________________
૪૦૨
ધમ્પિલકુમાર રાસ
પણ ગોઠવાઈ ગઈ. છેલ્લે ધમિલકુમાર વિમાન ઉપર ચડ્યો. નગરજનો દૂર દૂર ઊભા વિમાન અને તેમાં બેઠેલાં સઘળાંને જોઈ રહ્યા હતા ને આશ્ચર્ય પામતા હતા. સ્વામીના આદેશની રાહ જોવાની હતી. ધમિલની અનુમતિ મળતાં વિદ્યુત્પતિએ વિદ્યામંત્ર ભણ્યો અને ઉપડવા થનગની રહેલું વિમાન હવામાં ઊડવા લાગ્યું. //૪
તે દેવવિમાનના ઝરૂખે બેઠેલી રસભરી વિમળા આદિ કૌતુકપ્રિય રમણીઓ નીચે દોડી રહેલું નદી - ઝરણાં, વન, વાવડીઓ, સરોવર, ગામ-નગરને જોઈ રહી હતી. સરોવરના હંસોની અને વનનાં વૃક્ષોની શોભા જોતી હતી. ઊંચા પર્વતો નાની ટેકરી જેવા લાગતા હતા. સૌંદર્યને જોતાં જોતાં વાતો કરતી હતી. વિમાન કુશાગ્રપુર નગરના ઉદ્યાનમાં આવી ઊભું. ક્ષણમાં તો સૌ કુશાગ્રનગરે આવી પહોંચ્યા. વિદ્યુત્પતિએ વિદ્યાબળ ઉદ્યાનમાં લાવી મૂકી દીધાં. વિદ્યાધરને પરદેશ કે દેશ દૂર લાગતાં નથી. //પ + ૬lી નગરના લોકો તો આ કૌતુકને જોવા દોડી આવ્યા. એકબાજુ ડેરા-તંબુ નંખાયા. વનખંડમાં વિમાનમાંથી સઘળી સામગ્રી નીચે ઉતારી દીધી અને રત્નવિમાન વિદ્યાબળે આકાશમાં જઈને ઊભું રહ્યું. આ દૃશ્ય જોઈને નગરજનો ઘણો આનંદ પામતા હતા. //શા
વળી લોકો તરેહ તરેહની વાતો કરતા હતા. “આપણે ત્યાં પેલા સુરેન્દ્રદત્ત શેઠ હતા. જે ઘણી સંપત્તિ ધરાવતા હતા. તેમનો દીકરો ધમ્મિલ છે જે પરદેશ ગયો હતો. ઘણાં વર્ષે ઘેર આવ્યો છે વળી એણે તો રાજાની રાજકુંવરીઓ, વિદ્યાધરની કન્યાઓ વગેરે ઘણી કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. જુઓ તો ખરા ! કેટલી બધી રિદ્ધિ લઈને આવ્યો છે.” |ી રત્નવિમાનની રચના જોઈને રાજા ઘણો હર્ષ પામ્યો. શ્રેષ્ઠીપુત્ર ધમ્મિલકુમારનો પરિવાર ઘણો મોટો હતો. આપેલ આવાસ નાનો પડ્યો. ધમ્મિલની આજ્ઞા થતાં તત્ક્ષણ રાજાએ ધમ્મિલને રહેવા માટે નવો ઉત્તુંગ મહેલ બનાવ્યો. જેમાં સઘળી સ્ત્રીઓ સાથે સરખી રીતે રહી શકે. બધી જ વ્યવસ્થા નવા મહેલમાં કરાવી. ને ધમિલને તે નવો આવાસ રહેવા માટે આપ્યો. /૧૦ના
સૌ જનો વ્યવસ્થિત ગોઠવાયા. પછી કુમાર વસંતસેનાના મંદિરે પહોંચ્યો. કુમાર આવી રહ્યો છે જાણી વસંતસેના (અક્કા) પણ કુમારની સન્મુખ આવી. કુમારનો ઘણો આદરસત્કાર કર્યો. અને તરત જ પાછળ ઓરડામાં રહેલી દીકરી વસંતતિલકાને સંદેશો આપ્યો. ૧૧ વસંત પણ હરખે ભરાણી. મેઘના આગમનથી મયુર હર્ષે ભરાય. ચંદ્રના દર્શને ચકોર પક્ષી આનંદ પામે. તેમ વસંતતિલકા પણ ઘણી આનંદ પામી. સ્નાન કરીને સુંદર વસ્ત્રો પહેર્યા શણગાર સજ્યા. હર્ષભર્યા હૈયે પહેરેલાં વસ્ત્રો તંગ થવાં લાગ્યાં. તૈયાર થઈને સ્વામી સામે જતી હતી ત્યાં જ સ્વામી ધમ્મિલ જ સામો મળ્યો. સામો આવતો જોઈને તે પાછી ફરી. પોતાના કમરામાં ધમિલને ભેટી પડી. પરસ્પર તન-મનમાં સમાઈ ગયાં ને સાંત્વના પામ્યાં. //રા
કુશાગ્રપુર નગરના રાજા શત્રુદમને (અરિદમને) વસંતતિલકાને પુત્રી સમ ગણીને, મોટા મહોત્સવ યુક્ત ધમિલને અર્પણ કરી. તેમજ પોતાના રાજ્યનો ત્રીજો ભાગ ધમિલને અર્પણ કર્યો. ધમિલનું ગૌરવ વધાર્યું. ૧૩ધમિલકુમારના પિતા સુરેન્દ્રદત્તે પોતાના લાકડવાયા દીકરાને જે પ્રથમ કન્યા પરણાવી હતી તે ધનવસુશેઠની પુત્રી યશોમતિ. હાલ પોતાના પિયર હતી. તેણે પણ જૈન ધર્મ પસાયે; પિયર સાસર બંને કુળની ઉજ્જવલતા વધારી હતી. જે જૈનધર્મ તે યશોમતી માટે ગુણપેટી સમાન હતો. તે ધર્મનાં પસાથે બંને કુળ અજવાળ્યાં હતાં. ધમિલને તેની પણ યાદ આવી. ૧૪