________________
ખંડ - ૬ : ઢાળ - ૪
૩૯૦
છે. સમજી લેજો. મેં પણ ગુસ્સે થઈને કહેવરાવ્યું કે મને આ જગતમાં ધમ્મિલ જેવો કોઈ દેખાતો નથી. III એકવાર મને તલવટ ખાવાની ઈચ્છા થઈ તો મેં દાસી પાસે તલ મંગાવ્યા. ત્યારે મારી માએ તલ વિનાની માત્ર પૂળી મોકલી. મેં કહ્યું કે મારે પૂળી ખાવી નથી. ત્યારે માએ કહ્યું કે ધન વિનાનો પતિ પણ પૂળી સ૨ખો સમજજે. ત્યારે પણ મેં કીધું કે આ તલ-મૂળી પાછી લઈજા. તારે બાળવામાં કામ આવશે. મ્મિલની બુદ્ધિ તો દરેક કામમાં તીક્ષ્ણ છે. તું આવી સરખામણી કરીશ નહીં. ।।૧૦।।
કૃતઘ્ની કાગડાની કથા ઃ– મા બોલી, બેટી ધમ્મિલની બુદ્ધિ શું ઘર-મંદિરે લીંપણ કરશે ? ત્યારે હું બોલી. મા ! કાગડાની જેમ કૃતઘ્ની ન થઈશ. ધન આવ્યું ત્યાં સુધી સારું લાગ્યું. અને હવે તે ગમતો નથી. મા મને પૂછે છે કે બેટી ! કાગડાની વાત શી છે ? મેં તેને કાગડાની વાત સંભળાવી. જે આ પ્રમાણે છે. લૌકિક શાસ્ત્રમાં એક કથા આવે છે. એકવાર બાર વર્ષનો દુકાળ પડ્યો. બધા કાગડા ભેગા થઈ વાતો કરે છે. રે ભાઈઓ ! આખું જગત ભૂખે મરે છે. તો આપણે શું કરવું ? આપણને કોણ આપવાનું છે. માટે વિચારો શું કરવું ? ॥૧૧॥
આ દુકાળમાં આપણને કોઈ પિંડ આપશે નહીં. માણસો તો એંઠાને મીઠું માનીને, માંગીને પેટ ભરશે. વળી ઘ૨, ઘરેણાં, બાળક ને આગળ વધીને નારીને પણ વેચી નાખશે. એમ દિવસો પસાર ક૨શે. અને જેને પોતાની આબરૂ વહાલી હશે તો તે ઘર છોડી પરદેશ ચાલ્યા જઈ ત્યાં રહેશે. ।।૧૨।। આવા દુકાળમાં વાણિયા બ્રાહ્મણો પણ દૈત્યને ત્યાં દાસપણું ક૨શે. લજ્જાળુ સ્ત્રીપુરુષ હશે તે માંગી શકશે નહીં. એકાન્તમાં ફાંસો ખાઈને, ઝેર ખાઈને જીવન ટૂંકું કરી નાંખશે. કેટલાક મનુષ્યો કે તિર્યંચો માંસ ભક્ષણ કરશે. પણ સામે પીવા પાણી નહીં મળે. ભોજન ન મળે તો પાણી ક્યાંથી મળે ? સ્નેહીસંબંધીનો ત્યાગ કરીને ચાલ્યા જશે. કરોડપતિ જે મૂછાળા માનવીઓ દુઃખ દૂર કરવા સરોવર શોધવા ચાલ્યા જશે. પાણી માટે દીનપણાને ધારણ ક૨શે. અર્થાત્ કરોડો દ્રવ્ય ખર્ચતાં પાણી મેળવી નહીં શકે. ।।૧૩।।
તો આપણે બધા પેટ કેવી રીતે ભરશું ? ત્યારે એક વૃદ્ધ કાગડો બોલ્યો. “રે મારા જ્ઞાતિજનો ! સાંભળો ! તમે કોઈ દુઃખને ધારણ ન કરશો. સમુદ્રના કિનારે કાયંજલ નામનો કાગડો રહે છે. જે મારો ભાણેજ થાય છે. આપણે બધા ત્યાં તેની પાસે જઈએ. તે આપણને નક્કી ખાવાપીવાનું આપશે. સમુદ્રમાંથી માછલાં પકડીને આપણને આપશે. ।૧૪। વૃદ્ધ કાગડાએ કરેલી વાત, બીજા કાગડાઓએ સ્વીકારી. અને એક સમે તે સૌ ભેળાં મળી, ઊડીને સમુદ્રકિનારે પહોંચી ગયા. વૃદ્ધ કાગડો કાયંજલને મળ્યો. સઘળી વાત કરી. કાયંજલ કહે “મામા ! પધારો. અમારે અહીં તમારી આખી જમાતને ઉતારો. હું બધી જ સગવડ આપીશ. મામા ! આ ભાણેજને ત્યાં નિરાંતે રહો. સામેથી તેણે આદર સન્માનયુક્ત સૌને બોલાવ્યા. અને રાખ્યા. હવે નિયમિત કાયંજલ સમુદ્રમાંથી માછલાં પકડી લાવીને તે સૌને આપે છે. પીવા માટે પાણીની વાત કરે છે. સમુદ્રમાં જ્યાં મીઠા જળનું ઝરણું વહેતું હતું તે બતાવે છે. જેને તરસ લાગે તે ત્યાં જઈને પાણી પીએ. આ પ્રમાણે સમુદ્રકાંઠે કાગડાની જમાતે બાર વરસના દુકાળને પૂરો કર્યો. ॥૧૫॥
બાર વરસ પૂરાં થયાં અને વરસાદ મૂશળધારે વરસ્યો. સુકાળ થયો. સર્વજનો આનંદિત થયા. સૌએ મળીને બે કાગડાને પૂર્વે જ્યાં રહેતા તે સ્થાને મોકલ્યા. તે બંને પાછા આવ્યા. સારો સંદેશો લાવ્યા. હવે તે સ્વસ્થાનમાં સુકાળ વર્તે છે. વૃદ્ધ કાગડો કાયંજલ ભાણેજને કહે છે કે ભાણેજ ! હવે સુકાળ વર્તે છે. લોકો અમને પાછા બોલાવે છે. પૂર્વજોનું પોષણ કરવા માટે લોકો શ્રાદ્ધ સરાવે છે. અમને ભક્તિપૂર્વક ભોજન કરાવે છે. ।૧૬। કાયંજલ કાગડો કહે ... “મામા ! તમને અહીં શું દુઃખ છે ! ભોજન-પાણી