________________
૨૫૦
ધર્મિલકુમાર રાસ
શી ચાહના કલ્પતરુની, જે મેરૂ રહ્યા; મણિ માણેક નાવે કાજ, સાયર સંગ્રહૃાા; રાયરાણાની શી ચાહ, જે સ્વારથ પૂરીયા; રૂડા રાયણને સહકાર, જે ઉપગારીયા...શીખ...લા. કેમ ધમ્મિલને ભરતારપણે, નવિ માનતી, દાનધર્મી વડે જગવીર, થાશે શ્રીપતિ; તેથી અધિક હો એ જો ચાહ તો, વન ક્રિીડારમેં; પરભાતે નૂપસુત સાથ, નર બોહોલા જશે..શીખ.../૧ના તમે પણ તિહાં જઈને રૂપ, નિહાલો નર તણાં, ઈચ્છાએ વરો વર અન્ય, કુંવારીને વર ઘણાં; મનમાન્યા નર શું ગોઠ, કરો સરજી જિહાં, અમો જઈશું અમારે દેશ, તમે રહેજો તિહાં...શીખ../૧૧ાા. જેહને ઘરનારી કુમારી, કુલક્ષણ બેટીયાં; નર નિર્ધન પુત્ર કુપુત્ર, કુસંગે ભેટીયાં; એ સર્વને સુતાં છોડી, ન રહીએ ટુકડે; દૂર જઈ વસીએ દશ કોશ, લવંતે કૂકડે શીખ.૧ર. રૂપ જો વન વણિકનું દેખી, રીઝી ઘણી, પણ ન કરી પરીક્ષા કાંહી, ગુણ અવગુણ તણી; આ ધમ્મિલ રાગી રૂ૫, ધીરજ સુર સારિસો; દેવરત્ન દીએ કંઠહાર ઉડાવે વાયસો..શીખ../૧all આવલને ફૂલ વિચાલે. પડી ચંપકલી; તિમ ચતુરાં કેરી ગોઠ, મૂરખશું મળી; લાત પંડિતની વર મૂરખ હિત નહુ જાણીયા; કંઈ રૂઠા ભલા ભૂપાલ, તૂઠા નહિ વાણીયા...શીખ....I૧૪ા. જો પહેલી પરણીશ તો તું, હોએ પટ્ટધારિકા; દેવ વયણે વરસે એહ, રાજકુમારિકા; એથી અધિકો ગુણવંત, પુરુષ જગમાં નહી; આપદાપણું તજી વત્સ, એહનો વરો સહી.શીખ...૧૫ા. આપજીંદે વિબુધ નર પણ વિણસંત દેખીએ; તુઝ સરિખી સુકોમલ નાર, શી ગતિ લેખીએ;