________________
ખંડ - ૬ઃ ઢાળ - ૫
૪૦૧
પ્રથમ સતી પરણે જે જશોમતિ, ધનવસુ શેઠની બેટી, બેહુ કુલે ઉજલતા દેખાવી, જૈન ધર્મ ગુણ પેટી રે...પ્રા.../૧૪ો. તેહને તેડવા કારણ પોતે, માન વધારણ સારુ, જઈ કહે સર્વ ગયાં પણ તુમ વડે, ઈહાં કને નામ અમારું રે..પ્રા...૧પ સસરા સાસુએ આદર દેઈ, નિજ પુત્રીને વોલાવે, બેસી સુખાસને નિજઘર આવે, વિમળા ભક્તિ કરાવે રે..મા.../૧લી ત્રીજે હીંસે રાજયની લીલા, ૫ અભિષેક કરાવે, જોગીદત્ત વિદ્યાએ સાધ્યા, દેશ અવર વશ થાવે રે...પ્રા.../૧૭l પ્રથમ યશોમતિ કરી પટ્ટરાણી. બીજી વિમલા રાણી, વિદ્યુત્પતિ ને વિદ્યુલ્લતા દોય, ચઉ અભિષેક ઠરાણી રે..મા.../૧૮ વિમલસેનાના માતપિતાદિક, આવી તિહાં સવિ મળીયાં, બેટી ભેટી દીએ બહુ સંપદ, કુંવર રજાએ વલીયાં રે..પ્રા.../૧લા આ ભવ અર્થે કીઓ ખમાસી, આંબેલ તપ ફલ વાધ્યો, સુરરમણી સમ રમણી પામી, વંછિત સુખ સવિ સાધ્યો રે...પ્રા...૨૦. છઠે ખડે પાંચમી ઢાળે, કુંવર વેશ્યા નિજધામ,
શ્રી શુભવીર રસિક લોકોત્તર, ઘર પામે વિસરામ રે...મા..રવા - ચંપાનગરીની બહાર ડેરા-તંબુ તાણ્યા. કુંવર જવાની સજાઈ કરવા લાગ્યો. લઈ જવાની જે સામગ્રીઓ, તે તૈયાર કરીને નગર બહાર તંબૂમાં એકઠી થવા લાગી. હાથી ઘોડા રથ પાયદળ, બીજી પણ શ્રેષ્ઠ જે જરૂરી વસ્તુઓ તે લાવીને બહાર મૂકવા લાગ્યા. પુણ્યવંતા પ્રાણીઓ! પુણ્યનું પ્રગટપણું જુઓ. ખાલી હાથે આવેલો ધમિલ આજે અનેક પ્રકારની ઋદ્ધિ અને સમૃદ્ધિ પામ્યો. વળી સુંદર રમણીઓ પણ મળી. ખરેખર જગતમાં પણુ જ શ્રેષ્ઠ છે. માટે પર્યાનો સંચય કરો. ૧ કપિલ રાજા પોતાની બેટ, કપિલાને વોળાવું કરે છે. રાજપરિવાર તથા સગા સ્વજનોને તેડાવીને સહુનો મેળાપ કરાવે છે. છેલ્લે દાયજામાં હાથી, ઘોડા, રથ અને સુભટો તથા સેવા કરવા દાસ-દાસીનો પરિવાર પણ સાથે આપે છે. રા.
કપિલરાજાનો યુવરાજ રવિશેખર, બેન કપિલાને વળાવું કરે છે. ધમ્મિલ બનેવી થયો. તે પહેલાં યુવરાજનો પરમમિત્ર પણ હતો. છેલ્લા મિલનમાં યુવરાજ એક કરોડ ધન (સુવર્ણમુદ્રા) બેનને આપે છે. ત્યાર પછી નગરશ્રેષ્ઠી મંત્રી સામત આદિ સૌ કપિલા કુંવરીને છેલ્લે ભેટશું આપે છે. આઠ શ્રેષ્ઠી કન્યા અને નાગદત્તા આદિને અને જમાઈને નવે શ્રેષ્ઠીઓ દાયજામાં ઘણું આપે છે. ત્યાર પછી સૌને કુંવરીએ નમસ્કાર કર્યા. અને સૌ પોતાના સ્થાને જવા નીકળ્યાં. [૩તો આ બાજુ ખેચરી સ્ત્રી વિદ્યુત્પતિએ, પતિ ધમિલની આજ્ઞા મેળવી. વિદ્યાવડે એક રત્નવિમાન બનાવ્યું. જે ઘણું મોટું હતું. જેમાં સઘળું રહી શકે તેમ હતું. દાસદાસીઓ કામની રાહ જોતાં જ ઊભાં હતાં. માલિકની રજા મેળવીને સઘળોએ સામાન વિમાનમાં મૂકવા લાગ્યાં. સુભટો હાથી-ઘોડા રથ અને પાયદળ અને બધી રમણીઓ