________________
ખંડ - ૬ : ઢાળ - ૫
૩૯૯
-: દોહા :વિદ્યુત્પતિ વેગે ગઈ, ધમ્પિલકુંવરને પાસ, મૂલ ચૂલ માંડી કરી, સઘળી વાત પ્રકાશ. /૧|| તે સુણતાં દુઃખ ઉલ્લરયું, નયણે નીર ભરાય, પણ વિમલાના ભય થકી, વચને નવિ ઉચ્ચરાય. /રા વિદ્યુત્પતિ કહે નાથજી, મ કરો શોચ લગાર, કુશગપુરે જાવા તણો, જો હોએ દિલમેં પ્યાર. Hall તો બોલો નિર્ભયપણે, કુંવર કહે છે પ્યાર, પણ ઇચ્છા હોવે સર્વની, તો જાવું જયકાર. llll એમ નિસુણી ખેચર સુતા, મેળવી સઘળી નાર, નિજ નાયરે જાવા તણો, કીધો એક વિચાર. //પા કુંવર જઈ નૃપને કહે, જઈશું અમે નિજ દેશ,
રાય કહે કેમ રાખીએ, પરૂણાગત સવિશેષ. //દી વીજળી વેગે સડસડાટ વિદ્યુત્પતિ ધમ્પિલકુમાર પાસે આવી ગઈ. સ્વામી વચમાં ને વિદ્યુત્પતિ બાજુમાં બેઠી છે એને આવેલી જોઈને સઘળી સ્ત્રીઓ પણ તેને વીંટળાઈને વાત સાંભળવાની ઉત્સુકતાએ બેસી ગઈ. આમૂલથી ચૂલિકા સુધી (મૂળથી લઈને અંત સુધી) સઘળી વાત કહી સંભળાવી. ૧/ જે સાંભળીને ધમ્મિલના હૈયે ઘણું દુઃખ થયું. હૃદય ખળભળી ઊઠ્યું. નયનોમાં નીર ભરાયાં. પણ વિમળાના ભય થકી ધમ્મિલ એક પણ વચન ન બોલ્યો. //રો
ધમ્મિલની સજલ આંખો જોઈને વિદ્યુત્પતિ બોલી. “સ્વામીનાથ ! સ્વસ્થ થાઓ. શોક ન કરશો. આપની ઇચ્છા કુશાગ્રપુર નગરે જવાની છે ? આપ નિર્ભયપણે કહી દો. llll. - ' આ પ્રમાણે વિદ્યુત્પતિની વાત સાંભળીને ધમ્મિલ બોલ્યો. “રે દેવી ? મારે જવાની ભાવના છે. પણ તમે સઘળી સ્ત્રીઓની ઈચ્છા હોય તો ને ? સાથે જઈએ તો આનંદ થાય. જયજયકાર પણ થાય. અને એ જ યોગ્ય છે. ll૪ો | ધમિલની વાત સાંભળીને વિદ્યુત્પતિએ સર્વે સ્ત્રીઓની સામે જોયું. સંકેતથી જાણવા માંગતી હતી કે સૌની ઇચ્છા શું છે ? સર્વ સ્ત્રીઓએ સંમતિ આપી. સૌને કુશાગ્રપુર જવાની ઇચ્છા છે. સર્વની અનુમતિ મળતાં, સર્વનો એક વિચાર થયો. Ifપી કે
ધમિલ જેના રાજ્યમાં રહેતો હતો તે રાજા કપિલની રજા લેવા ધમિલ રાજદરબારે પહોંચી ગયો. કહે છે. “હે મહારાજા ! અમને અમારી જન્મભૂમિ યાદ આવી છે. હવે અમારા નગરે જવાની ભાવના છે. તો અમને રજા આપો. રાજા બોલ્યો. “રે પરદેશી પરોણા ! વિશેષ શું કહું ? પરદેશીને કે વધારે રાખી શકાય? તમારી જવાની ઇચ્છા છે તો પરોણાને વિશેષ શું કહીએ ? આપને મારી રજા છે.” રજા મળતાં ધમ્મિલ હવેલીએ આવ્યો. અને જવાની તૈયારી થવા લાગી. All