________________
અથ પંચમ ખંડ પ્રારંભ -: Elel :
ચોથો ખંડ અખંડ રસ, પૂર્ણ હુઓ સુપ્રમાણ, પંચમ ખંડ કહુ હવે, સુણજો રસિક સુજાણ. ॥૧॥ આગે આગે રસ ઘણો, કથા સુણંતા થાય; મ્મિલ ચરિત ઉત્તરકથા, હવે વિસ્તારે કહાય. ॥૨॥ એક દિન રાજ કચે૨ીયે, ધમ્મિલ બેઠો જામ. કોઈક વૈરી નૃપતિએ, અશ્વભેટ કરી તામ. ॥૩॥ તેજ ઝગંતો જસ તનુ, સુંદ૨ ઉજ્જવલ વાન કર્ણ ઉદર કટિ લઘુવરા, પગ નલી વજ્ર સમાન. ॥૪॥ રોમ અલ્પ લઘુ દેહડી, પાસા પીઠ સુઘાટ, રાત દિવસ ઉભો રહે, સાર્ધ ચરણ જેમ નાટ IIII કેસર વરણી કેસરા, પવનવેગ જિત મન; લક્ષણ લક્ષિત અંગ છે. શોભિત અશ્વ રતન ।જ્ઞા શિર વલગી વલગા ધરી, ચામર ચાર પ્રયાન, મ્મિલ નૃપ જાણે ચઢ્યો, તુરંગ દમન વિજ્ઞાન. Ill
મ્મિલકુમાર રાસનો ચોથો ખંડ અખંડ રસે સારી રીતે પૂર્ણ થયો. હે રસિકજનો ! હવે પાંચમો ખંડ કહું છું. તે રસપૂર્વક સાંભળો. ॥૧॥ ધમ્મિલકુમાર ચરિત્રની ઉત્તર (આગળ) કથા હવે વિસ્તારથી કહેવાશે. જે સાંભળતાં, તમને સૌને ઘણો રસ ઉત્પન્ન થશે. II૨।।
ધમ્મિલ નિયમિત રાજસભામાં જાય છે. એક વખત રાજસભામાં ધમ્મિલ બેઠો છે. સભામાં અનેક પ્રકારનાં વાણી-વિનોદ ચાલી રહ્યો છે. સૌના મનમાં આનંદ-ઉત્સાહ છવાઈ ગયો છે. ત્યાં કોઈક વૈરી રાજાએ ભેટ આપેલો અશ્વ, રાજાની સભામાં લાવવામાં આવ્યો. II જે અશ્વનું શરીર તેજથી ઝગારા મારતું હતું. વળી તે અશ્વ સુંદર ઘાટીલો, ઉજવલવર્ણથી યુક્ત છે. જેના કર્ણ-ઉદર અને કટિભાગ શ્રેષ્ઠ - લઘુતાને વરેલા છે. પગની નળીઓ વજ્ર સમાન છે. ।।૪।।
દેહ ઉપર રોમરાજી અલ્પ છે. શરીરની બંને બાજુના પડખાં પાસાં પીઠ પણ સરસ ઘાટીલાં છે. નટરાજ એક ચરણ ઊંચો કરીને અને જેમ ઊભો રહે છે તેમ આ અશ્વ પણ એક ચરણ ઊંચો રાખીને રાતદિન ઊભો રહેતો હતો. આ અશ્વ સોહામણો પણ ઘણો હતો. ।।૫।। વળી આ અશ્વની કેસરા કેશરવર્ણી છે. પોતાનાં મનને જીતીને જાણે, પવનનાં વેગને જીતતો હોય તેવો પવનવેગી હતો. સર્વ લક્ષણોથી લક્ષિત જેનું અંગ છે. તેવો તે અશ્વરત્ન શોભતો હતો. II॥
તેના શિરે વળગેલી વલ્ગા (કલગી) તો તે જ્યારે દોડતો, ત્યારે જાણે ચાર ચામરો ઢળાતાં હોય તેવી લાગતી હતી. અશ્વને ખેલાવવાની કળા જાણનાર ધમ્મિલને, નવા અશ્વરત્નનું દમન કરવાનું મન