________________
ખંડ - ૬: ઢાળ - ૬
૪૦૩
તે યશોમતીનું માન વધારવું જોઈએ, એમ સમજી વિવેકી ધમિલકુમાર તેને તેડવા માટે પોતે જ પોતાની સાસરીએ ગયો. યશોમતીને અને સાસરીમાં સૌ સભ્યોને મળ્યો. ધમિલ યશોમતીને કહે છે કે હે પ્રિયે ! તારું દુઃખ મેં જોયું છે અને સાંભળ્યું છે. મારા જેવા બેદરકાર સ્વામીને પામીને તેં જિંદગીભર દુઃખ સહન કર્યું છે. મારા અપરાધોને તું માફ કર. યશોમતી કહે સ્વામી ! તમે આવું ન બોલો. દુઃખ કે સુખ જે મળે તે મારા પૂર્વસંચિત કર્મના પ્રભાવે છે. તમારો કોઈ દોષ નથી. ધમ્મિલ કહે પ્રિયે ! તું ખરેખર ઘણી ગુણિયલ છે. મારા માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. પછી પણ તે તો મારા સુખ સામું જ જોયું છે. આ જગતમાં આજે પણ તારી હયાતી થકી જ મારું નામ જાગૃત રહ્યું છે. ધન્ય છે તને. ૧પો ધનવસુશેઠે જમાઈનો આદર સત્કાર કર્યો. ભેળાં ભોજન કર્યા. ત્યાર પછી પોતાની દીકરી યશોમતીને તેના ઘેર વળાવી. ધમ્મિલ યશોમતીને સુખાસને બેસાડીને પોતાના નવા ભવનમાં લઈ આવ્યો. વિમળા આદિ બીજી સ્ત્રીઓ પણ તેને પોતાની મોટીબેન માનીને પાયે પડી અને તેની ભક્તિ કરી. ૧૬ll
હવે અરિદમન રાજાએ રાજયનો ત્રીજો ભાગ ધમ્મિલને અર્પણ કર્યો હતો. તે રાજય ઉપર મિલનો રાજ્યાભિષેક કર્યો. સાથે સાથે ચાર પ્રકારનું લશ્કર તથા બીજી પણ ઋદ્ધિ કુમારને અર્પણ કરી. યોગીએ આપેલી વિદ્યાવડે કરીને ધમ્મિલે બીજા પણ ઘણા દેશોને સાધ્યા અને પોતાને વશ કર્યા. /૧૭થી પ્રથમ પ્રિયા યશોમતીને મુખ્ય પટ્ટરાણી તરીકેનો અભિષેક કરાવ્યો. બીજા પદે વિમળાનો અને તે પછી ખેચરી વિદ્યુત્પતિ વિદ્યુcત્તાનો એમ ચાર રાણીઓને પટ્ટરાણી પદે સ્થાપી. વારાફરતી ચારેયનો અભિષેક થયો. ૧૮ાા
વિમળાનાં માતપિતાને સંદેશો મળતાં તેઓ કુશાગ્રપુર નગરે આવ્યાં. પુત્રીને ભેટ્યાં અને આનંદ પામ્યાં. જમાઈને મળ્યાં. તેમણે ઘણી બધી સંપત્તિ દીકરીને આપી અને ધમ્મિલની રજા લઈને પોતાના નગરે પાછા ફર્યા. /I૧૯ો આ ભવમાં કરેલો છ માસી આંબેલનો તપ ધમ્મિલને આ ભવમાં ફળ્યો. અપ્સરા સમ સ્ત્રીઓને પ્રાપ્ત કરી. ઇચ્છિત સુખોને પામ્યો. ૨૦ના
છઠ્ઠા ખંડને વિશે પાંચમી ઢાળે કુંવરે પોતાની નગરીએ આવીને વસંતતિલકા પણ મેળવી. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે હે રસિક જનો! લોકોત્તર શાસનને વફાદાર રહે તે સ્વઘરમાં આરામ પામે. અર્થાતુ. આત્માના ઘરમાં શાંતિ મેળવે છે. ૨૧|
ખંડ - દની ઢાળ : ૫ સમાપ્ત
-- દોહા :એક દિન ધમ્મિલ રાયને, વસંતતિલકા એમ, કહે ગતનિશિ વેષાંતરે, રતિસુખ વિલક્ષ્યા કેમ ના પણ મેં તમને ઓળખ્યા, રતિ સંભોગે કાળ, સાંભળી ધમ્મિલને મને, પ્રગટી અંતર ઝાળ રેરા ચિંતિ કહે નારી પ્રતે, તમને વિસ્મય હેત, હું આવ્યો વેશાંતરે, બીજો નહી સંકેત Hill એમ કહી ચિતે મુઝ સરૂપ, કરે કોઈ ધૂરત ફંદ, મુઝ નારી અભિલાખીઓ, વિદ્યાધર મતિ મંદ I૪ો