________________
૪૧૨
ધમ્મિલકુમાર રાસ પ્રકારના કૌતુકને કરતાં મનુષ્યનાં ટોળાં જઈ રહ્યાં છે. વળી કેટલાકે તો ગુલાલની ઝોળીઓ ખભે ટીંગાવેલી છે જેમાંથી ગુલાલ કાઢીને ઉડાડી રહ્યા છે. શ્રેષ્ઠ નાટકો પણ થઈ રહ્યાં છે. ભાટચારણો..ગુરુ ભગવંતોની બિરદાવલી બોલી ગુણો ગાઈ રહ્યા છે. /૧૧
ઔપપાતિક સૂત્રમાં જિનેશ્વરદેવના જે રીતે સામૈયાની વાતો લખી છે તે રીતે મુનિભગવંતનું પણ સામૈયું થઈ રહ્યું છે. અહીં કોઈ શંકા કરે કે “જિનેશ્વર ભગવાનની જેમ, મુનિભગવંતોનાં પણ સામૈયાં થાય?” તો શાસ્ત્રમાં કહ્યું છે કે “ગુણવંત એવા આચાર્ય ભગવંત (૧) ઉપાધ્યાય ભગવંત (૨) બહુશ્રુત ગીતાર્થ મહારાજ (૩) આ ત્રણનાં સામૈયાં થઈ શકે છે. II૧રા મસ્તકે કસબી કિંમતી સાલ પણ આ ત્રણ ગુણવંત મુનિભગવંતો ધારણ કરી શકે છે. રત્નશેખર સૂરી મહારાજ કહે છે કે “બહુશ્રુતની તોલે કોઈ આવી શકે તેમ નથી.” ત્રીજા અંગ (ઠાણાંગ સૂત્ર) માં કહ્યું છે કે ગીતાર્થ તો આચાર્ય સમાન ગણાય છે. એમનું ઘણું બહુમાન કરવું જોઈએ. વળી તે તો વૃષભ સમાન પણ છે. જે શાસનના ભારને વહન કરે છે. પરમતવાદીઓને હઠાવે છે. ||૧૩-૧૪
વળી કહે છે કે “બહુશ્રુતધર મુનિભગવંત શરીરશુદ્ધિ કરી શકે છે. અને બહુમૂલાં કિંમતી વસ્ત્રોને પણ ધારણ કરી શકે છે. તેઓને તો મેલાં વસ્ત્રો અને મલનો પરિહાર કરવાનું “પ્રવચન સારોદ્વાર”માં કહ્યું છે. ૧પો તો વળી કોઈ પ્રશ્ન કરે કે – “તપસ્વીનું પણ આ રીતે સામૈયું કરવું સારું ને ?” તો. જ્ઞાની કહે છે કે “એ મિથ્યા મનના વિકલ્પો છે. આવી કોઈ વાત સિદ્ધાંતમાં કહેવાઈ નથી. II૧૬ll
કોઈ તપસ્વી હોય અને તે અજ્ઞાનીનાં ટોળામાં રહીને, એ મૂર્ખની પાસે બોલાવે તો તે મિથ્યા છે. પણ જો તે ગુરુકુળવાસમાં રહીને કહેતા હોય તો તે સાચા છે. એવી ધર્મદાસ ગણિની વાણી છે. /૧૭ી ગીતાર્થ, અને ગીતાર્થની નિશ્રાવાળા એમ બે પ્રકારના વિહાર કહ્યા છે. એ સિવાયનો વિહારનો ત્રીજો વિકલ્પ (માર્ગ) શાસ્ત્રમાં કહેવામાં આવ્યો નથી. તે તપસ્વીઓ જો ગીતાર્થની આજ્ઞા પ્રમાણે વર્તનારા હોય અર્થાતું, ગીતાર્થનિશ્રામાં રહેતા હોય તો તે તપસ્વીને શ્રાવકો અનુસરે છે. (શ્રાવકો તે તપસ્વીને માને છે) II૧૮
આ પ્રમાણે શાસ્ત્રોક્ત સામૈયું સજીને રાજા ને ધમિલ વગેરે ચાલ્યા. ધીમે ધીમે સામૈયું વૈભારગિરિએ પહોંચ્યું. છઠ્ઠા ખંડની સાતમી ઢાળને વિશે, શ્રી શુભવીરવિજયજી મહારાજે ધમિલકુમારના વિવેકીપણાનું વર્ણન કર્યું. તે સાંભળીને તે શ્રોતાજનો ! તમે પણ સૌ વિવેકને ધારણ કરજો . I૧૯ો.
ખંડ-૬ ની ઢાળ : ૭ સમાપ્ત
-: દોહા :- . ભૂપતિ ધમિલ ઉતરી, દૂરથી કરત પ્રણામ, અભિગમ સઘળાં સાચવી, કર ધરી શ્રીફલ દામ /૧il દેઈ ત્રણ પ્રદક્ષિણા, ભેટ ધરી બહુમૂલ, કરજોડી સ્તવના કરી, બેઠા ચિત્ત અનુકૂલ //રી બેઠી સઘળી પરખદા, ગુરુ સન્મુખ સુવિનિત, રાણી બત્રીસ પણ તિહાં, હરખે ઉલ્લસિત ચિત્ત. Hall, સુણવા વંછે ધર્મ તે, ૫ ધમ્મિલ કુમાર. ગુરૂ પણ તેહને દેશના, દીએ પુષ્કર જલધાર III