________________
અથ ષષ્ઠ ખંડ પ્રારંભ -: દોહા :
નયન જુગલ કજ્જલકલા, ભાલસ્થલ કાશ્મીર, મુખ તંબોલે વાસીયું, વીણા૨વ ગંભીર. ॥૧॥ પૃથુ ટિતટ હાટકમય, કાંચી કાંતી સફાર, સરસતી ભારતિ પ્રણમીએ, ઉમુક્તાફળ હાર. ॥૨॥ પૂરણ પંચમ ખંડ એ, સાથે ચક્રી નરેશ, પણ છઠ્ઠો સાધ્યા વિના, ચક્ર ન શાલ પ્રવેશ. IIII તેણે હવે છઠ્ઠો વર્ણવું, સુણો શ્રોતા લોક, દક્ષસભા વિકસિત હુએ, જેમ પ્રહ સમયે કોક. ॥૪॥ એક દિન મંદિર માળીએ, ચિઢુંદિશિ પવન અગાશ, તિહાં બેઠા ધમ્મિલકુમાર, સુખભર નિજ આવાશ. ॥૫॥ એણે અવસર આકાશથી, ઉતરી કન્યાં એક, જાણે ચમકતી વીજળી, ન કરે નજરની ટેક. ॥૬॥ તે વિદ્યાધર કન્યકા, તેજરૂપ અતિરેક,
આવી સન્મુખ કુંવરને, ઉભી કહે સુવિવેક. ॥લા
રાસકર્તા હવે કથાને આગળ કહેતાં મા સરસ્વતીની ઉપાસના કરે છે, જેના નયનયુગલમાં કાજલ અને લલાટે કાશ્મીરના કેસરનો ચાંલ્લો શોભી રહ્યો છે, જેનું મુખકમળ તંબોલથી વાસિત છે, જેના હાથમાં વીણા રહેલી છે જે વીણાનો ગંભીર અવાજ હવામાં પ્રસરી રહ્યો છે. II૧॥ વળી જેના વિસ્તૃત કટિતટ ઉપર સુવર્ણમય કંદોરો સુંદર એવી કાંતિથી શોભી રહ્યો છે, જેના ઉ૨ ઉપર મુક્તાફળનો હાર શોભી રહ્યો છે. જ્ઞાનપ્રકાશને કરતી એવી મા સરસ્વતીને હું નમસ્કાર કરું છું. ॥૨॥
ચક્રવર્તી રાજા પાંચ ખંડ (ભરતક્ષેત્રના)ને સાધે છે. પણ જો તે રાજા છઠ્ઠા ખંડને ન જીતે તો.. તો... ચક્રરત્ન ચક્રશાળા (આયુધશાળામાં) માં પ્રવેશ ન કરે, તેમ કર્તા કહે છે કે મેં પાંચખંડ ચરિત્રના વર્ણન કરીને પૂર્ણ કર્યા, પણ તે ચરિત્રને કહેવા માટે છઠ્ઠા ખંડનું વર્ણન કરું છું. તો હે શ્રોતાજનો ! તમે કાન દઈને સાંભળો. પ્રાતઃકાળે ચકોર આનંદ પામે, તેમ સભામાં રહેલા દક્ષજનો મારી કથાને સાંભળીને આનંદિત થશે. II૩+૪૫
સમ્યક્ત્વને સાધતો ધમ્મિલ સ્વર્ગનાં સુખોને ભોગવે છે. એકદા પોતાના ભવનની અટારીએ નિરાંતે એકલો બેઠો છે. ચારે તરફથી પવન મંદમંદ આવી રહ્યો છે. પવનની લહેરોને માણતો તે સુખ અનુભવી રહ્યો છે. III) એ અવસરે આકાશમાંથી, આંખોને આંજી નાખે તેવી ચમકતી વીજળી જેવી કાંતિવાળી એક કન્યા નીચે ઊતરી આવી. ॥૬॥ તે વિદ્યાધર કન્યાનું રૂપ અતિતેજસ્વી હતું. તે કન્યા ધીમે પગલે, વિવેકપૂર્વક ધમ્મિલને જોતી જોતી, તેની સામે આવીને ઊભી. IIII
૨૬