________________
ધર્મિલકુમાર રાસ
ફળ તેના માથા ઉપર પડ્યું. માથે ટાલ હોવાથી કોઠાનું ફળ પડવાથી તે ત્યાં હણાયો. દરેકનું ભાગ્ય બે ડગલાં આગળ આગળ જ હોય છે. બિચારાને સુખ મેળવવાના સ્થાને દુઃખની પ્રાપ્તિ થઈ. ॥૨॥ વળી કહેવાય છે કે દાન-માનઅપમાન-ઔષધ અને પ્રેમ આ વસ્તુ ગુપ્ત રાખવી જોઈએ. તેમજ આયુ, ધન, મંત્ર અને ઘરનું છિદ્ર. આ વસ્તુ કોઈને પણ બતાવવી ન જોઈએ. પણ વિમલા ! તું તો હાથે કરીને ઘરનું છિદ્ર બતાવે છે. જો નસીબ રૂઠે અને પોઠ ભરીને દુ:ખ આપે તો તે દુઃખ સહન કરવું સહેલું છે. પણ અણસમજુ હઠીલી સ્ત્રીને સમજાવવી ઘણી દુષ્કર વાત છે. IIઝા
૨૫૨
વધારે કહેવાથી શું ? ચોસઠ કળા ભણીને ચતુર તો ઘણી થઈ. રાજપુત્રી છે. છતાંયે દીર્ઘદૃષ્ટિ તારામાં નથી. ભણી પણ ગણી નથી. તારી બુદ્ધિ કામ ન કરતી હોય તો કોઈકની બુદ્ધિ ઉધાર લે. હે ચકોર દીકરી ! મારું કહેવું સાંભળ અને ધમ્મિલની વાત માન્ય કર. તેની સાથે જવાથી સુખી થઈશ. વધારે શું કહું ? IIII દીવો લઈને ગોતવાં જતાં પણ આવો સુંદર પુરુષ નહીં મળે. રખે આને છોડી બીજાને જો વરીશ, તો પાછળથી પસ્તાવો થશે. રોઈ રોઈને જિંદગી પૂરી કરવી પડશે. બહારથી તો ચણોઠીની જેવા રંગરસિયા ઘણાયે મળશે. પણ આ સંસારમાં ચૂના સરખા કે જેના સંગનો રંગ અભંગ હોય તેવા ઉત્તમપુરુષો જે કહેવાય છે તે મળશે નહીં. ।।૫।।
વિવિધ કળા અને વિજ્ઞાનમાં દક્ષ એવા કોઈક જ હોય છે. તારા પ્રત્યેના પ્રેમ-રાગને કારણે તે અહીં રોકાયો છે. નહીં તો ક્યારનોય ચાલ્યો ગયો હોત. સમજ તારા ભાગ્યનો ઉદય થયો છે. જેથી મહાપુણ્યશાળી આ પુરુષ અહીં આવી ગયો છે. તો તારે તેના સ્નેહતંતુનું તૂટતું, તૂટી રહેલું સૂત્ર સારી રીતે સાંધવું જોઈએ. પાણી આવતાં પહેલાં હે પનોતી ! (પવિત્ર કન્યા) તારે પાળ બાંધી દેવી જોઈએ. ॥૬॥ નિઃસ્નેહી દુર્જનની સાથેના સ્નેહને ત્યજી દેવો જોઈએ. સજ્જન સ્નેહી સાથે સ્નેહ સારી રીતે વધારવો જોઈએ. પુત્રી ! જગતમાં સ્ત્રી જ પુરુષના પગે પડતી દેખાય છે. જ્યારે અહીં તો તદન વિરુદ્ધ દેખાય છે. તે બિચારો તારા કડવા વેણને સહન કરે છે. હવે તો સમજને ! તારે આવા સજ્જનની ઉપેક્ષા કરવી ન જોઈએ. 1ા
કહેવાય છે કે કાગડાને હાડકાંનો સંગ ગમે છે. હંસને નિર્મળ પાણીથી ભરેલ સરોવર ગમે છે. જલચર જીવોને જલ સાથે પ્રીત હોય છે. જ્યારે પક્ષીઓને વૃક્ષ ગમે. પંડિત પંડિતની સાથે ખેલે વાદવિવાદ કરીને આનંદ પામે છે. જ્યારે મૂર્ખાને મૂર્ખની સાથે ૨મવું હસવું ગમે છે. જે જેના સરખાં હોય તેને તેવા સાથે પ્રેમ પ્રગટે છે. માટે તને સજ્જનનો સંગ ક્યાંથી રુચે ? તું મૂર્ખ ગમાર છે. III
રે વહાલી દીકરી ! મેરુ પર્વત ઉપર રહેલા કલ્પવૃક્ષની તથા સાગર તળિયે રહેલા માણેક મોતીની ઇચ્છા કરવી શા કામની ? જે આપણને કામ જ ન આવે. સ્વાર્થી રાજા-રાણાની શું ચાહના કરવી ! તે કરતાં પરઉપકારી વનમાં રહેલા ભલા આંબા અને રાયણઘણાં સારાં. જે પત્થર મારે તેને ફળ આપે. વળી તાપથી દગ્ધ થયેલાને શીતળતા આપે. જે આપણા ઉપકારી છે. ।।૯।। તું ધમ્મિલને સ્વામી તરીકે સ્વીકા૨વા તૈયા૨ કેમ થતી નથી ? મને એ જ સમજાતું નથી. જો એ કેટલો શૂરવીર છે ! ભવિષ્યમાં જગતમાં ઘણા દાનને આપનારો ધર્મની આરાધના કરનારો શ્રીપતિ - લક્ષ્મીનો પતિ કૃષ્ણ અથવા ધનભંડારી કુબે૨ સરખો થશે. વળી તેનાથી અધિક રાજકુમાર પણ જેની ચાહના કરે છે. મૈત્રી બાંધી છે. તે યુવરાજ સાથે કાલે સવારે રંગરસિયા મિત્રોની સાથે વનક્રીડા કરવા જશે. બધા જ ધમ્મિલની મૈત્રી ચાહે છે અને તેને એનાથી ય વધારે જો કોઈ અપેક્ષા હોય તો કાલે પ્રભાતે રાજકુંવરની સાથે વનક્રીડાના રસિયા ઘણા પુરુષો ત્યાં જશે. ॥૧॥