શ્રી વીરવિજયગણિભિર્વિરચિતે શ્રી ધમ્મિલચરિત્રે
પ્રાકૃતપ્રબંધે પંચમખંડઃ પરિસમાપ્તઃ સર્વગાથા.૩૯રા.
ચોપાઈ
ઈતિશ્રી તપગચ્છ સંવિજ્ઞ મુનિ શ્રી શુભવીરવિજયજી ગણિવર્યના શિષ્ય પંડિતશ્રી વીરવિજયજી ગણિવરથી રચાયેલો આ ધમ્મિલકુમારનો રાસ. પ્રાકૃત પ્રબંધે પંચમા ખંડે ધમ્મિલકુમારનું અશ્વ ઉપર જવું. વિદ્યાસાધક કામોન્મતની સાધના, ધમિલના હાથે મૃત્યુ, ચાર યોગીનો ઝગડો, કર્બટ ગામમાં પ્રવેશ, ઔષધિ યુક્ત પંખો બનાવવો, વ્રત પચ્ચકખાણના ફળને બતાવતા વિજયસેનસૂરિ મ. સા. તે ઉપર રત્નશેખર રાજાની કથા. આ સઘળી વાતો જેમાં વર્ણવી છે, તે પાંચમો ખંડ સમાપ્ત થયો. સર્વગાથા li૩૯રા
ખંડ - ૫ ની ઢાળ : ૧૧ સમાપ્ત