________________
ખંડ - ૩: ઢાળ - ૧૩.
૨૦૯
પાસે કંઈ નથી. મારા આ બધા ભાઈઓ પાસે પણ કંઈ નથી.” છતાં ચોરો તેને લૂંટવા માટે તૂટી પડ્યા. તે તો ઊભો જ હતો. કંઈ જ ન મળ્યું. હોય તો મળેને? નિધન હતો. ચોરો પણ સમજી ગયા કે આ બધા નિધનિયા છે. નિર્ધન એવો પહેલો જે આવેલો તે બ્રાહ્મણને તો લાકડીથી ફટકાર્યો. થોડીવારમાં તે મરણને શરણ થયો. એક પાસેથી કશું ન મળતાં, બીજા પાસેથી શું મળશે? કશું જ નહીં મળે. માનીને તે બધા ચોરો ચાલ્યા ગયા. (૨) “મા મૂરખ હિતકાર રે” “મૂર્ખ વાંદરાની વાત”
રાજમંદિરે રોજ એક વાંદરો આવતો હતો. તે વાંદરાને રોજ રાજા જોતો. રાજાને તેની સાથે મિત્રતા બંધાઈ. મિત્રતાના દાવે રાજા વાંદરાને જે કહે તે વાંદરો કરવા લાગ્યો. રાજાએ તેને (વાંદરાને) મશાલચી બનાવ્યો. મશાલ હાથમાં રાખીને નિયમિત રાજાની પડખે ઊભો રહે છે. એકદા રાજદરબારે કોઈક પરદેશી કેરીનો કરંડિયો ભરીને આવ્યો. રાજાની આગળ ભેટણું (તે કેરીનું) ધર્યું. રાજાની સામે કેરીનો કરંડિયો મૂક્યો. આ કેરી ઉપર મૂર્ખ વાંદરાની નજર પડી. સૌથી વધારે કેરી સૌને પ્રિય હોય. વાંદરાને પણ કેરી પ્રિય જ હોય. કેરી જોઈ હાથમાં ઝાલ્યો રહે ખરો? મૂર્ણ ચંચળ વાંદરાએ મશાલ રાજાની ઉપર નાંખી દીધી. કેરીના કરડિયા ઉપર તરાપ મારી. જાતિ સ્વભાવ આવી ગયો. મૂર્ખને લાંબી અક્કલ હોય નહીં. શું પરિણામ આવે ?
કન્યા ધાવમાતાને કહે છે મા ! મૂર્ખ સાથેના સંબંધો આવી દશા નોંતરે. મૃત્યુના મુખમાં પણ ધકેલાઈ જવું પડે. # ૧૨ો આવા મૂર્ખનો સંયોગ શા કામનો ? મને તો આ ધમ્મિલ) નજરે દીઠો યે ગમતો નથી. તો એની સાથેનો ઘરવાસ, વિલાસ ને સંભોગ તો દૂર રહો, પણ હે માડી ! મને તો નજરે જોવો ગમતો નથી. તો બીજી વાત શી કરવી ? ||૧૩ી.
હું તો મા ! હવે ઘર તરફ પાછી ફરું છું. મારે તો હવે કોઈનું યે કામ નથી. ઘેર જઈશ. બ્રહ્મવ્રતને ધારણ કરીશ. લગ્નની વાત કરવી નહિ. કોઈ કરે તો સાંભળીશ પણ નહીં. બ્રહ્મવ્રત પાળતાં લોકમાં મારી આબરૂ તો વધશે. I૧૪ો તે સાંભળી ધાવમાતા બોલી...વત્સ ! સાંભળ! મનમાં જરાયે ખેદ ન કરીશ. જે જ્ઞાનીએ દીઠું હશે તે જ થશે. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. બેટા ! બાળકબુદ્ધિ ન ધરતી. વળી તારું પુણ્ય જ પ્રબળ હશે તો સૌ સારાં વાનાં થશે. I[૧પી
જો સાંભળ ! પેલી નૃપકન્યા ભિલ્લને પરણી એ તેના પુણ્ય આનંદ રાજા નીવડ્યા ને ! વળી મયણા ! કઠી કોઢિયાને પરણી, અને તેના પયયોગે કોઢે ગયા ને શ્રીપાળ રાજા મથાને, ૧દી.
તને સંકેત કરીને જનારો ન આવ્યો. તો તે જૂઠ નીવડ્યોને ! સાંભળ્યું છે કે કુંવારી કન્યાને સો વર અને સો ઘર હોય છે. // ૧૭ી ક્યારેય ખારા જળથી તૃપ્તિ થાય ખરી? ના. તરસ છીપાય ? ના. જૂઠાની વાત પણ આવી જ હોય. જૂઠું બોલનારો જે માણસ તેના સરખો બીજો કોઈ પાપીઓ કહ્યો નથી. જૂઠું બોલનારો પાપી હોય છે. આગળ વધીને તે ઘાત કરનારો પણ થાય. // ૧૮ll
જૂઠું બોલનારને, કૂડકપટ કરનારને કદીયે વિદ્યામંત્ર ફળીભૂત થતાં નથી. તેવા જનોથી દેવો પણ દૂર રહે છે. તેની ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. ૧૯ો જે બોલવામાં બાંઠાં હોય અર્થાત્ બોલવા ઉપર કાબુ ન હોય, વા વચન પાળતો ન હોય એની સાથે શું સંસાર માંડવો? જો કોઈ સતી સોળે શણગાર સજી પોતાના અંધપતિની આગળ આવીને ઊભી રહે તો શા કામની ? અંધપતિ બિચારો શું આનંદ માણવાનો ? ૨૦ની - તને સંકેત કરીને જનારો તે જૂઠો માણસ ન આવ્યો તો તે ઘણું સારું થયું. તારા ભાગ્યે જ આ
બીજાને મોકલ્યો છે. અને જો બેટી ! સોનું કરવાથી અને માણસ વસવાથી, એટલે કે માણસ પાસે વસે, - રહે તો જ તેનો અનુભવ થાય કે માણસ સારો છે કે ખોટો ! ર૧ દીકરી ! બેટા ! સાંભળ! જે