________________
૩.
ધર્મિલકુમાર રાસ
ધૂર્તોઽસત્યપ્રજ૫લંપટ ખલઃ દુષ્ટઃ કુમાર્ગાનુગ સ્વેષાં યંત્રકમંત્ર સાધનવિધિ સિદ્ધયંતિ નો કર્દિચિત્ ॥ ૧ ॥ -: પૂર્વઢાલ ઃ
સુમતિ સાધકે હો કે બહુ ઉપકાર લીયો; અગડદત્તને હો કે મોહની મંત્ર દિયો; લેઈ ચલીયો હો કે કરી તસ પાય નતિ; અનુક્રમે આવ્યો હો કે પુરી અમરાવતી. ।।૧૭।। તે પુ૨ પરિસર હો કે મુનિ ઉપદેશ દીએ, તિહાં જઇ પ્રણમી હો તે ધર્મપીયૂષ પીએ, શીતલતાએ હો કે, આતમ ઉપશમિયો; ખેટક ચોરી હો કે હિંસા નિયમ લીયો. ૧૮ નૃપસુત ગુરુને હો કે કહે મુજ ઉદ્ધર્યો, નિયમ દીયંતા હો કે પંથ સખાએ કર્યો; મુનિ નમી ચાલ્યા હો કે પામ્યા પ્રેમ વશી; કાશી દેશે હો કે નય૨ી વાણારસી. ।।૧૯।। મ્મિલ રાસે હો કે આઠમી ઢાલ કહી; મૂરખ પ્રેમે હો કે વિખ ભખે નહિ; શ્રી શુભવીરની હો કે વાણી અમૃતસી; સજ્જન વિનયી હો કે કંચન લેત કશી. II૨૦ના
રાજકુમારે મનમાં સંકલ્પ કર્યો કે નગરમાંથી નીકળી જવું. રાતનો સમય છે. અંધારું હોવાથી કોઈ જોનાર નથી. કોઈ અટકાવનારું નથી. નગરની બહાર મહાદેવનું મોટું મંદિર છે. ત્યાં જઈને ઓટલે રહ્યો છે. ત્યાં કોઈ નિમિત્તક (મુસાફિર) આવેલ તે ભોજન કરવા બેસે છે. તેટલામાં તેણે અગડદત્તને જોયો. નિમિત્તક તેને ભોજન કરવા બોલાવે છે. ॥૧॥ ભોજન કરીને બંને વાતો કરી રહ્યા છે. રાત આગળ વધવા લાગી. કુમારે વાત કરતાં વાતમાં જાણી લીધું કે આગંતુક નિમિત્તને જાણનારો છે. તેથી કુમારે પૂછ્યું કે “મારો ઉદય-પ્રગતિ કઈ દિશામાં છે ?” ત્યારે નિમિત્તકે કહ્યું કે “પૂર્વદિશામાં જવું. ત્યાં કાશીદેશમાં વારાણસી નગરી છે. ત્યાં તમારી પ્રગતિ અભ્યુદય થશે.” ॥૨॥ .
કુમારે તે જ વખતે નિમિત્તકને લાખનું આભૂષણ ભેટ આપ્યું. પાછલી રાત્રિએ અગડદત્ત (વહેલી સવારે) ચાલી નીકળ્યો. ખેડા પાટણ વગેરે અનેક નગર, ગામ, વન, સરોવરને જોતાં, વળી અનેક પ્રકારનાં કૌતુકને જોતો જોતો પૂર્વદિશા તરફ જઈ રહ્યો છે. IIII વળી જતાં મારગમાં વચ્ચે પર્વત આવ્યો. કૌતુક જોવાને કુંવર પર્વતના શિખર ઉપર ચડ્યો. ત્યાં એક મંદિર જોયું. વજામાતાનું મંદિર હતું. મંદિરે પહોંચ્યો. કુંવરે ત્યાં બે પુરુષને અગ્નિકુંડમાં હોમ હવન કરતા; ધ્યાન ધરતાં જોયા. ॥૪॥
સુમતિ-દુમતિની કથા ઃ
તે બંને પુરુષો પણ નવા આગંતુકને આવેલા જોઈ ઊભા થયા. બંનેએ કુમારને નમસ્કાર કર્યા. વળી કહેવા લાગ્યા કે, “ઢાલ અને ખડ્ગ તમારા હાથમાં છે.” તેથી તમારી આકૃતિ જ જણાવે છે કે તમે ક્ષત્રિય છો. તેથી આજે અમારું કારજ સરશે. તે સાંભળી કુંવર કહેવા લાગ્યો કે મારા યોગ્ય કામ હોય તો બતાવો. હું મદદ કરીશ. IIII ત્યારે તેમાંથી એક પુરુષ કહેવા લાગ્યો કે, ગુરુજીએ આપેલી વિદ્યાને સાદું છું. પણ ઉત્ત૨સાધક વિના ધ્યાન લાગતું નથી. ત્યારે કુમારે કહ્યું. “હું ખડ્ગ લઈને ઊભો છું, હવે તમારે કોઈ ચિંતા નથી. ચિત્તને સ્થિર કરીને વિદ્યાને સાધો.” ।।૬।।
'',
અગડદત્તના કહેવાથી સાધક (તે પુરુષ) એક ચિત્તે સાધના કરવા લાગ્યો. વિદ્યા (સાધના) ફળતાં