________________
ખંડ - ૪ : ઢાળ - ૫
૨૫૧
• વસુદત્તા નારી ઇચ્છા, વિહારી દુઃખ વરી; વળી શરદમન નરરાય, આપ મતિ કરી...શીખ.../૧૯ll મુજ શીખ સુધારસ પીને, મગન હો સદા, સુખને વિલસો એહની, સાથ કરી મુદા, ખંડ ચોથે પંચમી ઢાલ એ, ધમ્મિલ રાસની,
શુભવીર વિવેકની વાત, પૂરણ આશની...શીખ...ll૧ળા હે બેટી ! નિર્મળબુદ્ધિવાળી કે વિમળા ! તું સાંભળ. રે ! તારી શી દશા થશે? મને તો એ જ સમજાતું નથી. કે આટલી સમજાવવા છતાં તું જંગલના રોઝની જેમ કોઈ વાતે સમજતી નથી. આ યૌવનવયમાં રાજધાની સરખા પિયરનો ત્યાગ કરી દીધો. જન્મથી લઈને આજદિન તક તને ઉછેરનાર કે લાલનપાલન કરીને તારું જતન કરનાર જે તારાં માતાપિતા તેનાં હૈયાં તો દાઝતાં જ રહ્યાં. ચિંતામાં મૂકીને ચાલી નીકળ્યાં. મેં તારું સારી રીતે જતન કર્યું તો મારું પણ માનતી નથી. ////
મુર્ખ વાંદરાની કથા-સુજ્ઞ, સમજુ ચતુરને શિક્ષા (હિતશિક્ષા) આપવી સારી. પણ મૂર્ખને ક્યારેય ન દેવી. મૂરખથી તો દૂર સારા. મૂર્ખશિરોમણી વાંદરાને શિખામણ દેવા જતાં ગુણને સમજતો નથી. પણ એને શિખામણ આપનાર બિચારી સુગરી ઘરબાર વિનાની થઈ ગઈ. //રા.
કથાઃ-સુંગરી નામનું પક્ષી, જે માળો બાંધવામાં હોંશિયાર હોય છે. વનમાં એક વૃક્ષ ઉપર સુંદર મજાનો માળો બાંધી સુગરીબેન રહેતાં હતાં. આ જ વૃક્ષ ઉપર એક વાંદરો પણ રહેતો હતો. ગમે ત્યાં જાય પણ સાંજ પડે વાંદરાભાઈ આ જ વૃક્ષ ઉપર આવી જતા. વર્ષાઋતુમાં વરસાદ ઘણો પડે. સુગરીના માળામાં એક ટીપું પણ પાણી આવે જ નહીં. એવો મજાનો માળો. ધોધમાર વરસાદ પડતાં પણ સુગરીબેન સલામત. વાંદરાભાઈ વૃક્ષ ઉપર ભીંજાયા જ કરે. વરસાદ ને વળી ઠંડો પવન ફૂંકાયો. વાંદરાભાઈ થરથર ધ્રૂજે. માળામાં સુગરીબેન જોયા જ કરે. ડાહ્યા થઈને વાંદરાને શિખામણ દેવા ગયાં. કહે કે “ભાઈ ! તમારે તો બે હાથ અને પગ બધું જ છે. તો તમે મારી જેમ રહેવા માટે (મકાન) કંઈક બાંધ્યું હોત તો આમ ભીંજાઈને થરથર ધ્રુજવું ન પડત. મેં મારી એક ચાંચ વડે કેવો સરસ માળો બાંધ્યો છે. કેવી મજાથી અંદર બેઠી છું. ન ઠંડી, ન ભીંજાવું. કેવી શાંતિ ?
થોડું બોલીને બંધ કર્યું હોત તો સુગરીબેનનું બગડત નહીં. વધારે ડહાપણ કરવા ગયાં ને વાંદરાભાઈને ગુસ્સો આવ્યો. સુગરીની ડાળે છલાંગ મારી પહોંચી ગયો. કહે કે જો તને બાંધતાં આવડે છે તો મને તોડતાં આવડે છે. લે, એમ કહી હાથ વડે માળો તોડી નાંખ્યો. સુગરીબેન તો ઊઠીને બીજે ડાળે જઈને બેઠાં. ભીંજાંયાં ને થરથર ધ્રૂજવા લાગ્યાં. ઘર વિનાનાં થઈ ગયાં. ૧આમ મૂખને શિખામણ આપવી ખોટી છે. વિમળા ! આની જેમ તને શિખામણ આપવી નકામી છે. પિયરથી નીકળી છે. તો હવે ત્યાં પણ અપયશ જ ગવાશે. અને સુખ મેળવવા વિદેશ નીકળ્યા, તો અહીંયાં પણ ક્લેશ ? “ટાલિયાના માથે કોઠાના ફળની” જેમ તારા નામે ક્યાંયે શાંતિ મળે નહીં. - “ટાલિયાને માથે કોઠાં” :- કોઈ એક માણસને માથે ટાલ હતી. એક ગામથી બીજે ગામ જતાં તે ટાલવાળાને તડકો થતાં તાપે દાઝવા લાગ્યો. ટાલને કારણે માથું પણ તપી જવા લાગ્યું. શીતળતા - મેળવવા માટે કોઠાના વૃક્ષ નીચે તેની છાયામાં વિસામો લેવા બેઠો. તો કોઠાના વૃક્ષ ઉપરથી કોઠાનું