SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ધમિલકુમાર રાસ ગયા. તે ભોજન ક્યાં કરતા હશે? પરદેશમાં ભોજન કેમ ભાવતું હશે? આજે તેમનો સંદેશો મળતાં મારા દિલમાં દુઃખ ઊભરાઈ આવ્યું છે. રે મહિલા! આજે તારો મનમેળો થયો છે. કૂપની છાયા કૂપ (કૂવાની) સમાવે તેમ અમારી મનની મનમાં જ રહી ગઈ. જેની સાથે મનમેળ થયો હોય તે મનમાં રમ્યા જ કરે છે.” |૧| આટલું બોલતાં વસંત. રડી પડી. વિદ્યુત્પતિ કહે, “બેન ! ખેદ ન કરો. હવે તમારી દુઃખની વેળા વીતી ગઈ છે. વિશ્રામ આપનાર વાલમ હમણાં તો તે ચંપાનગરીમાં વસે છે. હવે ટૂંકવેળાએ તમારો પતિ સાથે મેળાપ થશે. પણ બેન ! તારી આવી દશા કેમ થઈ ? તમારા પ્રેમનું પોત પ્રકાશો તો હૈયું હળવું થાય ને કંઈક શાતા થાય. અને મારું તમારું ચિત્ત ઉલ્લસિત થાય.” ||રી : વસંતતિલકા બોલી. “બેન ! આ નગરમાં મોટો કોટિધ્વજ, વ્યવહારીઓ સુરેન્દ્રદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો. પતિના ધર્મને અનુસરનારી સુભદ્રા નામે તે શ્રેષ્ઠીની પત્ની હતી. તે શ્રેષ્ઠીને ધમ્મિલ નામે પુત્ર હતો. જે મને પ્રાણથી પ્યારો હતો. તે ધમ્મિલને મારા ઘરમાં અને મારા હૃદયકમળમાં વસાવી દીધો હતો. તેનામાં હું મુગ્ધ બની. તેણે મારા ચિત્તને હરી લીધું. ૩ વખત વહેવા લાગ્યો. અમે એકબીજામાં ઓતપ્રોત હતાં. નિયમિત મારે ઘેર તેના ઘેરથી ધન આવતું રહ્યું. કાળક્રમે તેનાં માતપિતા દેવલોક પામ્યાં. ધન આવતું ધીમે ધીમે બંધ થયું. બેન ! તું જાણે અમારી જાત કેવી? અમે ધનનાં લોભી. મારી અક્કાએ મને એકાંતમાં બોલાવીને કહ્યું કે “બેટી ! હવે આ કંતને છોડી દે. તે હવે નિર્ધન થઈ ગયો છે. પંખી પણ સૂકા વૃક્ષને છોડી ચાલ્યાં જાય છે. જો - સૂકાયેલાં નદી-સરોવરને હંસ અને ચકલાંઓ છોડી દે છે. રાજ્યથી ઊતરી ગયેલો રાજા ક્યારેક નોકર થાય છે. સુગંધ વિનાનાં પુષ્પો ઉપર ભમરાઓ પણ બોલતા નથી. દાવાનળથી બળી ગયેલા વનમાં હરણિયાં પણ રહેતાં નથી. અર્થાત્ વનને છોડી દે છે. તો આપણે કોણ? આપણી જાત કઈ? ધન લાવતો પુરુષ હોય તેનું સેવન કરીએ. ધન વિનાના પુરુષને પલકમાં છોડી દેવો જોઈએ.” ||પા મારી માએ જે કહ્યું તે સાંભળી હું ઘણી આવેશમાં આવી ગઈ. ને કહેવા લાગી. “મા ! તું શું બોલે છે? ધમિલે તો આપણને ક્રોડો ગમે. ધન દીધું છે. પણ કહેવાય છે કે વારિધિ (સમુદ્ર), વનિ (અગ્નિ) અને વેશ્યા. ગમે તેટલું આપો તો તે સંતોષ ન પામે. પણ મા ! સમજી લેજે કે અન્ય ગમે તેટલો ધનવાન હોય, મૂરખ કે ડાહ્યો હોય તો પણ હવે હું તેમાં રાચવાની નથી. મારું ચિત્ત તો તે ધમિલમાં લાગેલું છે. તેના ગુણો તથા સુંદર લક્ષણો જોઈને જ મને તેના પ્રત્યે પ્રીતિ જાગી છે. હવે હું તેને છોડીશ નહીં. Ill મા! મોર પણ વળગેલાં પીંછાને વિખેરે છે, ત્યારે ઢેલ કહે છે કે “હે પિયુ!” લાંબા સમયથી વળગેલા આ પીંછાને અળગા કરશો નહીં. હા ! જો તું પીંછાને છોડીશ તો તે તો કૃષ્ણના મુગટે ચઢશે. પણ હે પિયુ! અત્યારે તું જે કળા કરીને, વનમાં ફરે છે તે અવસર ફરીથી નહીં મળે અને જગતના લોકો તને બાંડો કહેશે. IIણા હે માતા! મોરનો શણગાર પીંછાં છે તેમ ધમિલ પણ મારા તનનો શણગાર છે. હું જીવીશ ત્યાં સુધી હું ધમ્મિલને છોડીશ નહીં. મારી વાત સાંભળી મા મૌન રહીને ચાલી ગઈ. ઘરમાં મને હવે કશું જ કહે નહીં. પણ મારાં છિદ્રો જોવા લાગી. એક દિવસ સ્નાન કરીને મેં અળતો (ચોપડવા) માંગ્યો. ત્યારે મને જીર્ણ અને રસકસ વગરનો નીરસ એવો અળતો આપ્યો. //૮ હું બોલી. “માતા ! નીરસ અળતો કેમ આપ્યો?” તો મા કહે, “આ પણ ધમ્મિલ સરખો સમજી લેજો . એકવાર મને નીરસ (રસ વગરના) પીલેલા શેરડીના ટુકડા મોકલ્યા. ત્યારે મેં પૂછાવ્યું કે આનું શું કારણ ! ત્યારે માએ કહેવરાવ્યું કે “પતિ જેવા પરખજો .” અર્થાત્ ધમિલ પણ આની જેમ નીરસ
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy