SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૫ : ઢાળ - ૯ ૩૪૦, છે. અહોહો! આ વનની કોઈ અધિષ્ઠાત્રી દેવી છે? અથવા ખેચર કન્યા હશે ! કોઈ દેવી હશે ! મંત્રી વિચારે ન વિચારે ત્યાં તો તે કન્યાએ સડસડાટ જિનમંદિરમાં પ્રવેશ કર્યો. II૧૪ll વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરી. પૂજાબાદ, ભાવપૂજામાં પ્રભુની સ્તવના મધુરસ્વરે કરી. સર્વ ક્રિયા બાદ સારી ભાવના ભાવતાં કન્યા રંગમંડપમાં આવી. રંગમંડપમાં રહેલા મંત્રીશ્વરે પૂછ્યું. રે કન્યા ! તું કોણ છે? આ ભીષણ વનમાં તું એકાકી? શા માટે અહીં એકલી વસે છે? વળી આ સુંદર અને આ ભવ્ય જિનાલય કોણે બંધાવ્યું છે? પૂછેલા સવાલોના જવાબ માટે જતી કન્યા થોભી અને બોલી. આ વનના સ્વામી (માલિક - અધિષ્ઠાયક દેવ)ની હું પુત્રી છું. તેમના નામથી હું ખ્યાતિ પામેલી કન્યા છું. II૧પ જિનમંદિરનું નિર્માણ :- પિતાતુલ્ય તે યક્ષરાજે મારા માટે જિનચૈત્યનું નિર્માણ કર્યું છે અને પરમાત્માની પૂજા કરવા માટે મને અહીયાં મૂકી છે. તે યક્ષરાજનું નામ રત્નદેવ છે. પ્રભુના દર્શન કરીને, તે પોતાના સ્થાને ગયા છે. બાળાનું વચન સાંભળી મંત્રી કહે છે. તે બાળા ! તે યક્ષરાજ પાસે જવાનો માર્ગ કોઈ છે? મારે તેમને મળવું છે. મારે તેમનું કામ છે. તો તું માર્ગ બતાવ. /૧૬ll હે અતિથિ ! આપને તે યક્ષરાજ પાસે જવું છે? માર્ગ છે. ચૈત્યની આગળ અગ્નિકુંડ છે. તે અગ્નિકુંડમાં જે ઝંપલાવે (સળગતા કુંડમાં) તે મનુષ્ય યક્ષરાજના દ્વારે પહોંચે છે. સાહસિકના કાને રત્નમય કુંડલ ઝગમગતાં હોય છે. જ્યારે કાયરની સ્ત્રીઓ બિચારી નયને કાળાં નીર વહાવે. અથવા કાયર જો કુંડમાં કદાચ ઝંપલાવે તો બળીને ખાખ થઈ જાય છે. ૧૭થી મંત્રીશ્વર અગ્નિકુંડમાં - કન્યાની વાત સાંભળી મંત્રીશ્વરે જવાની વાત વિચારી લીધી. સાથે આવેલ સેવકવર્ગને પોતાના મગરે પાછા જવા માટે આજ્ઞા આપી દીધી. પછી મંત્રીશ્વરે પરમ પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધર્યું. યક્ષરાજનું શરણ સ્વીકારી, અગ્નિમાં ઝંપલાવ્યું. તત્ક્ષણે યક્ષરાજના દ્વારે પહોંચી ગયા અને સામે જ યક્ષરાજનું ઝળહળતું તેજ જોઈ મંત્રીશ્વર સ્તબ્ધ થઈ ગયા. યક્ષના પ્રભાવે મંત્રીશ્વરના દેહે કોઈ ઈજા ન થઈ. યક્ષના ચરણે નમસ્કાર કરીને મંત્રીશ્વર યક્ષરાજની સામે ઊભા. ૧૮. રત્નદેવયક્ષ – પોતાની દેવી સાથે બેઠા છે. કન્યા પણ ત્યાં આવી. યક્ષરાજના તેજને જોતાં મંત્રીશ્વર મુગ્ધ થયા. મૌન ધારણ કરીને રહ્યા છે. યક્ષરાજે મંત્રીશ્વરને બોલાવ્યા. તે મંત્રીશ્વર ! તમે હવે - ઉદાસીનતા છોડી દો. ૧૯ો. - ઘણા વખતથી તમારી વાટ જોતાં હતાં. તમારા આવવાથી અમારી ચિંતા ચાલી ગઈ છે. આ અમારી પુત્રી સાથે પાણિગ્રહણ કરો. (પરણો) અને અમારી કીર્તિ વધારો. તે સાંભળી મંત્રી બોલ્યા. યક્ષદેવ ! તમારે વળી સંતતિ કેવી ? અને ક્યાંથી ! યક્ષ કહે મંત્રીશ્વર ! મારું ચરિત્ર સાંભળો. //૨૦ગા. તિલકપુર નામે નગરી હતી. જેમાં વ્યવહારકશળ ને ગુણવાન ધન નામનો ધનવાન શ્રેષ્ઠી વસતો હતો. સતીઓમાં શિરોમણી શ્રીમતી નામે પ્રાણપ્યારી શેઠની પત્ની હતી. એકવાર આ નગરની બહાર ઉદ્યાનમાં વિહાર કરતાં જ્ઞાની એવા જ્ઞાનઅમૃતસૂરી પધાર્યા. શેઠ-શેઠાણી ગુરુ મહારાજનાં દર્શન વંદન કરવા ગયાં. વંદન કરીને, ઉપદેશ સાંભળવા બેઠાં. મુનિ પણ યોગ્ય જીવો જાણીને શ્રુતનો ઉપદેશ આપે છે. ૨૧ હે મહાનુભાવો ! દુર્લભ મનુષ્યભવને પામી ચિંતામણી સરખો જૈન ધર્મ જાણીને સદાયે તેની આરાધનામાં તત્પર રહો. નિત્ય ધર્મની આરાધના કરવી જોઈએ. મહાભાગ્યશાળી, રોજ આરાધના ન થઈ શકે તો, મહિનાની પાંચતિથિ તો અવશ્ય ધર્મ આરાધવો જોઈએ. જે કારણે દુર્ગતિ-નરક-તિર્યંચગતિનો - ભય ટળી જાય. ૨રા નિરિયાવલી સૂત્રમાં કહ્યું છે કે – પ્રાયઃ કરીને પ્રાણી તિથિના દિવસે પરભવનું
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy