________________
ખંડ - ૧ : ઢાળ - ૮
૩૯
જ વજામાતા પ્રગટ થયાં. કહેવા લાગ્યાં કે હે ખેડાનગરના સ્વામી ! હે સાધક ! તું સાંભળ ! શત્રુ લોકથી તમે પરાભવ પામેલા છો ને ? IIII તમે બંને એક જ માતાની કૂખે જન્મેલાં બોરડીનાં કાંટા સરખી નીતિ ભણ્યાં છો. (બોરડીના બે કાંટા એક જ સ્થાને હોવા છતાં એક કાંટો સીધો હોય છે અને બીજો વાંકો હોય છે.) અને તેથી કરીને સુમતિ અને દુર્મતિ તરીકે લોકમાં વિખ્યાત થયેલાં છો. શત્રુના પરાભવથી તમે બંને યમુના પાર ગયાં ॥૮॥
તમે બંને મથુરાના વનમાં પહોંચ્યા ત્યાં તમને ઘણા મંત્રોનો જાણકા૨ ગુણોનો સમુદ્ર અને ચોસઠ જોગણીઓ જેની સેવા કરે છે એવો એક અવધૂ સિદ્ધયોગી પુરુષ મળ્યો અને તેને નખોધપુરી નામે ચેલો હતો. IIII તે ચેલો ઘણો વ્યસની, જુઠ્ઠો, અવિનયી વગેરે અનેક દોષોથી ભરેલો છે. ગુરુનો (પોતાના જ ગુરુનો) દ્વેષી હોવાથી લોકોએ તેને દૂર કર્યો છે. તેની પાસે હંમેશાં દુર્મતિ સૂએ છે. ચંડાળ સરખાં તે બંને હંમેશાં ગુરુનાં છિદ્રો જોયા કરે છે. ૧૦ના
કહ્યું છે કે “સરખે સરખાની જોડી જગમાં હોય છે.” મૂરખને મૂરખ અને ચતુરને ચતુરની જોડી મળી રહે છે. ગધેડો ભૂંકે ત્યારે કૂતરો રૂવે અને ગધેડો મોઢું ચાટે, ત્યારે વટલ્યો કોણ જુએ ? (નીચ જનો છૂપાં કૃત્યો ગમે તેટલાં કરે, તેને કોણ જુએ ?) |૧૧|| નખોદપુરી ચેલો હંમેશાં ગુરુથી (ગુરુની સાથે) માયા-કપટ કરે. ગુરુની સેવા ક૨વા આવે ખરો. પણ સેવા કરવી ન ગમે, તેથી ગુરુને જેમ તેમ બોલીને સદા દાબમાં (દબાવે, દબડાવે) રાખે. જગતમાં નડતા રાહુને ચંદ્ર ખમે જ છે ને ! (રાહુ જયારે ચંદ્રની પાસે આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.) ૧૨॥
છતાં પણ ચંદ્રની અમૃત જેવી શીતલતાને રાહુ પામી શકતો નથી. તેવી રીતે ગુરુ પણ હંમેશાં ધ્યાનના અવસરે નખોદપુરીને દૂર રાખે છે. પણ હે સુમતિ ! તું સાંભળ ! તેં ગુરુની સારી અને સાચી ભક્તિ પાસે રહીને કરી છે. સેવા પણ સારી કરી છે. ।૧૩।। તે કારણે ગુરુએ કૃપાદિષ્ટ તારી ઉપર કરીને બે વિદ્યા આપી છે. એક છે વશીકરણ. જ્યારે બીજી છે શત્રુપરાજયની. ગુરુના વચનો માન્યકરીને તે વિદ્યાને નમસ્કારપૂર્વક તેં પણ ગ્રહણ કરી છે. ।।૧૪।
તે બંને વિદ્યાને સિદ્ધ કરવા ગુરુએ તને અહીં મોકલ્યો છે. તે પણ વિનયપૂર્વક જે પ્રકારે ગ્રહણ કરી હતી, તેવી રીતે વિદ્યાને સાધી છે. તેથી તારી ઉપર પ્રસન્ન થઈને તે વિદ્યાની સિદ્ધિ મેં તને આપી છે. માટે હવે પ્રસન્ન ચિત્તે તું ઘરે જા. ૧૫/॥ પણ જે દુર્મતિ છે તેને આ વિદ્યા સિદ્ધ થઈ નથી. કેમ કે તે વિદ્યા તેણે ચોરી કરીને લીધેલ છે. ગુરુએ આપી નથી. એમ કહી વજ્ર માતા અંતર્ધાન થયાં. સુમતિ-દુર્મતિ અને અગડદત્ત ત્રણેયે, પોતાનું કાર્ય આટોપી, એકાંત સ્થળે જઈને ભોજન કર્યું. ।।૧૬।।
કહ્યું છે કે :
લોભી હોય, ઇર્ષ્યાળુ હોય, આભૂષણ ચોરવામાં તત્પર હંમેશાં હલકાની સોબત કરનાર, સદ્ગુરુનાં છિદ્ર શોધનાર, અવિનયી ગુરુનો પણ દ્વેષી, માયાવી, અસત્ય બોલનાર, પરસ્ત્રીલંપટ, દુર્જન, કુમાર્ગે જનારો, દુષ્ટ ચેષ્ટા કરનાર હોય, તેઓને યંત્ર કે મંત્ર સંબંધી વિધિ ક્યારેય પણ સિદ્ધ થતી નથી ।।૧।।
પૂર્વ ઢાળ ઃ
સુમતિએ અગડદત્તનો ઘણો ઉપકાર માની, તેને વશીકરણ મંત્ર આપ્યો. તે મંત્ર લઈને નમસ્કાર કરીને અનુક્રમે અગડદત્ત અમરાવતી નગરી આવ્યો. ।।૧૭।। તે નગરીની બહાર ઉદ્યાનના પરિસરમાં