________________
૪૦
ધમિલકુમાર રાસ મુનિ ભગવંત દેશના આપી રહ્યા છે. ત્યાં જઈ પ્રણામ કરીને ધર્મરૂપી અમૃતને પીવા લાગ્યો. હૈયામાં એકદમ શીતળતા ઉત્પન્ન થતાં તેનો આત્મા ઉપશમભાવમાં રમવા લાગ્યો. નગરમાં ચોરી તથા હિંસા ન કરવી.” તે પ્રમાણે તેણે નિયમ લીધો. I/૧૮
મુનિ ભગવંતને નમસ્કાર કરીને, કુંવર કહેવા લાગ્યો કે “હે ગુરુદેવ ! કલ્યાણમિત્ર જેમ માર્ગ બતાવે તેમ નિયમ આપીને આજે આપે મારો ઉદ્ધાર કર્યો છે. એમ હરખાતો તે હવે કાશીદેશની વારાણસી નગરીમાં પહોંચ્યો. ૧૯લા ધમિલકુમારના રાસની આઠમી ઢાળ કહી. મૂર્ખ પણ પ્રેમથી કંઈ વિષ ભક્ષણ, કરતો નથી. પણ શ્રી શુભવીરવાણી જ અમૃત જેવી છે માટે જ સુવર્ણય કસીને લેનારા (કસોટી કરીને) હે સજ્જન વિનયી ! ભવ્યો ! તમે રસથી સાંભળો છો. (મન દઈને સાંભળો છો.) ૨૦ગા.
પ્રથમખંડની ઢાળઃ ૮ પૂર્ણ
-- દોહા :અગડદત્ત થાકો ગયો, સુરસરિતાને તીર; પંથ પિપાસાશ્રમ ટલ્યો, પીતાં નિર્મલ નીર. |૧| પટુ દરશન ફરસન જલે, ગંગા તીરથ રૂપ; મુનિવર કઈ મુગતિ ગયા, માને સુર નર ભૂપ. ||રા એક વારણ બીજી અસી, નામે નદીયો દોય; મધ્ય વસીય વારાણસી, નગરી ગુણથી જય. lal ભાગ્ય ઉદય જોવા ભણી, કુંવરે કીધ પ્રવેશ: નાનાવિધ કૌતુક જુવે, ફરતો સુંદર વેશ. જો મઠ એક મોહોટો દેખીયો, જિંહા ભણે છાત્ર અનેક; જ્ઞાનકલા રસ વસે ગયો, તિહાં ધરી વિનયવિવેક. પા. ઉપાધ્યાય કલાનિધિ, પવનચંડ છે નામ, ”
કરજોડી બેઠો તિહા, બુર કરી તાસ પ્રણામ. /દી અગડદત્તકુમારનો વારાણસી નગરીમાં પ્રવેશ - -
વારાણસી નગરીએ પહોંચેલ અગડદત્ત ઘણો થાકી ગયો. થાક ઉતારવા, વિશ્રામ લેવા તે ગંગાનદીના તીરે ગયો. ગંગાનું નિર્મળ પવિત્ર પાણી પીધું. તરસને દૂર કરીને તૃપ્ત થયો. વળી માર્ગનો થાક પણ દૂર થયો. વા (નૈયાયિક વગેરે) છ એ દર્શનવાળાના સ્પર્શથી જેનું પાણી પવિત્ર થયું છે તે ગંગાનદી તીર્થ સ્વરૂપ છે. તેનાં તટે (કિનારે) અનશન કરીને કેટલાયે મુનિવરો મોક્ષે ગયા છે. દેવમનુષ્ય અને રાજાઓ સૌ તેને પવિત્ર માને છે. રો
એક બાજુ વારણનદી બીજી બાજુ અસી નદી. આ બે નામની નદી વહી રહી છે અને તે બંનેની મધ્યમાં વસેલું હોવાથી નગરીનું નામ વારાણસીથી પ્રખ્યાત છે. //all હવે તે નગરીમાં કુમારે પોતાના ભાગ્યનો ઉદય જોવા માટે સુખરૂપ પ્રવેશ કર્યો. સુંદર એવા વેષને (વેશને) ધારણ કરીને બજાર, હાટ,